9 સપ્ટેમ્બરનું રાશિફળ:બુધવારે વૃષભ અને કુંભ જાતકોને શુભ સમાચાર મળશે, મકર રાશિના લોકોની ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

9 સપ્ટેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષ:-

પોઝિટિવઃ- મોટાભાગનો સમય વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં પસાર થશે. સફળતા મળવાથી માનસિક શાંતિ પણ અનુભવ થશે. આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળદાયક છે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે કાર્ય કરવામાં પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. અન્યની વાતોમાં આવીને પોતાનું નુકસાન કરી શકો છો. તમારા નજીકના મિત્રો અને સંપર્ક સૂત્રો સાથે સંબંધ સારા જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ દિવસ અતિ ઉત્તમ રહેશે.

લવઃ- ઘરના સભ્યોનો એકબીજા સાથે સારો તાલમેલ વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી પરેશાની થઇ શકે છે.

---------------------------

વૃષભ:-

પોઝિટિવઃ- ઘરમાં રિનોવેશન તથા સજાવટ સંબંધિત પરિવર્તન કરવાની યોજના બનશે. રચનાત્મક કાર્યોમાં પણ રસ રહશે. યુવા વર્ગને પોતાના કરિયર સંબંધિત શુભ સમાચાર મળવાથી તણાવમાંથી છુટકારો મળશે.

નેગેટિવઃ- ઘર તથા પોતાના ઉપર વધારે સમય વ્યતીત કરવાના કારણે તમારાં મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. આ સમયે તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાનને સંયમિત રાખો.

---------------------------

મિથુન:-

પોઝિટિવઃ- આજે થોડો સમય પોતાના રસ સંબંધિત કાર્યો કરવામાં પસાર કરો. જેથી તમે પોતાને ફરી ફ્રેશ અનુભવ કરશો. તમારી દિનચર્યા સંબંધિત કાર્યમાં સંપૂર્ણ ઊર્જા સાથે ધ્યાન લગાવી શકશો.

નેગેટિવઃ- ડ્રાઇવ કરતી સમયે ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખો. કોઇ મોટું રોકાણ કરતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ સંબંધિક કોઇપણ કાર્યમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે.

લવઃ- તમારો થાક અને તણાવ દૂર કરવા માટે પરિવારના લોકો સંપૂર્ણ સહયોગ કરશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન સિઝનના કારણે સાંધામાં દુખાવાની સમસ્યા રહેશે.

---------------------------

કર્ક:-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. અટવાયેલું કે ઉધાર આપેલું ધન પાછું મળવામાં રાહતનો અનુભવ થશે. તમારી વ્યવહાર કુશળતા દ્વારા કોઇપણ પ્રકારના કામ કઢાવવામાં તમે સક્ષમ રહેશો.

નેગેટિવઃ- રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ તૈયાર રહેશે. ક્યારેય મનમાં નિરાશાજનક તથા નકારાત્મક વિચાર ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં સારી પરિસ્થિતિ બની રહી છે.

લવઃ- પારિવારિક જીવનમાં કોઇ સભ્યના કારણે તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાક રહેશે.

---------------------------

સિંહ:-

પોઝિટિવઃ- તમારે તમારા વ્યક્તિત્વ અને રહેણી-કરણી પ્રત્યે વધારે સજાગ રહેવું. લોકો વચ્ચે આકર્ષણનું કારણ બનશો. સમાજમાં તમારી છાપ વધારે નિખરશે. જીવન પ્રત્યે તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા માન-સન્માનને વધારશે.

નેગેટિવઃ- ધન સંબંધિત કોઇ પ્રકારની લેવડ-દેવડમાં સાવધાની રાખો. તમારી સાથે વિશ્વાસઘાત થઇ શકે છે. જમીન સંબંધિત ખરીદી કરતી સમયે પેપર વર્ક ધ્યાન રાખીને કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા કામની ક્વોન્ટિટી સાથે-સાથે ક્વોલિટી ઉપર પણ ધ્યાન આપો.

લવઃ- તમારા વ્યસ્ત સમયમાંથી થોડો સમય પરિવાર માટે પણ કાઢો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

---------------------------

કન્યા:-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ ધાર્મિક કાર્યના આયોજન સંબંધિત યોજના બનશે તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં દિવસ પસાર થશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- યુવા વર્ગ પોતાના ભવિષ્ય સંબંધિત કામોની જગ્યાએ મોજ-મસ્તીમાં સમય પસાર કરશે. થોડા અસામાજિક લોકો સાથે તમારા સંબંધ બંધાઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓને કોઇ સામે જાહેર કરશો નહીં.

લવઃ- જીવનસાથી સાથે ઘરની સમસ્યાને લઇને મતભેદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

---------------------------

તુલા:-

પોઝિટિવઃ- કોઇ પારિવારિક સમસ્યામાં તમારી યોગ્ય સલાહને વધારે મહત્ત્વ આપવામાં આવશે. જેના કારણે તમે તમારી અંદર અને વધારે આત્મવિશ્વાસ અનુભવ કરશો.

નેગેટિવઃ- કોઇ નજીકના વ્યક્તિ જ તમને દગો આપી શકે છે અને તમારા માટે કોઇ ગેરસમજ પણ ઊભી કરી શકે છે. આજે કોઇપણ પ્રકારના ધનની લેવડ-દેવડ ન કરશો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સુધાર લાવવા માટે વધારે વિચારવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે પરિવાર તથા તેમની દેખરેખમાં પૂર્ણ સહયોગ આપવાથી તમારા સંબંધો વધારે મજબૂત બનશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે તમે તમારી આંતરિક ઊર્જામાં ઘટાડાનો અનુભવ કરશો.

---------------------------

વૃશ્ચિક:-

પોઝિટિવઃ- ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે. એટલે તેમનું આત્મ સન્માન કરવું અને તેમના પ્રત્યે સેવાભાવ રાખવો તમારી ફરજ છે. આજનો દિવસ મહિલાઓ માટે ઉત્તમ ફળદાયક રહેશે.

નેગેટિવઃ- નકારાત્મક વાતને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે તમારા પોતાના લોકો સાથે જ સંબંધ ખરાબ થઇ શકે છે. તમારી ક્ષમતા કરતાં વધારે કામ કરવાની અસર સ્વાસ્થ્ય ઉપર પણ પડશે.

વ્યવસાયઃ- વ્યવસાય સંબંધિત પ્રતિસ્પર્ધામાં તમારે વધારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે પોઝિટિવ વ્યવહાર તમારા સંબંધોને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે પગમાં દુખાવાની તકલીફ રહેશે.

---------------------------

ધન:-

પોઝિટિવઃ- પ્રોપર્ટીની ખરીદારી સંબંધિત કોઇ યોજના બની રહી છે તો આજે તના ઉપર અમલ કરવાનો ઉત્તમ સમય છે. સફળતા અવશ્ય મળશે. સામાજિક તથા રાજનૈતિક કાર્યોમાં પણ તમને માન-સન્માન મળશે.

નેગેટિવઃ- અજાણ્યા લોકો ઉપર વધારે વિશ્વાસ ન કરો. કોઇ તમારી સાથે દગાબાજી કરી શકે છે. ડ્રાઇવ કરતી સમયે પણ સાવધાની રાખો, ઘાવ કે દુર્ઘટના થવાના યોગ બની રહ્યા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડી સમજદારી અને ધ્યાન પૂર્વક કામ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.

લવઃ- તમારા કાર્યમાં જીવનસાથીની સલાહ લેવી તમારા માટે લાભદાયક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ તથા એલર્જી જેવી સમસ્યા રહેશે.

---------------------------

મકર:-

પોઝિટિવઃ- ઘરમાં મહેમાનોના પ્રવેશથી મનોરંજન અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઇ ધાર્મિક આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- તમારી યોજનાઓ અને ગતિવિધિઓને કોઇ સામે જાહેર કરશો નહીં. આળસ તથા વધારે સમજવા-વિચારવામાં સમય પસાર કરવાનો અવસર હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન સમય તમારા માટે સારો છે. તમારી મહેનત અને ઊર્જા તમારાં કાર્યોમાં લગાવો.

લવઃ- દાંપત્ય જીવનમાં નાની-નાની વાતોને નજરઅંદાજ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફાર થવાથી છાતી સાથે સંબંધિત વિકાર ઉત્પન્ન થઇ શકે છે.

---------------------------

કુંભ:-

પોઝિટિવઃ- પ્રભાવશાળી વ્યક્તિ સાથે સંબંધ સ્થાપિત થવા તમારા બંને માટે લાભદાયક રહેશે. આજે અસ્ત-વ્યસ્ત થયેલી વસ્તુઓ ફરી વ્યવસ્થિત શરૂ થઇ જશે. આજે કોઇ નજીકના સબંધી પાસેથી શુભ સમાચાર મળવાથી પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- તમે કોઇ ષડયંત્રના શિકાર થઇ શકો છો. એટલે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. તમારા ગુસ્સા અને કટુ વાણી ઉપર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ- આજે ગ્રહ ગોચર તથા ભાગ્ય વ્યવસાયિક દૃષ્ટિથી તમારા પક્ષમાં રહેશે.

લવઃ- પારિવારિક સભ્યોની વચ્ચે યોગ્ય તાલમેલથી ઘરની ઊર્જા પોઝિટિવ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ, એસિડિટીના કારણે માઇગ્રેન કે માથાનો દુખાવો થઇ શકે છે.

---------------------------

મીન:-

પોઝિટિવઃ- વ્યસ્તતાના કારણે તમારા પરિવારમાં સંબંધીઓ સાથે પણ થોડો સમય પસાર કરો. જેથી તમે પોતાને ફરી ઊર્જાવાન અનુભવ કરશો. તમારી કામ કરવાની આવડત દ્વારા આશા કરતાં વધારે લાભ મળવાથી પ્રસન્ન રહેશો.

નેગેટિવઃ- તમારા કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ કાર્યને આજે ટાળી દો. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. કોઇ નજીકના વ્યક્તિની ઈર્ષ્યાની ભાવનાથી બદનામી કે ખોટો આરોપ તમારા ઉપર લાગી શકે છે.

વ્યવસાયઃ- મીડિયા કે ફોન દ્વારા તમને મહત્ત્વપૂર્ણ કરાર મળી શકે છે. તેના ઉપર મહેનત અને એકાગ્રતા સાથે કાર્ય કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- હોર્મોન્સ સંબંધિત કોઇ પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...