મંગળવાર, 13 ડિસેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- આધ્યાત્મિક કાર્યોમાં સમય વિતશે તો તમારા વિચારો ઇનોવેટિવ થઈ શકશે. અન્ય લોકોની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. અંગત કામ પણ શાંતિથી પૂર્ણ થઈ શકશે. વિવાદોથી દૂર રહો.
શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- કોઈ મોટા સભ્યનું માર્ગદર્શન અને સલાહ આજે તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પણ સમયે પૂર્ણ થઈ શકે છે. કોઈ મિત્ર સાથે ફોન ઉપર વાત કરીને પણ તમે સમસ્યાનું સમાધાન શોધી શકશો.
શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- તણાવથી બચવા માટે થોડો સમય કલાત્મક ગતિવિધિઓમાં પસાર કરો. તેના દ્વારા તમે પોઝિટિવ અનુભવ કરશો અને તમારી ક્ષમતા અને કૌશલ્ય પણ સામે આવી શકે છે.
શું કરવુંઃ- કીડીને લોટ ખવડાવવો
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- સંતાન સાથે જોડાયેલી કોઈ સમસ્યાનું સમાધાન શોધવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. જૂના મતભેદ પણ ઉકેલાઇ શકે છે. તમારી લગ્ન અને હિંમતથી કરેલાં કાર્યોનું યોગ્ય પરિણામ મળી શકે છે.
શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- આ સમય આત્મ ચિંતન અને આત્મ નિરીક્ષણનો છે. તમે તમારા કૌશલ્ય અને બુદ્ધિના બળે કોઈપણ કાર્યમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ગ્રહોની સ્થિતિ તમને કોઈપણ સ્થિતિનું સમાધાન શોધવાની શક્તિ આપશે.
શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમારા ભવિષ્યના લક્ષ્ય પ્રત્યે આકરી મહેનત અને યોગ્ય પરિશ્રમ તમને સફળતા અપાવશે. પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.
શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 8
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- ફોનના માધ્યમથી તમને કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. આજે અચાનક કોઇ અશક્ય કાર્ય પૂર્ણ થઈ શકે છે. આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ વધશે. આ સમયગાળામાં તમને માનસિક રાહત મળી શકે છે.
શું કરવુંઃ- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- ઘરની દેખરેખના કાર્યોમાં સમય સારો વિતશે. નાણાંકીય બાબતે ધ્યાન આપવું. અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની મહેનત અને કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ કરો. બેદરકારી અને ઉતાવળમાં નિર્ણય લેશો નહીં.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 9
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- આજે તમને ફોન કે ઈમેઇલ દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે, જે ખૂબ જ લાભકારી સિદ્ધ થશે. આર્થિક યોજનાઓને ઠીક કરવા માટે સમય ઠીક છે. આ સમયે ભાવુકતાની જગ્યાએ વ્યાવહારિક અને સમજણથી કામ લેવું જોઈએ.
શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો
શુભ રંગઃ- જાંબુડિયો
શુભ અંકઃ- 2
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.