12 ઓગસ્ટનું અંક ભવિષ્ય:ગુરુવારનો દિવસ અંક 7 માટે શુભ રહેશે, જાતકોએ શનિદેવને કાળા સૂતરના કપડા ચઢાવવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

વાયદા કારોબારીઓએ પૂરતી સાવધાની જાળવવી. ક્રૂડ ઓઇલના વેપારીઓને ઝટકો લાગી શકે છે.

શું કરવુંઃ- પુરૂષ પિતૃઓનું પૂજન કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોલ સેન્ટરમાં કામ કરનારી મહિલાને ઉન્નતિનો અવસર મળી શકે છે અથવા તેનો આધાર બની શકે છે. જો પ્રમોશનનો મામલો અટવાયેલો હોય તો હવે સમય પક્ષમાં નિર્ણય કરવાનો રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગળ્યા ભાતનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

જોબ કરનાર મહિલાને બોસ દ્વારા આપવામાં આવેલ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે થોડું વધારે ધીરજથી કામ લેવું પડશે. જો કોઇ સ્વાસ્થ્યગત સમસ્યાનો ઇલાજ કરવા માંગો છો તો એલોપેથી સિવાય હોમિયોપેથી કે આયુર્વેદિક દવા લો.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

અતિ ઉત્સાહમાં આવીને તમારી ગુપ્ત યોજનાઓ પ્રકટ ન કરો. યાત્રાનું પરિણામ લાભકારી રહેશે. બપોરનો સમય તુલનાત્મક રીતે વધારે લાભકારી રહી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં સિંદૂર મિક્સ કરીને ચઢાવીને બજરંગ બાણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

બજારને લગતી ભાગદોડ વધારે રહી શકે છે. વિદેશ સેવાના સરકારી અધિકારીઓને ઉન્નતિનો અવસર મળી શકે છે. વિદેશમાં અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- કબૂતરોને દાણા નાખો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

મિત્રોના કારણે કામમાં લાભ મળી શકે છે. બાળકના કરિયરના મામલે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં મધ મિક્સ કરીને સૂર્યદેવને અઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

જીવનસાથીનો વ્યવહાર સહયોગપૂર્ણ રહી શકે છે. ગળામાં દુખાવો પરેશાન કરી શકે છે. ન્યૂઝપેપરના એડિટરોને લાભ મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ભાડાનું ઘર લેવા માંગો છો કે બદલવા માંગો છો તો અનુકૂળ સમય છે. ઇન્ટર્નશિપ કરનાર લોકોને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

લાકડાનો કારોબાર કરનાર લોકોને મોટો ઓર્ડર કે રૂપિયા મળી શકે છે. વારસાગત વ્યવસાયનો વિસ્તાર કરી શકો છો.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ