11 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારનો દિવસ અંક 9ના જાતકો માટે શુભ રહેશે, આ લોકોએ સરસ્વતી દેવીને નાળાછડીની માળા પહેરાવવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ-9 દિવસનો અંકઃ-6 મહિનાનો અંકઃ-3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ. અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ

અંકઃ-1

કોઇ ખાસ વાત કે કામ અંગે આજે પત્ની પાસેથી સલાહ લેશો તો લાભમાં રહેશો. દીકરીના લગ્નની કે સગાઈની વાત ચાલી રહી છે તો અનુકૂળ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે તલના તેલનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

હોસ્પિટલ ખોલવા માંગો છો તો યોજના બનાવી લો, અનુકૂળ સમય છે. મેડિકલ સ્ટોરના માલિકોનું કામ વધી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

સી. એ. અને સી. એસ.ના હાથે મોટું કામ પૂર્ણ થઇ શકે છે. કોસ્મેટિક્સના કારોબારીઓને મોટો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- વાછરડાને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

સુખી રહેવાનો સમય છે. કરિયર શરૂ થયું નથી તો આ અંગે અનુકૂળ સ્થિતિ રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

બોસના પદ ઉપર વિરાજમાન મહિલાઓને સફળતા મળી શકે છે. સ્ત્રી અંકના પુરૂષોને આગળ વધવાના અવસર મળશે.

શું કરવુંઃ- ગૌશાળામાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6

વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી શકે છે અથવા તેનો રસ્તો મલી શકે છે. બી.બી.એ અને એમ.બી.એ સાથે જોડાયેલાં લોકોને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

કોર્ટમાં કોઇ કેસ ચાલી રહ્યો હશે તો અનુકૂળતા મળશે. દુર્ઘટનાને લઇને સાવધાન રહેવું.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તે જળ માથા ઉપર લગાવવું.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

સ્વભાવમાં નિરાશા રહી શકે છે. માનસિક મુંજવણ દુઃખી કરી શકે છે. પરિવારના કોઇ વડલીને લઇને પરેશાની રહેશે.

શું કરવુંઃ- સિદ્ધ કુંજિકાસ્ત્રોતનો પાઠ કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

ન્યૂરો સમસ્યાના પીડિતોને ઇલાજમાં રાહત મળી શકે છે. ન્યૂરોના ડોક્ટરોને કોઇ ખાસ સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને નાળાછડીની માળા પહેરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો