તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 એપ્રિલનું અંક ભવિષ્ય:બુધવારે વિઘ્નો દૂર કરવા, અંક 9ના જાતકોએ ગણેશ ભગવાનને સિંદૂર અને માલપુઆ ચઢાવવા

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1       ભાગ્ય અંકઃ- 9     દિવસનો અંકઃ- 5    મહિનાનો અંકઃ- 4       ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 5 ની અંક 1-4 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ.

અંકઃ-1
પ્રશાસનિક અધિકારીઓને વધારે અનુકૂળતા રહેશે. સરકારી ઠેકેદારોને સારો અવસર પ્રાપ્ત થશે. ગાડી સાવધાનીથી ચલાવો.
શું કરવુંઃ- શનિદેવને કાળા તલ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------

અંકઃ-2
પાર્ટનરશિપમાં ચાલી રહેલાં કામની તપાસ કરો. નજીકના પરિજનોની વાત ઉપર ગુસ્સે થઇને પ્રતિક્રિયા આપશો નહીં.
શું કરવુંઃ- હનુમત સ્તવનનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------

અંકઃ-3
લેખકો/ સાહિત્યકારો માટે ઉપલબ્ધિકારક સમય રહેશે. મિત્ર વર્ગનો વ્યવહાર સહયોગપૂર્ણ રહેશે. ઘર બેઠા ખાસ સમાચાર પ્રાપ્ત થશે.
શું કરવુંઃ- વાછરડાને રોટલી આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી
--------------

અંકઃ-4
આઉટડોર રમતના ખેલાડીઓ માટે ઉપલબ્ધિવાળો સમય રહેશે. જૂનું ઓપરેશન પરેશાની ઊભી કરી શકે છે.
શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------

અંકઃ-5
ખોદકામનું કામ કરતાં સરકારી ઠેકેદારો માટે અશુભ સમય. કપડાના કારોબારીઓ માટે સંભાળીને કામ કરવાનો સમય છે
શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------

અંકઃ-6
બજારની દોડભાગ ચિંતા કરાવી શકે છે. માનસિક અશાંતિ બાધિત થઇ શકે છે. ધૈર્ય જાળવી રાખો.
શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતી ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------

અંકઃ-7
મોટી દીકરી માટે લાભકારી સ્થિતિ રહેશે. સહાયક શ્રેણીના કર્મચારીઓ માટે તુલનાત્મક રૂપથી વધારે ભાગદોડ અને પરેશાની રહેશે. લોહી સંબંધી સમસ્યા રહેશે.
શું કરવુંઃ- સૂર્યદેવને અર્ધ્ય આપો અને તેનું જળ આંખમાં લગાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------

અંકઃ-8
મોટા ભાઈ સાથે તાલમેલ ખરાબ થઇ શકે છે. સરકારી પક્ષથી પ્રતિકૂળતા રહેશે. માથાનો દુખાવો રહેશે.
શું કરવુંઃ- ઘાટ્ટા રંગની રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------

અંકઃ-9
હથિયારોના કારોબારીઓ માટે લાભકારી સ્થિતિ રહેશે. કરોડરજ્જુમાં દુખાવો રહેશે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર અને માલપુઆ ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

અન્ય સમાચારો પણ છે...