ગુરુવાર, 1 ડિસેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- આજનું ગ્રહ ગોચર તમારા માટે અનુકૂળ સ્થિતિ બનાવી રહ્યું છે. હાલ હજું વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને કૌશલ્યના કારણે ઘરમાં સમાજમાં એક સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો.
શું કરવુંઃ- ભગવાન વિષ્ણુની આરાધના કરો
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 9
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- દિવસની શરૂઆતમાં થોડી પરેશાનીઓ રહેશે. બપોર પછી સ્થિતિ તમારા અનુકૂળ રહેશે. કોઈ શુભચિંતકની મદદ તમારા માટે આશાનું કિરણ લઈને આવશે. દિવસની શરૂઆત થોડી કષ્ટદાયી છે એટલે ધૈર્ય અને સંયમથી કામ લેવું.
શું કરવુંઃ- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- સામાજિક અને રાજનીતિના ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. સંતાનના કરિયર સાથે જોડાયેલી કોઈ સમસ્યાનું સમાધાન શોધવાની જરૂરિયાત છે. કામકાજના રૂટીનમાં થોડો ફેરફાર તમારી ક્ષમતામાં નફો કરશે.
શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો
શુભ રંગઃ- રીંગણી
શુભ અંકઃ- 4
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- ધાર્મિક સંગઠનો સાથે જોડવવું કે સહયોગ કરવાથી તમને સુકૂન મળી શકે છે. સાથે જ, આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. પરિવાર અને સંતાન સાથે ભાવનાત્મક જુડાવ મજબૂત થઈ શકે છે.
શું કરવુંઃ- ગાયત્રી ચાલીસાનો પાઠ કરો
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 4
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- જો તમે વ્યવહારિક રીતે તમારા કામને પૂર્ણ કરવાની કોશિશ કરશો તો ચોક્કસ સફળતા તમને મળી શકે છે. સંતાનપક્ષ પાસેથી પણ સંતોષજનક સમાચાર મળી શકે છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં થોડાં મામલાઓ ગુંચવાઇ શકે છે.
શું કરવુંઃ- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો
શુભ રંગઃ- નારંગી
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- આજનો દિવસ થોડો સંતોષજનક છે. જે લોકો તમારા વિરૂદ્ધ હતા આજે તેઓ તમારા પક્ષમાં આવી જશે. સંબંધોમાં પણ અનેક પ્રકારના સુધાર આવી શકે છે. આ સમયે દરેક કામ શાંતિથી પૂર્ણ થઈ જશે.
શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો
શુભ રંગઃ- સોનેરી
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- થોડો સમય વડીલો સાથે પણ પસાર કરો. તેમના અનુભવોને આત્મસાત કરવાથી તમે જીવનના થોડાં મહત્ત્વપૂર્ણ સ્તરોથી અવગત થશો. સંતાન પક્ષ પાસેથી પણ સંતોષજનક સમાચાર મળી શકે છે.
શું કરવુંઃ- લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવવો
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 8
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- પ્રોપર્ટી સાથે જોડાયેલાં કોઈપણ કામને કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રા સાથે જોડાયલો યોગ પણ બની રહ્યો છે. યાત્રા દરમિયાન સુરક્ષાનું પણ ધ્યાન રાખો.
શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો
શુભ રંગઃ- કાળો
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- તમે તમારા કુશળ વ્યવહારથી ઘર અને વેપાર બંનેમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો. આ બંને જગ્યાએ સુખદ વાતાવરણ રહેશે. કોઈ લાભકારી નજીકની યાત્રા પણ શક્ય બની શકે છે.
શું કરવુંઃ- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.