9 ઓક્ટોબર, શુક્રવારના રોજ ચંદ્રમા તથા ગુરુ સામસામે રહેશે, જેને કારણે ગજકેસરી નામનો રાજયોગ બની રહ્યો છે. આ શુભ યોગનો ફાયદો કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન, કુંભ તથા મીન રાશિના જાતકોને મળશે. આ 6 રાશિને નવું કામ અથવા મોટી જવાબદારી મળી શકે છે. કામકાજનાં વખાણ થશે. આગળ વધવાની તક મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મેષ, વૃષભ, સિંહ, તુલા તથા મકર રાશિ પર ગ્રહ-નક્ષત્રની મિશ્ર અસર રહેશે. આ છ રાશિ માટે દિવસ વ્યસ્ત રહેશે.
9 ઓક્ટોબર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- આજે તમારા માર્કેટિંગ અથવા મીડિયાને લગતાં થોડાં મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઇ શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારાને લગતા અનેક સુઅવસર પ્રાપ્ત થશે. કોઇપણ ફોન-કોલને ઇગ્નોર કરશો નહીં.
નેગેટિવઃ- કોઈ મિત્ર કે સંબંધી તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. સાવધાન રહો. આ સમયે થોડી ભવિષ્યને લગતી યોજના અટકી શકે છે. અન્ય પાસે આશા રાખવાની જગ્યાએ પોતાની આવડત પર વિશ્વાસ રાખવો વધારે યોગ્ય રહેશે.
વ્યવસાયઃ- આજે માર્કેટિંગને લગતાં કાર્યોમાં વધારે ધ્યાન આપો.
લવઃ- કોઇપણ પ્રકારનો નિર્ણય લેવામાં જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા માટે લાભદાયક રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય નરમ રહેશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- તમારે તમારાં કાર્યો સંપૂર્ણ ક્ષમતાથી કામ કરવું, તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમે દરેક મુશ્કેલ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી ચાલી રહેલા અનેક મામલાઓનો ઉકેલ મળી જશે.
નેગેટિવઃ- અપ્રિય કે અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે, જેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડી શકે છે. બહારની વ્યક્તિઓ સાથે કોઈ પ્રકારનો વિવાદ કરશો નહીં.
વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કોઈ વાતને લઈને સંબંધ ખરાબ થઇ શકે છે. સાવધાન રહો.
લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે સારો તાલમેલ જળવાશે.
સ્વાસ્થ્યઃ- સીઝનલ બીમારીનો પ્રભાવ સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા આર્થિક પક્ષને મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ યોજના બનશે. આજે દિવસભર ઘરની વ્યવસ્થામાં સુધાર લાવવામાં દિવસ પસાર થશે. બાળકો સાથે બેસીને તેમની સમસ્યાઓનું સમાધાન કરવાથી તેમને સુખ અને સંતોષની પ્રાપ્તિ થશે.
નેગેટિવઃ- તમારા મોટા ભાગનાં કામ દિવસના પહેલા ભાગમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. બપોર પછી પરિસ્થિતિ થોડી નકારાત્મક રહેશે. કોઇ અપ્રિય કે અશુભ સમાચાર મળી શકે છે, જેની અસર તમારી કાર્યક્ષમતા પર પડશે.
વ્યવસાયઃ- વેપારમાં કોઇ નજીકની વ્યક્તિની મદદથી સારો ઓર્ડર મળી શકે છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે, પરંતુ કોઇ પ્રકારનો થાક કે તણાવની સ્થિતિ રહેશે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- દિવસની શરૂઆત ખૂબ જ પોઝિટિવ વિચારોથી શરૂ કરો. બીજા ભાગમાં તમને થોડી મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે, જે લાભદાયક સાબિત થશે અને તમે તમારી અંદર અદ્ભુત આત્મવિશ્વાસનો પ્રવાહ અનુભવ કરશો.
નેગેટિવઃ- ક્યારેક તમે આળસને કારણે તમારા કામને ટાળવાની કોશિશ પણ કરશો, જેના કારણે નુકસાન થઇ શકે છે. તમારી ઊર્જાને જાળવી રાખો. વિદ્યાર્થી પોતાના અભ્યાસ પર વધારે ધ્યાન આપે, બેદરકારીને કારણે તમારું જ નુકસાન થઇ શકે છે.
વ્યવસાયઃ- વર્તમાન વ્યાવસાયિક ગતિવિધિઓ ધીમી હોવા છતાં તમે તમારી યોગ્યતા અને ક્ષમતાના બળે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરી શકશો.
લવઃ- પારિવારિક સભ્યો માટે કોઇ ને કોઇ ભેટ લઇને આવવી, ઘરના વાતાવરણને સારું જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય નરમ રહેશે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે કોઇ અધિકારીની મદદથી પૂર્ણ થઇ શકે છે, એટલે કોશિશ કરો. કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થશે તથા ભાવનાત્મક રૂપથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો.
નેગેટિવઃ- ક્યારેક તમે ગુસ્સાને કારણે તમારો સંયમ ગુમાવી શકો છો અને તેના કારણે કોઇ પાડોશી કે નજીકના સંબંધી સાથે ક્લેશની સ્થિતિ ઊભી થવાની આશંકા છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.
લવઃ- પતિ-પત્નીમાં તાલમેલનો ભાવ એકસરખો રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ તમારા પર રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે તમારી અંદર અજીબ નબળાઈ અને ગભરામણ અનુભવી શકો છો.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- પારિવારિક મતભેદ કોઇની મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે. માત્ર ધૈર્ય અને એકબીજા પર વિશ્વાસ કરવાની જરૂરિયાત છે. મોટા ભાગનો સમય અધ્યાત્મ તથા ગૂઢ વિષયોને જાણવામાં પસાર થશે. સન્માન અને પ્રતિષ્ઠા પણ બની રહેશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઇ ગુપ્ત વાત સાર્વજનિક થઇ શકે છે, જેના કારણે અનેક મિત્રો સાથે સંબંધોમાં તિરાડ પડી શકે છે. થોડો સમય ધાર્મિક સ્થળમાં જઇને એકાંતમાં પસાર કરો.
વ્યવસાયઃ- જો કાર્યક્ષેત્રમાં કોઇ રિનોવેશન કે પરિવર્તન લાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એ યોગ્ય રહેશે.
લવઃ- પારિવારિક વ્યક્તિઓ સામે તમારી ગતિવિધિઓ જણાવો, જેથી તમને નિર્ણય લેવામાં સરળતા રહે.
સ્વાસ્થ્યઃ- તમારી રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવો.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- આજે પેમેન્ટ કે અટવાયેલા રૂપિયાની વસૂલી માટે દિવસ ઉત્તમ છે. તેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે તથા ઘરની સુખ-સુવિધાઓને લગતી વસ્તુની ખરીદદારી પણ થશે. પાડોશીઓ અને સંબંધીઓ સાથે સંબંધો સારા રહેશે.
નેગેટિવઃ- થોડા નવા સંપર્ક સ્થાપિત થશે, પરંતુ અજાણી વ્યક્તિઓ પર વધારે વિશ્વાસ કરવો નુકસાનદાયક સાબિત થઇ શકે છે, એટલે સાવધાન રહો. બાળકના અભ્યાસને લઇને બેદરકારી ચિંતાનો વિષય બનશે.
વ્યવસાયઃ- વ્યક્તિગત તથા વ્યાવસાયિક કાર્યોમાં સારો તાલમેલ જાળવી રાખવાની જરૂરિયાત છે.
લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- તાવ અને શરીરના દુખાવાની ફરિયાદ રહેશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- ઘરમાં કોઇ ધાર્મિક આયોજન સંપન્ન થવાની યોજના બનશે. કુંવારા લોકો માટે લગ્નને લઇને કોઇ શભ સમાચાર મળી શકે છે. તમારાં ભાવિ લક્ષ્યો પ્રત્યે એકાગ્ર અને યોગ્ય રીતે કાર્ય કરવાથી સફળતા પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- થોડી સ્વાર્થી તથા નકારાત્મક પ્રવૃત્તિની વ્યક્તિ તમારી ભાવુકતાનો ફાયદો ઉઠાવી શકે છે એટલે સાવધાન રહેવાની જરૂરિયાત છે. યુવા વર્ગ મોજ-મસ્તીમાં આવીને પોતાનું કરિયર ખરાબ કરી શકે છે. તમારા ભવિષ્ય પ્રત્યે વધારે ગંભીર રહો.
વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં કોઇ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- આજે રાજકારણ તથા સામાજિક ગતિવિધિઓમાં તમારી ઉપસ્થિતિ મહત્ત્વપૂર્ણ રહેશે. કોઇ જગ્યાએથી તમને સારી ભેટ મળી શકે છે. નવી યોજનાઓ બનવાથી તથા નવા કામ કરવા માટે સમય અનુકૂળ છે.
નેગેટિવઃ- કોઇ મિત્ર જ તમારી પરેશાનીનું કારણ બની શકે છે, એટલે દરેક ક્રિયાઓ પર તમારી નજર રાખો. ભાઇઓ સાથે પણ સંબંધ મધુર રાખવા જરૂરી છે. ધર્મના નામે કોઇ તમારી પાસેથી રૂપિયા પડાવી શકે છે.
વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓનો તમારા વ્યવસાય પર જે પ્રભાવ પડ્યો છે, તેમાંથી બહાર આવવામાં સમય લાગશે.
લવઃ- જીવનસાથીનો ઘર-પરિવારમાં સંપૂર્ણ સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- સાંધા તથા પગમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- ઘણા સમય બાદ મિત્રો સાથે ફેમિલી ગેટ-ટુ-ગેધર થવાથી બધા લોકો સુખ અને ઉમંગ અનુભવ કરશે. રોજિંદાની કંટાળાભરી દિનચર્યાથી રાહત મળશે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનું પણ નિવારણ થશે.
નેગેટિવઃ- બાળકો પર જરૂરિયાત કરતાં વધારે પ્રતિબંધ લગાવશો નહીં, એનાથી તેમનું આત્મબળ અને કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે. સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી કોઇ નકારાત્મક વાત કોઇ મિત્રની નિરાશાનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયને લગતાં કામ કોઇ વિઘ્ન વિના પૂર્ણ થઇ જશે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- જમીન કે વાહનની ખરીદદારીને લગતાં કાર્યો સંપન્ન થઇ શકે છે. તમારો પોઝિટિવ અને સહયોગી વ્યવહાર તમને સમાજમાં સન્માનિત રાખશે. ઘરમાં ફેરફાર કે સજાવટને લગતાં કાર્યોમાં સમય પસાર થશે.
નેગેટિવઃ- ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે. ધનને લગતી લેવડ-દેવડમાં કોઇ પર વધારે વિશ્વાસ કરશો નહીં. તમારી થોડી ભૂલ પણ મોટા નુકસાનનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયના વિષયમાં તમારું પૂર્ણ ધ્યાન માર્કેટિંગ તથા પ્રોડક્ટના પ્રમોશન પર લગાવો.
લવઃ- ઘરમાં કોઇ માંગલિક કાર્યનું આયોજન થવાની યોજના બનશે.
સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણથી સાવધાન રહો.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- તમારા કાર્ય પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાથી મહેનત કરો, તમને પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. સામાજિક ગતિવિધિઓમાં તમારું વિશેષ સ્થાન રહેશે. કોઇ અટવાયેલું મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન્ન થવાની સંભાવના છે.
નેગેટિવઃ- તમારો જ કોઇ નજીકનો મિત્ર કે સંબંધી તમારા વિરુદ્ધ ષડ્યંત્ર કરી શકે છે અથવા અફવા ફેલાવી શકે છે, એટલે સાવધાન રહો. બાળકો તથા યુવા વર્ગ તેમના લક્ષ્યને જાળવી રાખે.
વ્યવસાયઃ- વેપારમાં અને કામકાજને લઇને કોઇપણ સલાહ લેવામાં ઘરના વડીલોનો સહયોગ કરો.
લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- કોઇ નાની વાતને લઇને તણાવ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.