10 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારનો દિવસ અંક 1ના જાતકો માટે શુભ રહેશે, આજે આ અંકના લોકોની દરેક ઇચ્છા પૂર્ણ થઈ શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 10 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે તમારી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. વ્યાવસાયિક સંદર્ભમાં મહત્ત્વકાંક્ષી યોજનાઓ શરૂ થઈ શકે છે. જો તમે ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવા ઇચ્છો છો તો તમને નિરાશા મળશે નહીં.

શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે યોજનાઓને પૂર્ણ સ્વરૂપથી શરૂ કરી શકાય છે અને તે તમને લાભદાયી પરિણામ પણ આપશે. નોકરિયાત જાતકો કાર્યસ્થળે પોતાનું કામ અને કર્તવ્યનિષ્ઠા માટે યોગ્ય સન્માન પ્રાપ્ત કરશે.

શું કરવુંઃ- ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- તમારી કોશિશ ફળ આપશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. તમે એક નવી પાર્ટનરશિપ કે એસોસિએશનમાં પ્રવેશ કરી શકો છો. તમારી સામાજિક સીમા વધશે અને તમે થોડા મહત્ત્વપૂર્ણ કનેક્શન સ્થાપિત કરી શકશો.

શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો

શુભ રંગઃ- બદામી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- તમારી લોકપ્રિયતા ચરમ સ્થાને રહેશે અને તમે અન્ય ઉપર વધારે પ્રભાવ પાડશો. જો તમે અધિકારીઓ સાથે વિવાદ કરવાથી બચશો તો તમે વ્યાવસાયિક ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી શકો છો.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- તમને અધિકારીઓ પાસેથી પૂર્ણ સહયોગ મળશે અને તમારી આવક, વેપાર અને અન્ય ઉપક્રમોમાં વધારો થશે. જો તમે નોકરિયાત છો તો એક સારી આવક કે પ્રમોશન પ્રાપ્ત કરી શકો છો.

શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોનો આશીર્વાદ લો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- સાહિત્ય કળા, લેખન, સંગીત, ફિલ્મ કે રમત જેવા રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. તમારા કામ અને વ્યવસાયમાં પોઝિટિવિ વિકાસ થશે.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- આસમાની

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- વ્યાવસાયિક સંદર્ભમાં આશાવાદી દૃષ્ટિકોણ સાથે કાર્યસ્થળે તમે ખૂબ જ ઊર્જાવાન રહેશે. તમે તમારા વ્યવહારમાં વધારે સફળ થશો અને ગ્રાહકો સાથે સ્થાયી સંબંધ બનાવશો.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- નોકરિયાત જાતકો માટે સમય અનુકૂળ નથી. અજાણ લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાન રહો. પોતાના કામને પોતાના પરિવારના સમયમાં વિઘ્ન બનવા દેશો નહીં.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજે તમારા સહકર્મી સમૂહના મધ્ય તમારી લોકપ્રિયતામાં વધારો થશે. વ્યાવસાયિક રીતે દરેક વસ્તુઓ યોગ્ય રીતે ચાલતી રહેશે અને તમને સારી પ્રગતિ પ્રાપ્ત થશે. તમારી આવક વધશે.

શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવો.

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 6

અન્ય સમાચારો પણ છે...