10 મેનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 1ના જાતકોનું મનોબળ વધી શકે છે, આ લોકોએ આજે ગણેશજી સામે દેસી ઘીનો દીવો પ્રગટાવવો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 6ની અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

આઉટડોર ટીમ-સ્પોર્ટ્સ કોચ વધુ અનુકૂલનશીલ લાગે શકે છે. સારા મિત્રની નોકરીના મામલામાં તમારે મદદ કરવી પડી શકે છે. ધાર્મિક યાત્રા થઈ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

મહિલા સંખ્યાના વર્ચસ્વ ધરાવતા રાજકારણીઓને આંચકો મળી શકે છે. વિદેશી કંપનીઓના અધિકારીઓએ સાવધાન રહેવું પડશે. ગઠબંધન સરકારના વડાઓને પ્રતિકૂળતાનો સામનો કરવો પડી શકે છે

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલથી જ્યોત પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

મનોચિકિત્સકો કેટલાક નોંધપાત્ર કેસમાં ખ્યાતિ મેળવી શકે છે. જો કોઈ ખાસ આર્થિક સમસ્યા હોય તો ખાસ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- ગોળનું દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

હોટેલ વેપારનું કામ આગળ વધી શકે છે. ખાનગી ક્ષેત્રના બેન્કરો અને ફાઇનાન્સર્સ વધુ અનુકૂળ રહી શકે છે. મેડિકલ ઇન્ટર્નશિપ ધરાવતા લોકોને કરિયરની મોટી તક મળી શકે છે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

રમકડાં બનાવનાર કંપનીઓ વધુ સુસંગતતા અનુભવી શકે છે. ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વેપારીઓ માટે લાભની સ્થિતિ બની શકે છે. સંબંધીઓ સાથે તણાવ ટાળો. ખભાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

શું કરવુંઃ- પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સરકારી ટ્રેઝરી ઇન્ચાર્જ માટે કામકાજનો દિવસ છે. સરકારી માહિતી અને જનસંપર્ક અધિકારીઓને વિશેષ જવાબદારી મળી શકે છે.

શું કરવુંઃ- દેવીને શ્રૃંગાર-સામગ્રી ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

વેબ ડિઝાઇનર્સને સારી નોકરી મળી શકે છે. જૂની નોકરીવાળી કંપનીમાં અટવાયેલા રૂપિયા મળી શકે છે. ધંધામાં બદલાવના કિસ્સામાં સાનુકૂળ પરિણામ મળી શકે છે. ઉતાવળમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો ન લો.

શું કરવુંઃ- પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

જો તમે નોકરી માટે અરજી કરવા માંગો છો તો આજનો દિવસ અનુકૂળ છે. ધાર્મિક કાર્યોમાં વિશેષ રૂચિ રહી શકે છે. અપરિણીત છોકરીઓને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

શું કરવુંઃ- સુંદરકાંડનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોઈપણ સંસ્થા/કોર્સમાં એડમિશન લેવા માગો છો તો આજનો દિવસ અનુકૂળ છે. આઉટડોર ખેલાડીઓ નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે.

શું કરવુંઃ- ભૈરવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી