તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 નવેમ્બરનું રાશિફળ:સોમવારના દિવસે મેષ જાતકોને કામનો ભાર વધારે રહેશે, બપોર પછીનો સમય પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરશે

25 દિવસ પહેલા

9 નવેમ્બર, સોમવાર એટલે કે આજે મઘા નક્ષત્રમાં ચંદ્રમાના આવી જવાથી ધ્વાંક્ષ નામનો અશુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ કારણે વૃષભ, ધન અને મકર રાશિના જાતકોને કામકાજમાં અવરોધ આવી શકે છે. એ ઉપરાંત મેષ, મિથુન, કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર થશે. આ ચાર રાશિના જાતકો માટે દિવસ દોડધામભર્યો અને સ્ટ્રેસવાળો રહી શકે છે. એ જ રીતે સિંહ, કન્યા, તુલા, કુંભ અને મીન રાશિના જાતકો ગ્રહોની અશુભ અસરથી બચી જશે. આ પાંચ રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે, 12માંથી 7 રાશિએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે.

9 નવેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજના દિવસે કામનો ભાર વધારે રહેશે. અત્યારસુધીમાં જે રોકાણ કર્યું છે એમાં લાભ પણ થશે. તમે થોડાં એવાં પણ કામ કરશો, જેનાથી તમારી રચનાત્મકતા સામે આવશે. તહેવારની વિશેષ તૈયારીઓમાં સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ- તમારા પ્રયત્નોમાં ઘટાડો આવવા દેશો નહીં, કેમ કે જો સફળ થવું હોય તો મહેનત કરવી પડશે. બપોર પછી સમય થોડું પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરી શકે છે. કામમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- જો તમે વ્યવસાય અંગે થોડાં પરિવર્તન કરવાની યોજના બનાવી રહ્યા છો તો સમય યોગ્ય નથી.

લવઃ- પરિવારનો સહયોગ ન મળવાને કારણે જીવનસાથી તરફથી નિરાશા ભોગવવી પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી નિયમિત તપાસ કરાવતા રહો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સમય ખૂબ જ યોગ્ય છે. આકરી મહેનત અને કઠોર પરિશ્રમથી એક પછી એક ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. કોઇ સમારોહમાં પણ સામેલ થવાનો અવસર મળી શકે છે. સંપત્તિને લગતાં કાર્યો કરવા માટે આજનો દિવસ શુભ રહેશે.

નેગેટિવઃ- કોઇ ને કોઇ સમયે નકારાત્મકતા હાવી થઇ શકે છે તથા આળસ પણ હાવી રહેશે. ગુસ્સાના કારણે કોઇ કામ ખરાબ થઇ શકે છે તથા માન-સન્માનમાં પણ ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કામકાજનો ભાર વધારે રહેશે તથા થોડી મુશ્કેલીઓ પણ આવશે.

લવઃ- વધારે કામકાજ હોવા છતાં તમે પહેલી પ્રાથમિકતા તમારા પરિવારને જ આપશો.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતને કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ગુરુજન તથા વડીલનો સ્નેહ તથા આશીર્વાદ પ્રાપ્ત થશે. છેલ્લા થોડા સમયથી તમે જે મહેનત કરી છે એ રંગ લાવશે. અધ્યાત્મ તથા નૈતિકતા સાથે જોડાયેલા મામલાઓમાં તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે.

નેગેટિવઃ- કોઇ પ્રિય વસ્તુ ખોવાઇ જવાથી કે ચોરી થવાનો ભય રહેશે, એટલે સાવધાન રહો. આર્થિક સમસ્યાને લગતા પડકારનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ સમયે ધૈર્ય રાખવું જ યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- યુવાઓને જોબમાં કરિયરને લગતા સમાચાર મળી શકે છે.

લવઃ- લગ્ન સંબંધોમાં તણાવની સ્થિતિ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કામકાજમાં વધારે મહેનત અને પરિશ્રમની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- થોડી પરેશાનીઓ તો સામે આવશે, પરંતુ તમે મહેનત અને પરિશ્રમથી બધા પ્રકારની નકારાત્મક પરિસ્થિતિઓને પોઝિટિવ બનાવી લેશો. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ- કોઇ અટવાયેલું ધન પ્રાપ્ત તો થશે, પરંતુ સાથે જ ખર્ચ પણ વધારે રહેવાથી થોડું પણ સેવિંગ થઇ શકશે નહીં. જમીનને લગતા કોઇપણ કામને આજે ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં આજે થોડી મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- બાળકના અભ્યાસ અને કરિયરને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ થવાથી ઘરમાં સુકૂનભર્યું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનની નકારાત્મક અસર સ્વાસ્થ્ય પર થશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે ધાર્મિક ક્રિયાઓમાં સમય પસાર થશે. કોઇ ધાર્મિક યાત્રાનો પણ યોગ બની રહ્યો છે. ભાઇઓ સાથે સંબંધ સારા જળવાયેલા રહેશે. જૂના તણાવથી મુક્તિ મળશે. બાળકોને તેમની સુખ-સુવિધાઓની વસ્તુઓ માટે શોપિંગનો પણ મૂડ રહેશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે અન્યના મુદ્દે દખલ કરશો નહીં, નહીંતર તમારું અપમાન થઇ શકે છે. પિતાની કોઇ વાતની અવહેલના કરશો તો તેમની નિરાશાનું કારણ બનશો.

વ્યવસાયઃ- કારોબારમાં પરિસ્થિતિ સુધરશે. વેપારમાં વિસ્તારને લગતી જે યોજનાઓ બનાવી છે, તેમાં નાની-મોટી પરેશાનીઓ આવશે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સરકારી કાર્યો પૂર્ણ કરવા માટે દિવસ ઉત્તમ છે. વિરોધીઓની યોજનાઓને વિફળ કરીને સારું પરિણામ અને પ્રશંસા પણ પ્રાપ્ત કરશો. લોકો તમારી પાસે સલાહ લેવા પણ આવશે. કુલ મળીને સમય તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- થોડી બેદરકારીને કારણે થોડી વસ્તુઓ અસ્ત-વ્યસ્ત થઇ શકે છે, જેને કારણે માનસિક તણાવ પણ હાવી રહેશે અને તમારામાં સહનશક્તિની ખામી પણ રહેશે. વિદ્યાર્થીઓ અહીં-તહીંની વાતોમાં ધ્યાન ન આપીને તેમના અભ્યાસ પર ફોકસ કરશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં મક્કમ ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે અને પરિવારમાં કોઇ નવા મહેમાન પણ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂની ચાલી રહેલી શારીરિક સમસ્યામાં સુધારો આવી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- દિવસ સુકૂનભર્યો રહેશે. બધાં કામ યોગ્ય રીતે પૂર્ણ થવાથી તમે ખૂબ જ રિલેક્સ અને પ્રસન્ન રહેશો. તમને અચાનક જ કોઇ ઉપલબ્ધિ કે ધન પણ પ્રાપ્ત થઇ શકે છે. આવક વધવાથી જીવન પ્રત્યે તમારો દૃષ્ટિકોણ વધારે નિખરશે.

નેગેટિવઃ- તમને તમારા વિરોધીઓ અને સ્પર્ધીઓ તરફથી ચેલેન્જ મળી શકે છે, જેને કારણે મનમાં થોડી ભય અને ચિંતા રહેશે. આ સમયે આત્મબળને મજૂબત જાળવી રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે લાંબા સમયથી ચાલી રહેલાં કાર્યોને પૂર્ણ કરવા માટે સમય ઉત્તમ છે.

લવઃ- ઘર અને વ્યવસાયમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્યને લગતી કોઇ મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમે એ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકશો, જેની તમે ક્યારેક કલ્પના કરી હતી. આર્થિક મામલે વધારે ગંભીરતાપૂર્વક વિચાર થશે. સામાજિક અને પારિવારિક માન-સન્માન પણ જળવાયેલું રહેશે. નજીકના લોકો સાથે મુલાકાત પણ થઇ શકે છે.

નેગેટિવઃ- પરંતુ તમારે ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત અને પરિશ્રમ કરવાની જરૂરિયાત છે. પાડોશીઓ સાથે પણ કોઇ વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં કામ અધૂરાં રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે સંબંધો સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ દુવિધાની સ્થિતિમાં અનુભવી લોકોની મદદ કારગર સાબિત થશે. તમારી આશા વધશે. સાસરિયા પક્ષ સાથે સંબંધ વધારે મધુર રહેશે. માતા-પિતાની સેવામાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- તમારો મનમોજી વ્યવહાર નુકસાનદાયક સાબિત થઇ શકે છે, એટલે તમારાં કાર્યોને ધૈર્ય અને સંયમથી પૂર્ણ કરવાની કોશિશ કરો. ખર્ચ વધારે રહેવાના કારણે કોઇ પાસેથી દેવું લેવું પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. તમારા પોઝિટિવ વિચાર તમને આગળ વધવામાં મદદ કરશે. ઘરમાં શુભ અને માંગલિક કામની યોજના બનશે તથા લોકો સાથે મુલાકાત પણ થશે. કોઇ નવું વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે, જેને કારણે સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું હાવી થઇ શકે છે. બાળકોને ખીજાઇને નહીં, પરંતુ પ્રેમ અને સંયમથી વ્યવહાર કરો. કોઇ પ્રકારની યાત્રાને આજે ટાળો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયને લગતાં કાર્યો ખૂબ જ સાવધાનીથી પૂર્ણ કરો.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂનો રોગ થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ મિત્રની સલાહ તમારા ભાગ્યને ચમકાવી શકે છે. બાળકો અને પરિવાર માટે કોઇ મહત્ત્વપૂર્ણ પગલાં ભરી શકશો. રચનાત્મક કાર્યોમાં પણ થોડો સમય પસાર થઇ શકે છે. તહેવારોમાં પણ વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ- તમારી સમૃદ્ધિને જોઇને થોડા લોકો ઈર્ષ્યાની ભાવના રાખી શકે છે, એટલે વધારે દેખાડો કરવાની પ્રવૃત્તિ પર અંકુશ રાખો. બાળકોની સમસ્યાનો ઉકેલ કરવામાં પણ તમારો સહયોગ ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં અને કારોબારમાં લાભદાયક પ્રબળ યોગ બની રહ્યા છે.

લવઃ- પારિવારિક વ્યક્તિઓમાં તાલમેલ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને કફની સમસ્યા રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે સમય તમને અચાનક જ કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરાવી શકે છે. પ્રકૃતિ સાથે થોડો સમય પસાર કરો અને વાતાવરણનો આનંદ ઉઠાવો. આ સમયે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પોતાનું કામ પૂર્ણ કરવામાં સક્ષમ રહેશે.

નેગેટિવઃ- રૂપિયાને લગતા કોઇપણ કાર્યને વધારે સમજી-વિચારીને તથા તપાસ કર્યા બાદ જ કોઇ પગલાં ભરો. ઘરના સભ્યો વચ્ચે કોઇ નાની વાતને લઇને મનદુઃખ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ નવું કામ શરૂ કરવા હેતુ યોજનાઓ બનશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો, માઇગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે.

આ પણ વાંચોઃ-

દિવાળીએ ગ્રહ સંયોગ:14 નવેમ્બરની સાંજે મંગળ માર્ગી બનશે; 32 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર સહિત 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

ખરીદીનો તહેવાર:શનિવારે સવારે 8:05 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને રવિવારે સવારે 8:46 સુધી રહેશે, શનિવારે ખરીદી માટેનાં 7 મુહૂર્ત છે

પુષ્પ નક્ષત્ર:પુષ્પનો અર્થ પોષણ કરવું થાય છે, ઋગ્વેદમાં એને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર તારો કહેવાયું છે

લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો