11 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:સોમવારે અંક 9ના જાતકોને નજીકના વ્યક્તિનો વ્યવહાર દુઃખી કરી શકે છે, દરેક ઉપર વિશ્વાસ કરવો નહીં

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

પરિવારના વાતાવરણને તણાવગ્રસ્ત બનાવવાથી બચાવો. તમારા નજીકના લોકોની વાતોને ઇગ્નોર કરશો નહીં. બ્લડ પ્રેશરના દર્દીઓએ સાવધાની જાળવવી.

શું કરવુંઃ- શનિદેવ સામે તલના તેલનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સામાજિક સીમામાં કોઇ ખાસ આયોજનમાં સામેલ થઇ શકો છો. જોબને લગતી યાત્રાઓ કરી શકો છો. પેટને લઇને સાવધાન રહો

શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ધનને લગતી યાત્રાનું પરિણામ પ્રતિકૂળ આવી શકે છે. વિભાગીય તપાસનો મામલો તમારા વિરૂદ્ધ જઇ શકે છે. લેવડ-દેવડમાં કાગળિયાને લગતી કાર્યવાહી પૂર્ણ કરી લો.

શું કરવુંઃ- વાછરડાને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

જીવનસાથીનો વ્યવહાર પ્રતિકૂળ રહેશે. મહિલા અધિકારીઓ માટે સાવધાન રહેવાનો સમય છે. નાક-કાન-ગળાને લગતી સમસ્યામાં સાવધાન રહો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

લગ્ન યોગ્ય લોકો માટે મામલો શુભ સમાચાર લઇને આવશે. આંખનું ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- ગૌશાળામાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સમય દરેક પ્રકારે પક્ષમાં રહેશે. કોઇ અટવાયેલાં મહત્ત્વપૂર્ણ કામમાં નિર્યાયક પ્રગતિ થઇ શકે છે. કોઇ વિશેષ કામ ઉપર બધાનું ધ્યાન એકાગ્ર કરી શકો છો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોઇ મહત્ત્વપૂર્ણ પારિવારિક જવાબદારી નિભાવી શકો છો. નજીકના પરિચિત વ્યક્તિની મદદ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને જળ આપીને તેનું જળ તમારી આંખ ઉપર લગાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કામમાં પાર્ટનરશિપ બદલવા માંગો છો તો બદલી શકો છો. મહિલાના નામથી શરૂ કરેલો કારોબાર ઝટકો આપી શકે છે.

શું કરવુંઃ- સિદ્ધ કુંજિકાસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ખૂબ જ નજીકના વ્યક્તિનો વ્યવહાર દુઃખી કરી શકે છે. દરેક ઉપર વિશ્વાસ કરવો નહીં.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને નાળાછડીની માળા પહેરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો