9 જૂનનું રાશિફળ:મંગળવારે તુલા જાતકોએ કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં, ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

9 જૂન, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ આચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમે તમારી કાર્યક્ષમતા અને બુદ્ધિ દ્વારા કોઇપણ પરેશાનીનો ઉકેલ શોધી શકો છો. પરિવારમાં તમારા નિર્ણય સર્વોપરિ રહેશે. લેખન અને રચનાત્મક કાર્યોમાં રસ વધશે.

નેગેટિવઃ- સાસરિયા પક્ષ સાથે કોઇ વાતને લઇને મન ઉદાસ થઇ શકે છે. સંયમ જાળવી રાખો અને વાદ-વિવાદમાં ગુંચવાશો નહીં. તણાવમાં આવીને લીધેલાં નિર્ણયો તમારી કાર્યક્ષમતામાં ઘટાડો કરશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં થોડાં નવા ઓર્ડર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- ગળામાં દખાવો થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અન્યની સલાહની અપેક્ષાએ પોતાની આત્માનો અવાજ સાંભળવો તમારા માટે યોગ્ય નિર્ણય રહેશે. તમે જાતે કોઇપણ કાર્યને કરવામાં સમર્થ રહેશો. તમારી ભાષાશૈલી અને પ્રભાવશાળી વ્યક્તિત્વનો સાથ તમને આગળ વધારશે.

નેગેટિવઃ- અવ્યવસ્થિત ખાનપાન અને કોઇપણ પ્રકારની નશાવાળી વસ્તુનું સેવન કરવાથી બચવું. અતિ આત્મવિશ્વાસ તમારા નિર્ણય ખોટાં સાબિત કરી શકે છે.

લવઃ- કાર્યક્ષેત્રમાં આવતી પરેશાનીઓથી છુટકારો મળી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક લોકોને થોડાં નવા અનુબંધ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે જે પણ યોજના બનાવી રહ્યા છે તેને ગુપ્ત જ રાખો. તમારી પ્લાનિંગનો ફાયદો અન્ય લોકો ઉઠાવી  શકે છે. જીવનસાથીની સલાહથી તમને ધન સંબંધિત કાર્યો કરવામાં સુવિધા થશે.

નેગેટિવઃ- સરકારી પેપર સંબંધિત કાર્યો સાવધાની પૂર્વક કરો. કોઇ પેનલ્ટીના યોગ બની રહ્યા છે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં એકવાર તેના ઉપર વિચાર કરી લેવો જોઇએ.

લવઃ- તમારા ખર્ચ ઉપર અંકુશ લગાવો અને જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો
વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રમાં કામના લીધે તણાવ રહેશે.
સ્વાસ્થ્યઃ- આંખની કોઇ સમસ્યા થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજકાલ તમે તમારી ફિટનેસ ઉપર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છો જે એક સારી આદત છે. તમારો સૌમ્ય સ્વભાવ સમાજ વચ્ચે સન્માનજનક ઇમેજ બનાવી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારો અતિ સંવેદનશીલ વ્યવહાર અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. વ્યવહારમાં સંયમ જાળવી રાખો.

લવઃ- થોડાં વૈચારિક મતભેદ સંબંધમાં ઊભા થઇ શકે છે.
વ્યવસાયઃ- આજકાલની આર્થિક સ્થિતિની અસર તમારા વ્યવસાય ઉપર પણ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તણાવના કારણે એસીડિટીની સમસ્યા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારું તમારા કામ પ્રત્યે સમર્પણ અને ઊર્જાયુક્ત વ્યવહાર તમારા માટે ઉન્નતિના નવા રસ્તા બનાવશે. તમારી પોઝિટિવ કૂટનીતિથી તમને આર્થિક ઉપલબ્ધિ મળી શકે છે.

નેગેટિવઃ- તમે કામ પ્રત્યે વધારે ધ્યાન આપવાના કારણે પરિવાર અને સમાજથી દૂર થઇ શકો છો. ભાઇઓ સાથે થોડો મતભેદ થઇ શકે છે.

લવઃ- જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે આત્મબળમાં ઘટાડો અનુભવાશે.
વ્યવસાયઃ- તમારો અગ્રેસિવ સ્વભાવ તમારા કર્મચારીઓ માટે પરેશાનીનું કારણ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- અનિયમિત ખાનપાનના કારણે લિવરમાં મુશ્કેલી ઊભી થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારે તમારા કામ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઇએ. તમારી કોઇ પ્લાનિંગ અન્ય વ્યક્તિ સામે જાહેર કરશો નહીં. કોઇ પારિવારિક વ્યક્તિ પાસેથી તમને યોગ્ય માર્ગદર્શન મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારા વિચારમાં પરિવર્તન તમારી માટે નુકસાન પેદા કરી શકે છે.

લવઃ- જીવનસાથી તમને ભાવનાત્મક રૂપથી સહયોગ આપશે.
વ્યવસાયઃ- સરકારી કર્મચારીઓને ઉન્નતિના થોડાં માર્ગ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યા ઊભી થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- વારસાગત સંપત્તિ સાથે જોડાયેલાં મામલાઓ ઉકેલાઇ જશે અને તમને ફાયદો પણ થશે. તમારી માતા તરફથી તમને પૂર્ણ સહયોગ મળશે. બાળકો તરફથી કોઇ મદદ મળી શકે છે.

નેગેટિવઃ- તમારો ઉગ્ર વ્યવહાર તમારા પરિવારમાં તણાવનું વાતાવરણ ઊભું કરી શકે છે. તમે તમારા વિચારો ઉપર અંકુશ જાળવી રાખો. આજે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ- જીવનસાથીની સલાહ અને સહયોગ તમારી મુશ્કેલીઓ દૂર કરશે.
વ્યવસાયઃ- આજે તમે વ્યાવસાયિક મામલાઓ ઘરે જ ઉકેલવાની કોશિશ કરશો.
સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે આધ્યાત્મિકતામાં રસ ધરાવશો. તમને થોડો પૂર્વાભાસ પણ થશે. પ્રકૃતિ તમને ભવિષ્યના થોડાં સંકેત આપશે. તમારી અંદર ક્ષમતાઓ વધારે રહેશે.

નેગેટિવઃ- તમારો પરિવાર પ્રત્યે કઠોર વ્યવહાર પરિવારમાં વિવાદ ઉત્પન્ન કરી શકે છે. કોઇ નજીકના સ્થાનની યાત્રા થવાના યોગ બનશે પરંતુ યાત્રા સ્થગિત કરો તો સારું

લવઃ- જીવનસાથી સાથે સંબંધમાં મધુરતા આવશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં નવી ઉપલબ્ધિ મળશે.
સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમારે સંપૂર્ણ ધ્યાન તમારી આર્થિક સ્થિતિ ઉપર રાખવાનું રહેશે. કોઇ સ્થાને અટવાયેલું ધન પાછું મળી શકે છે. સ્પોર્ટ્સ સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓને શુભ અવસર મળશે.

નેગેટિવઃ- તમારા થોડાં નિર્ણય ખોટાં સાબિત થઇ શકે છે. એટલે તેના ઉપર ફરી વિચાર કરીને જ કોઇ કામ કરવું. થોડાં લોકો ગુપ્ત રીતે નુકસાન પહોંચાડી શકે છે.

લવઃ- જીવનસાથી આજે વધારે ખર્ચ કરાવી શકે છે, જેથી મન ઉદાસ રહેશે.
વ્યવસાયઃ- આ સમયે તમારે તમારા બિઝનેસ પાર્ટનર સાથે મનમુટાવ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- વાત, પિત્ત અને કફની સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે શારીરિક કાર્યની જગ્યાએ કામ મગજથી કામ વધારે કરવું. સમાજમાં તમારું માન-સન્માન જળવાયેલું રહેશે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતા દ્વારા કોઇપણ પ્લાનિંગ યોગ્ય રીતે કરી શકશો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક અનિર્ણયની સ્થિતિ ઊભી થઇ શકે છે. તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું. કોઇ બાળકને લઇને ચિંતા થઇ શકે છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા આત્મ વિશ્વાસને વધારશે.
વ્યવસાયઃ- આ સમયે તમને કોઇ અર્થોરિટી મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ અને મિત્રોનો પૂર્ણ સહયોગ તમારી અંદર જોશ ઉત્પન્ન કરશે. તમારો નિર્ણય તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- રૂપિયાને સમજી-વિચારીને ખર્ચ કરો. કોર્ટ કેસ સંબંધિત મામલાઓ ઉકેલાઇ શકે છે.

લવઃ- પાર્ટનરનો પરિવાર વાતાવરણ સારું જાળવી રાખવામાં મદદ કરશે.
વ્યવસાયઃ- આ સમયે વેપારમાં કોઇ નજીકના મિત્રનો સહયોગ કરશે.
સ્વાસ્થ્યઃ- પગમાં સોજા અને દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા લાભની અનેક યોજનાઓ બનાવી છે તેના ઉપર અમલ કરવાથી તમને ફાયદો થશે. તમને તમારી ફિટનેસ માટે જે કસરત શરૂ કરી છે તેનાથી તમને ફાયદો થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમે અન્ય ઉપર પ્રભાવ છોડવામાં પોતાના માટે ખોટાં મેસેજ છોડી શકો છો. તમારા કારણે તમારું કોઇ સંતાન તણાવ અનુભવ કરી શકે છે.

લવઃ- જીવનસાથીનું પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન તમારા સંવેદનશીલ વ્યવહારને નુકસાન પહોંચાડી શકે છે.
વ્યવસાયઃ- આજે તમે જે પણ નિર્ણય લેશો તે ફાયદો આપશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...