ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-5
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
સર્જિકલ સામગ્રીના કારોબારીઓને વધારે અનુકૂળતા રહેશે. નવી જગ્યાએ નોકરી મેળવવામાં કોઈ મિત્રનો સહયોગ લાભ આપી શકે છે. તમારી શારીરિક ક્ષમતાથી વધારે ભાગદોડ કરવાથી બચવું.
શું કરવુંઃ- પુરૂષ પિતૃઓનું પૂજન કરો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
જજ બનવા માટે તૈયારી કરી રહેલાં લોકો માટે ખાસ અનુકૂળતા રહી શકે છે. ફૈબા તરફથી ખાસ સહયોગ મળી શકે છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગળ્યા ભાતનો ભોગ ધરાવવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
કોઈ ખાસ અનુષ્ઠાન કરી શકો છો. લોકોમાં અટવાયેલાં રૂપિયા કઢાવવામાં સફળતા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય વિતી શકે છે.
શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ દાન કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગોવાળિયાઓને વધારે અનુકૂળતા રહી શકે છે. ટૂરિઝમ સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહી શકે છે. માથાનો દુખાવો રહી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને બજરંગ બાણનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વિદેશમાં રહેવા માટે શિફ્ટ થવાનું વિચારી રહ્યા છો તો આગળ વધો, સમય તમારો સાથ આપી શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. પાર્ટનરશિપમાં કરેલું કામ લાભ આપી શકે છે.
શું કરવુંઃ- કબૂતરોને દાણા નાખો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
નાણાકીય સલાહકારોને ઉલ્લેખનીય લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ એવો પરિચય થઈ શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે સારો ફળદાયી રહી શકે છે. મન પ્રસન્ન રહી શકે છે.
શું કરવુંઃ- પાણીમાં મધ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
નજીકના લોકોનો વ્યવહાર અને અસહયોગના કારણે કોઈ ખાસ પ્રોજેક્ટનો મામલો અટકી શકે છે. પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડા ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
કરિયરને લગતી કોઈ ખાસ યોજના કે નિર્ણયમાં ફેરફાર કરવો પડી શકે છે. તમારા અહંકારને દૂર કરીને કામ કરવું. સંતાનના અભ્યાસના મામલે અનુકૂળતા રહી શકે છે.
શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
મીડિયામાં કામ કરનાર લોકોને સારી પ્રશંસા મળી શકે છે. મોસાળ પક્ષના લોકોને ખાસ સહયોગ મળવો શક્ય છે. ભારે ભોજન કરવાથી બચવું.
શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.