9 જુલાઈનું રાશિફળ:ગુરુવારે તુલા રાશિના જાતકોએ ધન સંબંધિત લેવડ-દેવડમાં સાવધાની જાળવવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

9 જુલાઈ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- નવી યોજનાઓ બનાવવી તથા નવા ઉપક્રમ કરવા માટે સમય અનુકૂળ છે. તમારી મહેનત પ્રયાસ અને પરિશ્રમના સાર્થક પરિણામ મળશે.

નેગેટિવઃ- કોઇ અજાણ વ્યક્તિ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. ભાઇઓ સાતે પણ સંબંધોમાં ખટાસ આવી શકે છે. ધર્મના નામે કોઇ તમને ઠગી શકે છે.

લવઃ- જીવનસાથીનો ઘરમાં સહયોગ રહેશે.
વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિનો જે પ્રભાવ વ્યવસાય ઉપર પડી રહ્યો છે, તેમાથી બહાર આવતાં સમય લાગશે.
સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આવનાર સમય થોડો મિશ્રિત પ્રભાવ લઇને આવી રહ્યો છે. તમારા વ્યક્તિત્વ અને સરળ સ્વભાવના કારણે સમાજમાં તમારું માન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- કોઇની અંતિમ યાત્રામાં સામેલ થવું પડી શકે છે, જેથી મનમાં વૈરાગ્યના ભાવ ઉત્પન્ન થશે. ઘરના કોઇ વડીલના સ્વભાવને લઇને ચિંતા રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ નવા પ્રોજેક્ટ મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- થોડાં સમયમાં તમને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થવું પડી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી ચાલી રહેલ પારિવારિક વિવાદ દૂર કરવાનો સમય છે. પ્રતિષ્ઠિત લોકોને મળવાથી ફાયદો થઇ શકે છે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ઇગોને સામેલ થવા દેશો નહીં. સરળ સ્વભાવ જાળવીને ચાલો, નહીંતર થોડાં સંબંધ ખરાબ થઇ શકે છે.

લવઃ- કુંવારા લોકોનો સારા સંબંધ મળી શકે છે.
વ્યવસાયઃ- ધન સંબંધિત રોકાણમાં ઘરના વડીલોની સલાહ લેવી.
સ્વાસ્થ્યઃ- કફની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સુખ-સમૃદ્ધિમાં વધારો થવાના અણસાર જોવા મળી રહ્યા છે. કોઇ જગ્યાએથી તમને કિંમતી ભેટ પણ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ પણ બનશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધિના ઘરમાં આવી જવાથી તમારું મન નિરાશ રહેશે. મનમાં થોડાં નેગેટિવ વિચારો પણ ઉઠશે.

લવઃ- જીવનસાથીનું ઘરમાં પૂર્ણ અનુશાસન રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- પગમાં કોઇ ઈજા પહોંચી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહેવું તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. વિદ્યાર્થીઓ માટે નોકરી માટે ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળવાના યોગ છે. આ સમય આત્મમંથનનો રહેશે.

નેગેટિવઃ- ખોવાયેલી વસ્તુની પ્રાપ્તિ પણ અસંભવ જોવા મળી રહી છે. આ સમયે તમારું તણાવમાં રહેવું બેકાર છે.

લવઃ- પરિવારના લોકો તમારી ભાવનાઓને સમજશે.
વ્યવસાયઃ- આ સમયે વેપારમાં ગંભીરતાથી મહેનત કરવી.
સ્વાસ્થ્યઃ- તમે એનર્જીથી ભરપૂર રહેશો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે, તમને તમારી મહેનત દ્વારા જ તમારી મહત્ત્વકાંક્ષાઓની પૂર્તિ થશે. તેમાં પ્રભાવશાળી વ્યક્તિઓનો સાથ તમારા કામને સુગમ બનાવશે.

નેગેટિવઃ- ભાઇઓ સાથે સંબંધોમાં કોઇ પ્રકારની કટુતા આવી શકે છે. તમારી માનસિક સ્થિતિને સ્થિર જાળવી રાખો તથા મનમાં નેગેટિવ વિચાર ઉત્પન્ન થવા દેશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મનમુટાવ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- હાલ લાભની સંભાવના ખૂબ જ ઓછી છે.
સ્વાસ્થ્યઃ- દેસી વસ્તુઓથી પોતાનો ઇલાજ કરાવો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તુલા રાશિના જાતકો માટે સંબંધોની કિંમત અને મહત્ત્વ હંમેશાં મહત્ત્વ ધરાવે છે. જમીન, જાયદાદ સાથે સંબંધિત કોઇ મુખ્ય કામ આજે સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ- ધન સંબંધિત લેવડ-દેવડમાં સાવધાની જાળવો. કોઇ પ્રકારની યાત્રા કરવાથી બચવું.

લવઃ- જીવનસાથી સાથે ભાવનાત્મક અલગાવ આવી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ મળશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી મનમાં સંતોષ રહેશે. ઘરના વડીલોનો પરિવાર ઉપર આશીર્વાદ અને સહયોગ રહેશે.

નેગેટિવઃ- ઘરની બહાર અહીં-ત્યાં જવામાં તમારો સમય વ્યર્થ કરશો નહીં. માર્કેટિંગ સંબંધિત કોઇપણ કાર્યનું ઉત્તમ ફળ મળશે નહીં.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં સંબંધિત સમય હાલ તમારા માટે યોગ્ય નથી.
સ્વાસ્થ્યઃ- સ્વભાવમાં ગુસ્સો વધી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા કામને યોગ્ય રીતે પૂર્ણ કરશો. જેથી તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ બધા સામે આવશે. તમારા વિરોધીઓ પણ તમારી સમક્ષ ટકી શકશે નહીં.

નેગેટિવઃ- ઘર સાથે સંબધિત કોઇ કાર્યમાં વધારે ખર્ચ થઇ શકે છે. આ સમયે તમારે બજેટ બનાવીને ચાલવું જોઇએ.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.
વ્યવસાયઃ- પાર્ટનરશિપના વ્યવસાયમાં કામ ચાલતું રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટ સાથે સંબંધિત થોડી મુશ્કેલીઓ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પરિવારમાં કોઇના લગ્ન કે સગાઈ સંબંધિત કોઇ માંગલિક કાર્યની રૂપરેખા બની શકે છે. સંતાનને કોઇ વિદેશ સાથે સંબંધિત ઉપલબ્ધિ મળી શકે છે.

નેગેટિવઃ- થોડાં સમયથી તમને એલર્ટ કરવામાં આવી રહ્યા છે કે, ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવીને રાખો કેમ કે, વધારે કટુતા આવવાની સંભાવના છે.

લવઃ- તમારું વધારે ડિસિપ્લિનમાં રહેવું જીવનસાથી સાથે વિવાદ ઉત્પન્ન કરી શકે છે.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોએ કામમાં ધ્યાન રાખવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- પેટના નીચેના ભાગમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- જે કામને કરવાનું છેલ્લાં કેટલાંક સમયથી વિચારી રહ્યા હતાં, આજે તે કામ સમયે પૂર્ણ થઇ જશે. સમજી વિચારીને અને વિવેકથી કાર્ય કરવાથી દરેક બાજી તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય ઇમોશનલ થઇને લેશો નહીં. બાળકોના કોઇ કાર્યથી તમને ચિંતા રહેશે. ધન સંબંધિત નુકસાન પણ સંભવ છે.

લવઃ- કામમાં વ્યસ્ત રહેવાના કારણે તમે ઘરમાં સમય આપી શકશો નહીં.
વ્યવસાયઃ- વારસાગત કાર્યોમાં વધારે લાભદાયક પરિસ્થિતિ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય પરિવાર તથા મિત્રો સાથે મનોરંજનમાં વ્યતીત થશે. ઘરમાં બાળકને લઇને કોઇ શુભ સુચના મળી શકે છે. આજે ઘરનું વાતાવરણ એકદમ સુંદર રહેશે.

નેગેટિવઃ- જમીન-જાયદાદ સાથે સંબંધિત મામલાઓમાં મુશ્કેલીઓ આવી શકે છે. કોઇપણ મોટો નિર્ણય લેતાં પહેલાં તેના ઉપર ગંભીરતાથી વિચાર કરી લો.

લવઃ- ઘરના સુખમાં પોતાનું સુખ શોધવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- કોઇ અન્ય વ્યક્તિને પોતાના વ્યવસાય સાથે સંબંધિત વાતચીત કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...