10 નવેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 9ના જાતકો માટે સપના સાકાર કરવાનો દિવસ છે, આ લોકોએ આજે પોતાનો સંકલ્પ દૃઢ રાખવો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 10 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આ સમયે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનનીય પદનું સર્જન થશે. કરિયરને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહ વધશે. વેપારમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આકરી મહેનત કરવી પડશે.

શું કરવું- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે તમને કોઈ નવી જાણકારી કે સમાચાર મળી શકે છે. વાતચીતથી તમે તમારું કામ કઢાવી લેશો. મિત્રોનો સહયોગ અને તમારો સાહસ વધી શકે છે. આવકના સાધનોમાં વધારા સાથે-સાથે ખર્ચ પણ વધી શકે છે.

શું કરવું- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- જેમ-જેમ ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધશે, તેમ-તેમ તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે. આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને જબરદસ્ત શક્તિ આપી રહી છે. પાડોસી સાથે વિવાદ પણ થઈ શકે છે.

શું કરવું- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- બપોરના સમયે લાભકારી સ્થિતિ બની શકે છે. સમાજમાં પણ તમારું ખાસ માન-સન્માન વધશે. કાર્યક્ષમતામાં ખામીના કારણે તમે તમારા કાર્યોને યોગ્ય રીતે કરી શકશો. હાલ કોઈ નવું કામ કરવા માટે યોગ્ય સમય નથી.

શું કરવું- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- તમારું સ્વાભિમાન અને આત્મવિશ્વાસ તમારી ઉન્નતિમાં સારું સાબિત થશે. પરિવારના સુખ સાથે જોડાયેલી વસ્તુઓની ખરીદી પણ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમે તમારી મહેનત અને આવડતથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાની કોશિશ કરશો.

શું કરવું- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજે તમારું સંપૂર્ણ ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે અને તમે તેમાં સફળ પણ રહેશો. કોઈ સાથે અચાનક મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. યુવાઓને મનોરંજનમાં સમય બરબાદ કર્યા વિના પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવું જોઈએ.

શું કરવું- ગણેશજીની પૂજા-આરાધના કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે તમારું ધ્યાન ભવિષ્યના લક્ષ્ય તરફ કેન્દ્રિત રહેશે. છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યો હવે પૂર્ણ થશે. લાભકારી સંપર્ક સ્થાપિત થઈ શકે છે. કામ સાથે જોડાયેલી કોઈ નજીકની યાત્રા તમારા મહાન ભવિષ્યના દ્વાર ખોલી શકે છે.

શું કરવું- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે ગ્રહ ગોચર તમારા માટે લાભકારી સ્થિતિમાં રહેશે. તમે વિવિધ ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો અને સામાજિક સીમાઓમાં પણ વધારો કરશો. વેપાર વધારવા માટે જનસંપર્ક અનેકવાર ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શું કરવું- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ સપના સાકાર કરવાનો છે. તમે તમારા દૃઢ સંકલ્પથી મુશ્કેલ કાર્યોને પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. ઘરેલૂ કાર્યોમાં થોડો સમય પસાર થશે. વેપારમાં નાના-મોટા ઉતાર-ચઢાવ આવી શકે છે.

શું કરવું- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 2