શનિવારનું રાશિફળ:શનિવારે ગ્રહ સ્થિતિ અને ભાગ્ય ધન જાતકોના પક્ષમાં રહેશે, આર્થિક મામલે થોડું સાવધાન રહેવું

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

9 ઓક્ટોબર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશે. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ તમારું પૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ- અકારણ જ મનમાં નિરાશા જેવી સ્થિતિ અનુભવ થઈ શકે છે. નજીકના મિત્રો કે સંબંધીઓ સાથે કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થઈ શકે છે એટલે સંબંધોને ખરાબ થવા દેશો નહીં. બાળકોની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો

વ્યવસાયઃ- વેપારમાં કામ કે પ્રોડક્ટની ક્વોલિટીને યોગ્ય જાળવી રાખો.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- બદલાતા પરિવેશના કારણે થોડી નીતિઓ તમને બનાવી છે, તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વીમા તથા રોકાણને લગતા કાર્યોમાં પણ રૂપિયાનું રોકાણ કરવું ઉત્તમ રહેશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઈને પોતાના અંગે મનન અને ચિંતનમાં પસાર કરો.

નેગેટિવઃ- રૂપિયાની ઉધારીને લેવડ-દેવડ ન કરો. ઘરની બહાર ગતિવિધિઓમાં પણ સમય પસાર ન કરો, કેમ કે તેનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં. યોજનાઓ બનાવવાની સાથે-સાથે તેને શરૂ કરવી પણ જરૂરી છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં યોજનાબદ્ધ રીતે કામ કરો

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે પેટ ખરાબ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- થોડા મહત્ત્વપૂર્ણ લોકોના સાનિધ્યમાં રહીને તમે જે તમારી થોડી પૂર્ણ યોજનાઓ બનાવી છે, તે સફળ રહેશે. થોડા સમયથી તમારું ધ્યાન તમારા વ્યક્તિત્વ અને પર્સનાલિટીને નિખારવામાં પણ રહેશે.

નેગેટિવઃ- થોડો સમય તમારા પરિવાર અને નજીકના સંબંધીઓ સાથે સંબંધ મધુર બનાવવામાં પણ પસાર કરો. કેમ કે આ સમયે કોઈ નજીકના સંબંધી સાથે કોઈ પ્રકારનો મતભેદ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ પ્રકારના સ્થાન કે કાર્ય પ્રણાલીમાં પરિવર્તન કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- લોહીને લગતું ઇન્ફેક્શન થવાની શક્યતા છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. સમય સાથે કરેલાં કાર્યોના પરિણામ પણ યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે. એટલે પોતાની છાપને સમજો અને યોગ્ય દિશામાં લગાવો

નેગેટિવઃ- અનેકવાર વધારે ચર્ચા-વિચારણાં કરવાના કારણે કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા હાથમાંથી સરકી શકે છે. પોતાના અહંકાર ઉપર નિયંત્રણ રાખો, તેના કારણે તમારા માન-સન્માનમાં ધબ્બો લાગી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા રિનોવેશનને લગતા કાર્યોની રૂપરેખા બનશે.

લવઃ- જીવનસાથી સાથે કોઈ વાતને લઈને હળવો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થા અને અનુશાસનહીનતાને દૂર કરવા માટે તમે મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો અને તેમાં સફળતા પણ મળી શકે છે. ઘરના કોઈ વ્યક્તિના લગ્નને લઈને માંગલિક કાર્યને લગતી યોજના બનશે.

નેગેટિવઃ- કોઈ બહારના વ્યક્તિ કે પાડોસી સાથે ઝઘડો કે મનમુટાવની સ્થિતિ બની રહી છે. એટલે ફાલતૂ વાતો ઉપર ધ્યાન ન આપીને પોતાના કામ ઉપર જ એકાગ્ર ચિત્ત રહો. સંતાનની સમસ્યાઓના નિવારણ માટે તમારો સહયોગ અતિ જરૂરી છે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસ્થાના કારણે વેપારમાં વધારે ધ્યાન આપી શકશો નહીં

લવઃ- તમારી કોઈપણ સમસ્યાને જીવનસાથી કે ઘરના કોઈ અનુભવી વ્યક્તિ સામે જાહેર ન કરો

સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારની ઈજા પહોંચી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારો સમય પસાર થશે. તેનાથી તમારા સંપર્ક સૂત્ર પણ વધશે અને સામાજિક માન-સન્માનમાં પણ વધારો થશે. કોઈ શુભચિંતકના આશીર્વાદ અને શુભકામનાઓ તમને વરદાન જેવી લાગશે.

નેગેટિવઃ- કોઈ સાથે વાતચીત કરતી સમયે શબ્દોનું ખાસ ધ્યાન રાખો. તમારી કોઈ નકારાત્મક વાતો અન્યને દુઃખ આપી શકે છે અને સંબંધ પણ ખરાબ થઈ શકે છે. તમારી કોઈપણ મહત્ત્વપૂર્ણ વાત કોઈ સામે જાહેર ન કરો

વ્યવસાયઃ- જમીન સંપત્તિને લગતા વેપારમાં મોટી ડીલ થવાની શક્યતા છે.

લવઃ- લગ્નસંબંધોમાં કોઈ પ્રકારનો ખુલાસો થવાથી તેનો પ્રભાવ લગ્નજીવન ઉપર પડશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ થઈ શકે છે

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિઓ આ મેસેજ આપી રહી છે કે તમારા અંગે વિચારો અને તમારા માટે જ કામ કરો. આજે કોઈપણ સાવધાનીપૂર્વક લેવામાં આવેલો નિર્ણય ભવિષ્યમાં તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- વધારે વિચાર કરીને તમારા કાર્યોને ફરી શરૂ કરો. તમારા સ્વભાવમાં અહંકારની ભાવના જન્મે નહીં તેનું ધ્યાન રાખો. બાળકોની પરેશાનીઓમાં તેમનું સમાધાન કરવામાં સહયોગ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ઉત્તમ છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- થોડો પારિવારિક વિવાદ કોઈની મધ્યસ્થતાથી ઉકેલાઈ શકે છે. જેથી તમારા સંબંધોમાં ફરી મધુરતા આવી જશે. સંતાનના અભ્યાસ અને કરિયરને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ- અચાનક જ થોડા એવા ખર્ચ આવશે જ્યાં કાપ મુકવો શક્ય નથી. હાલ આર્થિક ખેંચતાણ રહી શકે છે. ધૈર્ય જાળવી રાખો. બિનજરૂરી યાક્ષા કરવાના કારણે દિનચર્યા ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા પડકાર સામે આવી શકે છે.

લવઃ- કામકાજમાં ચાલી રહેલી શિથિલતાનો પ્રભાવ પારિવારિક જીવન ઉપર પડશે.

સ્વાસ્થ્યઃ- કામકાજ વધારે રહેવાના કારણે તણાવ અને થાક અનુભવ થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિઓ અને ભાગ્ય તમારા પક્ષમાં છે. તમારી પ્રતિભા અને ક્ષમતા બધા સામે ઉજાગર થશે. જેથી તમને તમારી કાર્યક્ષમતા ઉપયોગ કરવાનો યોગ્ય અવસર પણ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- તમારી સુખ-સુવિધાઓ ઉપર વધારે ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. આર્થિક મામલે કોઈ નજીકના વ્યક્તિ સાથે કોઈ પ્રકારની દલીલ ન કરો. વિદ્યાર્થી અને યુવાઓ ફાલતૂ ગતિવિધિઓની જગ્યાએ પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહે.

વ્યવસાયઃ- વેપારમાં તમારી મહેનત અને પરિશ્રમના કારણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. ક્ષમતાઓ અને ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. થોડો સમય સમાજ સેવી સંસ્થાઓની મદદમાં પણ પસાર થશે.

નેગેટિવઃ- જો વાહન કે ઘરને લગતી લોન લેવાની યોજના બની રહી છે, પહેલાં તેના અંગે વિચાર કરવો જરૂરી છે. રૂપિયાની લેવડ-દેવડને લઈને કોઈ સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- માર્કેટમાં તમારી છાપના કારણે કોઈ ભારે ઓર્ડર મળી શકે છે.

લવઃ- ઘર તથા વેપારમાં તાલમેલ જાળવી રાખવામાં ઘરનું વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક હાવી થઈ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી કાર્યક્ષમતા અને યોગ્યતાને ઓળખો. સમય તમારા માટે સારી ઉપલબ્ધિઓ તૈયાર કરી રહ્યો છે. ઘર અને સમાજમા તમે કોઈ ખાસ સફળતાને લઇને સન્માનિત થશો.

નેગેટિવઃ- તમારી ઉન્નતિ જોઈને થોડા લોકોમાં ઈર્ષ્યાની ભાવના જાગી શકે છે. તમે આ બધી વાતોને ઇગ્નોર કરીને તમારા સ્વભાવમાં સહજતા જાળવી રાખશો.

વ્યવસાયઃ- મીડિયા તથા ઓનલાઈન કાર્યો સાથે જોડાયેલાં વેપારમાં ફાયદો રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદા જીવનથી અલગ થોડા નવા કાર્યો તથા પોતાની હોબીને લગતા કાર્યોમાં સમય પસાર કરો. જેથી તમે પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ઘરની સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- આજે કામ કરવાનું મન ન હોવાના કારણે કાર્યો પ્રત્યે એકાગ્ર રહી શકશો નહીં. એટલે બેદરકારીના કારણે કામને ટાળવું વધારે સારું રહેશે. કોઈ મિત્રના ઘરે ગેટ-ટુ-ગેધરમાં કોઈ વિવાદ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ ધીમી રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...