12 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારે અંક 2ના જાતકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે, આ લોકોએ આજે ગણેશજીની પૂજા કરવી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 12 ડિસેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આ સમયે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે. માનનીય પદનું સર્જન થશે. કરિયર સાથે જોડાયેલી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધશે. તમે તમારી કોઇ નબળાઈને દૂર કરવામાં સફળ રહેશો.

શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે તમને કોઈ નવી સૂચના કે સમાચાર મળી શકે છે. વાતચીત દ્વારા તમે તમારું કામ કઢાવી શકશો. મિત્રોનો સહયોગ સાહસને વધારી શકે છે. આવકના સાધનોમાં વધારો થવાની સાથે-સાથે ખર્ચ પણ વધી શકે છે.

શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત થશે. આ સમયે ગ્રહોની વર્તમાન સ્થિતિ તમને જબરદસ્ત શક્તિ આપી શકે છે. વિદ્યાર્થી સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- બપોર પછી લાભકારી સ્થિતિ બની શકે છે. તમારી પાસે જોખમ લેવાની ગતિવિધિઓ પણ હશે, જે ફાયદાકારક સાબિત થશે. પરિવારના કોઈ વડીલ સભ્ય દ્વારા મહત્ત્વપૂર્ણ સલાહ આપવામાં આવશે. સમાજમાં પણ તમારું ખાસ સન્માન વધશે.

શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- તમારું સ્વાભિમાન અને આત્મવિશ્વાસ તમારી ઉન્નતિમાં સારો સાબિત થશે. પરિવારના સુખ સાથે જોડાયેલી કોઈ વસ્તુની ખરીદી પણ થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર સાથે જોડાયેલી કોઈ સમસ્યાનું સમાધાન થવાથી તણાવમુક્ત અનુભવ કરશે.

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજે તમારું સંપૂર્ણં ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે અને તમે તેમાં સફળ રહેશો. કોઈ સાથે અચાનક મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલો કોઈ વિવાદ શાંતિથી પૂર્ણ થઈ જશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે તમારું ધ્યાન ભવિષ્યના લક્ષ્ય તરફ રહેશે. છેલ્લાં થોડાં સમયથી અટવાયેલાં કાર્યો હવે પૂર્ણ થશે. લાભકારી સંપર્ક સ્થાપિત થઈ શકે છે. જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

શું કરવુંઃ- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે ગ્રહ ગોચર તમારા માટે લાભકારી સ્થિતિ બનાવી રહ્યું છે. તમે વિવિધ ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો અને સામાજિક સીમાઓ પણ વધારશો. અમુક લોકો સાથે મુલાકાત લાભકારી અને સન્માનીય સાબિત થઈ શકે છે.

શું કરવુંઃ- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- બદામી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ સપના સાકાર કરવાનો છે. તમે તમારા દૃઢ સંકલ્પથી મુશ્કેલ કાર્યોને પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તરત કરો. થોડો સમય ઘરેલૂ કાર્યોમાં પસાર કરો.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...