12 નવેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારે અંક 8ના જાતકો પોતાના આત્મવિશ્વાસ અને આકરી મહેનતથી સફળતા પ્રાપ્ત કરશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 12 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- તમારો સમય સારો છે. તમારા વ્યક્તિત્વ સામે વિરોધીઓ પણ પરાજિત થશે અને તમે તમારું કામ યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. યુવાઓને કોઈ સારી સફળતા મળી શકે છે. ઘર સાથે જોડાયેલાં કોઈ કામમાં ખર્ચ વધારે થઈ શકે છે.

શું કરવું- કીડીને લોટ ખવડાવો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- જો સ્થાન પરિવર્તનને લઈને કોઈ યોજના બની રહી છે તો તે કામને શરૂ કરવા માટે આજનો સમય યોગ્ય છે. આવકના નવા સ્ત્રોત બનશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધાર થશે. કોઈ નજીકના વ્યક્તિની સલાહ તમને અનેક પરેશાનીઓથી છુટકારો આપી શકે છે.

શું કરવું- હનુમાનજીને સિંદૂર ભેટ કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આ સમયે તમે તમારી આસપાસની સ્થિતિઓમાં થોડો ફેરફાર અનુભવ કરશો. આ ફેરફાર તમારા વ્યક્તિત્વ ઉપર પણ પોઝિટિવ પ્રભાવ પાડશે. તમારે માત્ર તમારી ઊર્જા એકઠી કરીને ફરીથી નવી નીતિઓ બનાવવાની જરૂરિયાત છે.

શું કરવું- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- સ્થિતિઓ તમારા પક્ષમાં છે. ભાવનાઓની જગ્યાએ બુદ્ધિથી કામ લેવું તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. કોઈ મિત્ર કે કોઈ નજીકના વ્યક્તિ અચાનક ઘરે આવી શકે છે. ઘરમાં નાની-મોટી નકારાત્મક વાતો ઉપર ધ્યાન આપશો નહીં.

શું કરવું- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આ સમય આત્મચિંતન અને આત્મ વિશ્લેષણ કરવાનો છે. તમારા સિદ્ધાંતો પ્રમાણે કામ કરો. આ પ્રકારે સફળતા પણ મળશે. નોકરી અને ઇન્ટરવ્યૂ વગેરેમાં વિદ્યાર્થીઓ માટે સફળતાનો યોગ બનતો જઈ રહ્યો છે

શું કરવું- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- સંપત્તિ સાથે જોડાયેલું કોઈપણ કામ કરવા માટે આજનો સમય ખૂબ જ અનુકૂળ છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થાને જવાનો કાર્યક્રમ બની શકે છે અને શાંતિનો અનુભવ પણ થશે. આજે તમને કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ મળી શકે છે.

શું કરવું- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આ સમયે ભાગ્ય તમને દરેક સ્થિતિ સામે લડવાની શક્તિ આપશે. સમયનો સદુપયોગ કરો. પોતાના નિર્ણયને સર્વોપરિ રાખો. બધી જવાબદારીઓને પોતાના ઉપર લેવાની જગ્યાએ તેને વહેંચતાં શીખો.

શું કરવું- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- તમને લાગશે કે કોઈ દૈવીય શક્તિ તમારા માટે કામ કરી રહી છે. તમે તમારા આત્મવિશ્વાસ અને આકરી મહેનતથી કોઈપણ સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. પરિવારના લોકો સાથે મનોરંજક ગતિવિધિઓમાં થોડો સમય વિતશે.

શું કરવું- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યા ઉકેલાઈ જશે. લાંબા સમય પછી મિત્રોનો સાથ મળવાથી બધાને સુખ અને ઉત્સાહનો અનુભવ થશે. દૈનિક જીવનથી રાહત મળશે. વેપાર સાથે જોડાયેલાં બધા કાર્યો વિના કોઈ વિઘ્ન પૂર્ણ થઈ શકે છે.

શું કરવું- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5