તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

13 ઓગસ્ટનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્ય અંક 2 રહેશે, આ જન્માંકના જાતકોએ કુળદેવતાને પારંપરિક ભોગ ધરાવવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ-1, 4 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

રૂપિયા વ્યાજ પર લેનાર લોકોને વધારે અનુકૂળતા રહેશે. જેવા છો તેવા જ રહો. દેખાડામાં પડશો તો હાનિકારક સ્થિતિ બની શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને દેસી ઘીનો દીવો કરી પીળી મીઠાઈનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પગમાં નસનો દુખાવો પરેશાન કરી શકે છે. પ્રમોશન માટે ઉચ્ચ અધિકારી સાથે વાત કરવી હોય તો કરી શકો છો.

શું કરવુંઃ- કુળદેવતાને પારંપરિક ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

માનસિક મુંઝવણના કારણે યોગ્ય નિર્ણય કરવામાં સમસ્યા રહેશે. કોઇ છેલ્લાં નિર્ણયની વિપરીતતા રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

શારીરિક શ્રમ વધારે રહેવાના કારણે થાક વધારે રહેશે. જીવનસાથીનો વ્યવહાર દુઃખી કરી શકે છે અથવા તેમના સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- કૂતરાને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સગાઈ થઇ ગયેલી યુવતીઓના લગ્ન થવાનો મામલો આગળ વધી શકે છે. રોમેન્ટિક થવાનો અવસર હાથમાં આવી શકે છે.

શું કરવુંઃ- સંકટમોચન હનુમાનાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સૂકા મેવાના વેપારીઓને લાભનો અવસર મળી શકે છે. ખોટી ચિંતાથી બચવું. આસપાસની કોઇ વ્યક્તિની મદદ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલની તલપાપડી ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

આ વાત યાદ રાખો કે દરરોજ દરેક ઇચ્છા પૂર્ણ થઇ શકતી નથી. આજનો દિવસ પણ એવો જ છે.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં પાણી ચઢાવીને તેની માટીનું તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

આળસ વધારે રહેશે. ઊંઘ ઓછી આવશે. કોઇને પણ ઉધાર આપશો નહીં અને કોઇની ધનને લગતી ગેરેન્ટી લેશો નહીં.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સમોસા-કચોરી અને મોટી બુંદીના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગેરાજ મિસ્ત્રીઓએ જોખમવાળું કામ કરતી સમયે વધારે સાવધાની રાખવી પડશે. કોઇપણ વાતની વધારે ઉત્તેજનામાં પ્રતિક્રિયા વ્યક્ત ન કરો, ખાસ કરીને અંગત સંબંધોમાં.

શું કરવુંઃ- મંદિર સંચાલનમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ