13 નવેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારે અંક 2ના જાતકો માટે દિવસ શુભ રહેશે, આજે આ લોકોમાં આત્મવિશ્વાસ અને જાગરૂતતા વધશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 13 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે આર્થિક સ્થિતિ સારી રહેશે. છેલ્લાં થોડાં વર્ષોની મહેનત રંગ લાવશે. તમે તમારા સિદ્ધાંતો સાથે કોઈપણ પ્રકારનો સમજોતો કરશો નહીં. કોઈપણ ભ્રમિત કરનાર સમસ્યાનો ઉકેલ કરવા માટે ધૈર્યની જરૂરિયાત રહેશે.

શું કરવું- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ શાનદાર રહેશે. તમારા નવા વિચાર અને જાગરૂતતા તમારા આત્મવિશ્વાસને વધારશે. વેપારને લગતી ગતિવિધિઓને ગુપ્ત રાખો. લેવડ-દેવડના મામલાઓને લઈને ચિંતા રહેશે. નવા પડકાર સામે આવશે.

શું કરવું- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- ધાર્મિક કે આધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો રસ વધશે, જેથી તમને શાંતિ અને નવી ઊર્જા મળી શકે છે. કામનો ભાર વધારે હોવાથી તમે સક્રિય અનુભવ કરશો. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.

શું કરવું- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ તમે સફળ રહેશો. કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઈ અટવાયેલું કે ઉધાર આપેલું ધન પણ પ્રાપ્ત થઈ શકે છે. પરિવાર સાથે ખરીદીમાં સમય પસાર થઈ શકે છે.

શું કરવું- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- છેલ્લાં થોડાં દિવસોથી ચાલી રહેલી મહેનતનું આજે યોગ્ય પરિણામ મળવાનું છે. પહેલાંથી ચાલી રહેલી સમસ્યાઓ પણ એક-એક કરીને સરળતાથી ઉકેલાઈ જશે. યુવાઓ પોતાના ભવિષ્ય અને કરિયરથી કોઈ સમજોતો કરશે નહીં.

શું કરવું- યોગ પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- સમય અનુકૂળ છે. તમારી આશાઓ અને ઇચ્છાઓ પૂર્ણ થશે. સામાજિક કાર્યોમાં તમારું ખાસ યોગદાન રહેશે. જોખમી કાર્યોમાં તમને ખાસ રસ રહેશે અને સુખનો અનુભવ થશે. વાતચીત દ્વારા થોડાં જરૂરી કામ પણ થશે.

શું કરવું- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- વિદ્યાર્થીઓને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી સુખ મળશે. ભાઈઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ કોઈની દખલથી ઉકેલાઇ જશે. થોડાં મહત્ત્વપૂર્ણ ઘરેલૂ મામલાઓ ઉપર તમે જાતે નિર્ણય લેશો.

શું કરવું- ગણેશજીની પૂજા-આરાધના કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- દિવસ સુખ અને શાંતિથી વિતશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક થશે. તેમના માર્ગદર્શનમાં અનેક મુશ્કેલીઓનું સમાધાન થશે. પ્રોપર્ટી સાથે જોડાયેલું કોઈ અટવાયેલું કામ પૂર્ણ થઈ શકે છે. મનમાં વિવિધ પ્રકારની શંકાઓ ઊભી થઈ શકે છે.

શું કરવું- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- તમારો ઉદાર અને મિલનસાર સ્વભાવ તમારા પ્રભાવને ઉજ્જવળ કરશે. યોજનાઓને લઈને થોડી લાભકારી સ્થિતિ બનશે. કામની વ્યસ્તતા સિવાય પરિવાર અને મિત્રો વચ્ચે મસ્તીનું વાતાવરણ રહેશે.

શું કરવું- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

અન્ય સમાચારો પણ છે...