11 નવેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 1ના જાતકોને તણાવથી રાહત મળી શકે છે, આ લોકોએ આજે વડીલોના આશીર્વાદ લેવાં

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 11 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે તમે તમારા પરિવાર સાથે સમય વિતાવીને પ્રસન્ન રહેશો. લાંબા સમયથી ચાલી રહેલાં તણાવથી રાહત મળી શકે છે. નોકરી ઇચ્છતા લોકો માટે સમય સારો રહેશે. ગ્રહની વર્તમાન સ્થિતિ તમારા પક્ષમાં નથી.

શું કરવું- ગુરુજન કે વડીલના આશીર્વાદ લો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારો રસ વધશે. જે તમને નવી પોઝિટિવ ઊર્જા આપશે. ઘરના કાર્યો સાથે-સાથે અંગત કાર્યો ઉપર પણ ધ્યાન આપો. તમારી બેદરકારી અન્ય લોકોને નુકસાન પહોંચાડી શકે છે.

શું કરવું- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- બદામી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- નિયમિત કાર્યોથી દૂર કોઈ સ્થાને સમય વિતાવો. આ ઊર્જા અને તાજગીનો અનુભવ આપશે. ગ્રહ સ્થિતિ સારી છે. આ સમયનો સદુપયોગ કરો. સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો. ઉધરસ અને તાવ રહી શકે છે.

શું કરવું- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- કોઈ ધાર્મિક સમારોહમાં જવાની તક મળી શકે છે. લાંબા સમય પછી પરિવારને મળીને તમને આનંદ મળશે. નવી ઊર્જા સાથે કામ કરવા અંગે ધ્યાન આપો. જમીનનું કામ હાલ અટવાયેલું રહેશે.

શું કરવું- માતા સરસ્વતીની પૂજા કરો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે તમારે કોઈ પ્રિય મિત્રની આર્થિક કરવી પડી શકે છે અને એવું કરવાથી તમને આધ્યાત્મિક શાંતિ મળશે. કરિયરની કોઈ સારી જાણકારી મળવાથી યુવાઓને આનંદ થશે. વેપાર ક્ષેત્રમાં તમારી મહેનતને યોગ્ય પરિણામ મળશે.

શું કરવું- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- આસમાની

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યોમાં આજે થોડી ગતિ જોવા મળી શકે છે. તેનાથી ઘરમાં એક આરામદાયક અને શાંતિપૂર્ણ વાતાવરણ બનશે. આ સમયે કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવો મહત્ત્વપૂર્ણ છે.

શું કરવું- શિવલિંગ ઉપર દૂધ ચઢાવો

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- તક મળે તો જલ્દી તેને ઝડપી લો. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. તમને તમારી યોગ્યતા પ્રમાણે જ પરિણામ મળશે. થોડો સમય કોઈ સંત કે પોતાના ગુરુની સંગતિમાં વિતાવો. સહકર્મીઓ અને અધિકારીઓનો પણ યોગ્ય સહયોગ મળી શકે છે.

શું કરવું- માતા-પિતાના આશીર્વાદ લો

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- દૈનિક દિનચર્યા સિવાય થોડો સમય આત્મનિરીક્ષણમાં પણ વિતાવો. તેનાથી તમે શારીરિક અને માનસિક બંને પ્રકારે પોઝિટિવ અનુભવ કરશો. આ સમયે સમજી-વિચારીને લીધેલાં નિર્ણય ભવિષ્યમાં ફાયદો આપી શકે છે.

શું કરવું- ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજે તમારું કોઈ સપનું પૂર્ણ થઈ શકે છે. એટલે લક્ષ્ય પ્રાપ્તિ માટે આકરી મહેનત કરો. ઘર અને પરિવારની સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓની ખરીદી થશે. કોઈ અપ્રિય વ્યક્તિ ઘરે આવવાથી મૂડ ખરાબ થઈ શકે છે.

શું કરવું- માતા લક્ષ્મીની પૂજા કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2