12 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:મંગળવારનો ભાગ્ય અંક 9 રહેશે, આજના દિવસે અંક 3ના જાતકો માટે લાભની સ્થિતિ રહેશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

સંતાન પક્ષ માટે ખાસ ખર્ચ કરવો પડી શકે છે. નવા રોકાણ માટે હાલ આગળ વધશો નહીં.

શું કરવુંઃ- પુરૂષ પિતૃઓનું પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

નજીકનો સંબંધ સુખ આપી શકે છે. તમારા મિત્રોની વાત ઉપર વધારે ધ્યાન આપશો નહીં. આંખને લગતી સમસ્યાઓ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મીઠા ભાતનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

તમારો જ કોઇ નિર્ણય તમારે બદલવો પડે તો બદલી લો, લાભમાં જ રહેશો. સ્થાન-પરિવર્તનના યોગ છે.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પિતૃ વરદાન ધરાવતાં રાજનેતાઓનું પ્રમોશન થઇ શકે છે. ગાયકોને સારો અવસર મળી શકે છે. શ્વાસને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને બજરંગ બાણનો પાઠ કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

યાત્રા હાલ ટાળી દો. દવા કારોબારીઓ માટે સાવધાન રહીને કામ કરવાનો દિવસ છે. કમરનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- કબૂતરોને દાણા નાખો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

જનસંપર્ક અધિકારીઓ માટે સમય લાભકારી સિદ્ધ થઇ શકે છે. મિત્રો સાથે વધારે સમય વિતાવી શકો છો.

શું કરવુંઃ- પાણીમાં મધ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

નોકરી માટે ઇન્ટરવ્યુ આપી રાખ્યું છે તો સારા સામાચાર મળી શકે છે. નાક-ગળાને લગતી સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડાં ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સમયની કૃપા રહેશે. મનોબળ વધારે દૃઢ રહેશે. સ્થાનિક યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

તમારા વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન મળવાથી કોઇ ખાસ ગુંચવણ દૂર થઇ શકે છે. અસમંજસની સ્થિતિ દૂર થઇ શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટનો પાઠ કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ