ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-5
આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6-8ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
કાર્યાલયોમાં સહાયક પદે કામ કરનાર લોકો માટે કરિયરમાં લાભનો સમય છે. મીડિયાના કોપી રાઇટરોને સારી તક મળી શકે છે. સંતાનના કરિયરના મામલે સુખદ સ્થિતિ રહી શકે છે.
શું કરવુંઃ- શનિદેવ સામે તલના તેલનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ઉચ્ચ અધિકારીઓની નજીક આવવાની તક મળી શકે છે. મહત્ત્વપૂર્ણ સામાજિક પ્રતિષ્ઠાવર્ધક કામ પૂર્ણ થવાથી સુખ મળશે.
શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ચિત્રકારોને તેમની પ્રતિભા દર્શાવવાની સારી તક મળી સકે છે. વિક્રય પ્રતિનિધિઓને કામને લગતી દૂરની યાત્રા કરવી પડી શકે છે.
શું કરવુંઃ- વાછરડાને ગોળ-રોટલી આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
એર હોસ્ટેસને કરિયરમાં વધારે અનુકૂળતા રહી શકે છે. રમકડાનો કારોબાર કરનાર લોકોને સારો લાભ મળી શકે છે. તેલવાળું ભોજન કરવાનું ટાળો
શું કરવુંઃ- ગણેશ ભગવાનને સાત્વિક વરક ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગર્ભવતી મહિલાઓને તપાસમાં અનુકૂળતા રહી શકે છે. લોકો સુધી પોતાની વાત સહજતા સુધી પહોંચાડી શકો છો. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે.
શું કરવુંઃ- ગૌશાળામાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
પાર્કિંગ ઠેકેદારો માટે કમાણીનો સમય છે. ચૂંટણીનો મામલો પક્ષમાં આવી શકે છે. ટિકિટ મેળવવાની લડાઈ લડી રહેલાં રાજનેતાઓને પ્રસન્ન થવાની તક મળી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
કાર્ય સ્થળે બિનજરૂરી મગજમારી થઈ શકે છે. દરેક કાર્ય ધૈર્ય સાથે કરો. સામાજિક પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે. કાનની સમસ્યા પરેશાન કરી શકે છે.
શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તેનું જળ આંખ ઉપર લગાવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
વિધવાઓને નોકરી મેળવવાને લગતા મામલે અનુકૂળતા રહી શકે છે. સગાઈના મામલે પ્રગતિ શક્ય છે. પારિવારિક મામલાઓ કોર્ટમાં લઈને જશો તો અંગત જીવનમાં સાવધાની રાખવાની જરૂરિયાત છે.
શું કરવુંઃ- સિદ્ધ કુંજિકાસ્ત્રોતનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
કોઈ ખાસ વ્યક્તિના સહયોગથી તમારું કોઈ મહત્ત્વપૂર્ણ કામ બની શકે છે. કોઈ ખાસ ધાર્મિક આયોજનમાં ભાગીદારી શક્ય છે. લોકોની નજરમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે.
શું કરવુંઃ- સરસ્વતી દેવને નાડાછડીની માળા પહેરાવો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.