શુક્રવારનું રાશિફળ:એકસાથે બબ્બે શુભ યોગ ધન, મકર સહિત 6 રાશિ માટે શુભ ફળ લાવશે, નોકરી-વ્યવસાય, ખરીદી માટે શુભ દિવસ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

9 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સુકર્મા અને પ્રજાપતિ નામના બે શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે કર્ક રાશિના જાતકો માટે દિવસ ફાયદાનો રહેશે. સિંહ રાશિના લોકો માટે ખરીદી કે મોટી ડીલ થવાના યોગ છે. મિથુન રાશિના લોકો નોકરીમાં કંઇક પરિવર્તન કરવાનું વિચારતા હોય તો દિવસ સારો છે. કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધન રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો રહેશે. મકર રાશિના લોકોની આવકના સ્રોતમાં વધારો થઈ શકે છે. આ સિવાયની અન્ય રાશિઓના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે.

9 સપ્ટેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- અનેક પ્રકારની ગતિવિધિઓમાં આજનો દિવસ પસાર થશે અને યોગ્ય પરિણામ પણ મળશે. પોતાના ભવિષ્યને લગતી યોજનાઓને મૂર્તસ્વરૂપ આપવા માટે યોગ્ય સમય છે. આ સમયે તમને તમારી આવડત દર્શાવવા માટે સારી તક મળશે.

નેગેટિવઃ- કોઈ સંબંધી સાથે ક્લેશની સ્થિતિ બની શકે છે, જેના કારણે મન થોડું નિરાશ રહેશે. થોડો સમય ધાર્મિક કે આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. ખોટા ખર્ચ ઉપર કાપ મુકવો પણ જરૂરી છે.

વ્યવસાયઃ- તમારી સારી વ્યાવસાયિક કાર્યપ્રણાલીથી લોકો પણ તમારી કાર્યક્ષમતાના ફેન થઈ જશે.

લવઃ- તમારા પ્રિયજન સાથે ભેટની લેવડ-દેવડ સંબંધોને મજબૂત બનાવશે.

સ્વાસ્થ્યઃ- તણાવથી બહાર આવવા માટે પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે મલેજોલ વધારો

-----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- દિવસને વ્યવસ્થિત જાળવી રાખવા માટે તમે ખાસ કોશિશ કરશો. પરિવાર તથા આર્થિક મામલાઓ પ્રત્યે તમારું ધ્યાન રહેશે. ખાસ કરીને મહિલા વર્ગ પોતાના ઘર તથા બહાર બંને જગ્યાએ તાલમેલ જાળવીને આગળ વધશે.

નેગેટિવઃ- તમારા ઉપર કામનો ભાર વધારે લેશો નહીં. આર્થિક મામલે પરિવારના બજેટનું ખાસ ધ્યાન રાખવું. વધારે કામના કારણે થોડી નબળાઈ અનુભવ થશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે કોશિશ કરવી પડશે.

વ્યવસાયઃ- વેપારમાં થોડા પડકારનો સામનો કરવો પડશે.

લવઃ- લગ્નજીવનમાં તાલમેલનો અભાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી તમારી સમસ્યાઓ વધારી શકે છે.

-----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પારિવારિક વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું ખાસ યોગદાન રહેશે. તમારા કાર્યોમાં તમારી રચનાત્મકતા અને શાલીનતા ઝલકશે. માનસિક શાંતિથી દિવસ પસાર થશે. ઘરમાં સંતાનના લગ્નને લગતી તૈયારીઓનું પણ કામ વધશે.

નેગેટિવઃ- કોઈ વાતને લઈને તમે નિરાશ થઈ શકો છો. તમારું મનોબળ નબળું પડવા દેશો નહીં. આ સમયે તમારે તમારી કોશિશ વધારવાની જરૂરિયાત છે. આજે કોઈપણ પ્રકારનું રિસ્ક લેશો નહીં.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં ભાગદોડની સ્થિતિ રહેશે.

લવઃ- ઘરમાં સુખ અને મોજ-મસ્તીનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી તમને ઝડપથી ઊર્જાવાન તથા સ્વસ્થ બનાવશે.

-----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે ધન કમાવવાની નવી-નવી કોશિશ રહેશે. કોઈપણ કામની સારી શરૂઆત થશે. સામાજિક કાર્યક્રમમાં તમારી હાજરી રહેશે. પરિવાર સાથે કોઈ બહાર સ્થાને હરવા-ફરવા જવાનું થશે.

નેગેટિવઃ- લોકોની ગતિવિધિઓથી અજાણ રહેશો નહીં. થોડી તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહો.

વ્યવસાયઃ- તમારા વ્યાવસાયિક સંપર્ક વધારે મજબૂત કરવાથી કાર્યપ્રણાલીમાં સુધાર આવશે.

લવઃ- ઘર-પરિવાર તથા સંબંધીઓ પ્રત્યે તમે તમારી જવાબદારી યોગ્ય રીતે નિભાવશો

સ્વાસ્થ્યઃ- નાની-મોટી સિઝનલ બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

-----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- જૂની ભૂલોથી બોધપાઠ લઈને તમે તમારું વર્તમાન સારું બનાવશો. નવી ગાડી ખરીદવાનો પણ યોગ બની રહ્યો છે. વીમા, રોકાણ તથા જમીન-સંપત્તિ જેવી ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. પારિવારિક ગતિવિધિઓમાં પણ મધુર સમય પસાર થશે.

નેગેટિવઃ- બપોર પછી થોડી અસમંજસની સ્થિતિ રહેશે. આ સમયે ધૈર્ય રાખવું ખૂબ જ જરૂરી છે. ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરો. મનમાં થોડી ગભરામણ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં વધારે સુધાર લાવો.

લવઃ- પારિવારિક સભ્યો વચ્ચે સારો તાલમેલ રહેશે

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

-----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા કાર્યો પ્રત્યે જેટલી વધારે મહેનત કરશો, તેના પ્રમાણમાં સારું પરિણામ મળશે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે તથા તમે એક સારા મેજબાન સાબિત થશો. આર્થિક સ્થિત પહેલાં સુદૃઢ રહેશે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર રહેશે.

નેગેટિવઃ- તમને ન ગમતાં કંટાળાજનક કામ પણ આજે કરવા પડી શકે છે. આ સમયે તમારે થોડા પોતાના લોકોથી બચીને રહેવું પડશે, તેઓ તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. જમીનને લગતા વિવાદ હાલ રહેશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં આજે કોઈ ખાસ સફળતા મળશે નહીં.

લવઃ- ઘરના બધા સભ્યોનો એકબીજા સાથે તાલમેલ ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે એસિડિટી અને ડાઇઝેશનને લગતી પરેશાની રહેશે.

-----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારી ચતુરાઈ અને સમજણથી કાર્યોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. મિત્રો અને સહયોગીઓ પાસેથી સહયોગ મળી શકે છે. દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું. સંતાન પક્ષ પાસેથી રાહતની આશા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારા વ્યવહારને સંયમિત રાખો. આ સમયે કોઈ નિર્ણય ખોટો લેવાઇ શકે છે, જેના કારણે નકારાત્મક પરિણામ ભોગવવા પડી શકે છે. સાવધાન રહો. કોઈ દુઃખદ સમાચાર મળવાથી નિરાશા રહેશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યપ્રણાલી વધારે સારી બનશે.

લવઃ- લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઈ પરેશાની રહી શકે છે.

-----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલ સભ્યોના માર્ગદર્શનમાં કોઈ ખાસ કાર્ય સંપન્ન થઈ શકે છે. ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યોમાં પણ રસ રહેશે. ઘરમાં સંબંધીઓના આગમનથી ઉત્સવનું વાતાવરણ રહેશે. એકબીજા સાથે વાત કરવાથી અનેક પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારી કોઈ મહત્ત્વપૂર્ણ વાત ઉજાગર થઈ શકે છે એટલે દરેક કાર્ય સાવધાનીમાં સમજી-વિચારીને કરો. ખર્ચ વધારે રહેશે. કોઈપણ પ્રકારની ઉધારી યોગ્ય નથી.

વ્યવસાયઃ- વેપારમાં થોડાં બહારના લોકોની દખલ રહી શકે છે.

લવઃ- ઘરના વાતાવરણને શાંતિપૂર્ણ જાળવી રાખવા માટે એકબીજા સાથે તાલમેલ રાખવું જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન પરિસ્થિતિઓ અને સિઝનમાં ફેરફારના કારણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરશો.

-----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડા ખાસ લોકો સાથે મુલાકાતની તક બનશે. ભરપૂર સહયોગ પણ મળશે. તમે તમારી કાર્યક્ષમતાને શ્રેષ્ઠ સાબિત કરશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો. નવી યોજનાઓ અને રોકાણની શક્યતા છે.

નેગેટિવઃ- કોઈની સલાહ ઉપર વિશ્વાસ કરતા પહેલાં તેના અંગે યોગ્ય વિચાર પણ કરવો જરૂરી છે. જેના કારણે માનહાનિની પણ સ્થિતિ બનશે. વિદ્યાર્થી મિત્રો સાથે હરવા-ફરવા અન મનોરંજનમાં સમય ખરાબ ન કરે.

વ્યવસાયઃ- વેપારને લગતા કોઈપણ લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવી રાખો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની સાથે ચલાવવું

-----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આવકના સ્ત્રોતમાં આશા કરતા વધારે વધારો થશે. તમારી દૃઢ ઇચ્છાશક્તિ તમને સારી સફળતા પ્રદાન કરશે. લોકો સાથે વિચારોનું આદાન-પ્રદાન જેવી ગતિવિધિઓમાં સમય પસાર થશે અને માનસિક શાંતિ પણ જળવાશે.

નેગેટિવઃ- થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમને પરેશાન કરી શકે છે અને તમારા અંગે ખોટી અફવાહ ફેલાવી શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ જાળવી રાખો. યુવાઓને પોતાની મહેનત પ્રમાણે પરિણામ મળવાથી રાહતનો શ્વાસ લેશે.

વ્યવસાયઃ- આ સમયે માર્કેટિંગને લગતી ગતિવિધિઓમાં ધ્યાન આપવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરેલૂ મુદ્દાને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારું પેટ ખરાબ થવું અને ગેસ જેવી પરેશાની રહી શકે છે.

-----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં ફેરફાર લાવવો તમારા વ્યક્તિત્વને વધારે શ્રેષ્ઠ બનાવશે. વડીલોની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ કરવું તમારા માટે લાભદાયી રહેશે. ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય આપવાથી તમને શાંતિ મળશે.

નેગેટિવઃ- બપોર પછી થોડી અસ્ત-વ્યસ્ત દિનચર્યા રહેશે. થોડા પારિવારિક મુદ્દા પરેશાન કરી શકે છે. તમારો આત્મવિશ્વાસ ડગમગાઇ શકે છે. કોઈ મિત્ર કે સંબંધીની સલાહ તમને યોગ્ય રસ્તો બતાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં પોતાના વિરોધીની ગતિવિધિઓને હળવાશમાં લેશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલનો ભાવ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે તણાવ અને થાક હાવી રહી શકે છે.

-----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો અને યોગ્ય પરિણામ મળવાથી થાક પણ અનુભવશો નહીં. વિદ્યાર્થી તથા યુવાઓને ઇન્ટરવ્યૂ પરીક્ષામાં સફળતા મળી શકે છે. અનેક લગ્ન સમારોહમાં જવાની તક મળશે.

નેગેટિવઃ- કોઈ ખાસ કાર્યને લઇને દોડભાગ રહેશે. પ્રોપર્ટીની ખરીદી કે વેચાણને લગતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્ય પ્રણાલી પહેલાં કરતા વધારે સારી રહેશે.

લવઃ- સંબંધોને વધારે સુંદર અને સુખમય બનાવીને રાખવામાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- શુગર, બ્લડ પ્રેશરનું પૂર્ણ ધ્યાન રાખવું

અન્ય સમાચારો પણ છે...