તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવારનું રાશિફળ:શનિવારનો દિવસ વૃષભ જાતકો માટે લાભદાયી રહેશે, રોકાણ કરવા માટે સમય યોગ્ય રહેશે

2 મહિનો પહેલા
  • શુભ યોગને કારણે મેષ, કર્ક તથા મીન માટે ફાયદાકારક દિવસ
  • મકર રાશિના નોકરિયાત જાતકોને કામ વધુ હોવાથી સ્ટ્રેસ વધશે, ખર્ચા પણ વધી શકે છે

9 જાન્યુઆરી, શનિવારના રોજ વિશાખા નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે શુભ નામનો યોગ બની રહ્યો છે, જેનો સીધો ફાયદો 7 રાશિને મળશે. મેષ, કર્ક, તથા મીન રાશિને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. વૃષભ રાશિને બિઝનેસમાં ફાયદો થશે. સિંહ રાશિને સરકારી કામકાજમાં સફળતા મળશે. ધન રાશિના નોકરિયાત જાતકોને પ્રમોશનની તક મળી શકે છે. તો કુંભ રાશિની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ ઉપરાંત મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક તથા મકર રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. આ પાંચ રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો.

9 જાન્યુઆરી, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ભાગ્યના નક્ષત્ર પ્રબળ થઇને તમને ઘણું સારું આપવાની કોશિશ કરી રહ્યા છે. એટલે સમયનું સન્માન કરો. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ ઉપર ધ્યાન આપો. સલાહ જેવો તેમનો આશીર્વાદ તમારા માટે ફાયદાકારક અને લાભદાયક રહેશે.

નેગેટિવઃ- કોઇપણ જગ્યાએ રોકાણ કરવા કે કોઇને રૂપિયા ઉધાર આપતાં પહેલાં તેમના અંગે તપાસ કરી લો. ભાવનાઓમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. કોઇ સાર્વજનિક સ્થાન ઉપર કોઇની સાથે વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી જે વ્યવસાયિક ક્ષેત્રમાં પરેશાનીઓ ચાલી રહી હતી આજે તે નિર્વિઘ્ન પૂર્ણ થઇ શકે છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે લાભદાયક ગ્રહ ગોચર ચાલી રહ્યું છે. રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે પરંતુ તેને લગતું કોઇપણ કાર્ય કરતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લઇ લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવને ખૂબ જ સોમ્ય અને મધુર જાળવી રાખો. ગુસ્સા અને અહંકારના કારણે કામ ખરાબ પણ થઇ શકે છે. થોડો સમય આત્મ મનનમાં પણ પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ભરપૂર ઓર્ડર મળી શકે છે.

લવઃ- ઘરમાં સંબંધીઓ આવી જવાથી એકબીજાને મળવું પારિવારિક વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ત્વચાને લગતી કોઇ એલર્જી થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના સંબંધીની પરેશાનીમાં તમારી સલાહ તેમની સમસ્યાઓનો ઉકેલ શોધશે. તમારું માન-સન્માન પણ વધશે. આજે થોડા અનિચ્છનિય પડકાર પણ સામે આવી શકે છે. તમે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેમનો સામનો કરવામાં સમર્થ રહેશો.

નેગેટિવઃ- આજે કોઇની પાસેથી ઉધાર રૂપિયા લેશો નહીં. તેનાથી તમારા માન-સન્માનમાં ઘટાડો આવી શકે છે અને સંબંધ પણ ખરાબ થશે. તમે તમારી વ્યંગાત્મક વાણી તથા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- તમારા કામ પ્રત્યે વધારે મહેનત કરવાની જરૂર છે.

લવઃ- પતિ-પત્નીમાં સહયોગાત્મક તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન અને ઉધરસની સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જો કોઇ સરકારી કામ અટકી રહ્યું છે તો આજે કોઇ અનુભવી વ્યક્તિ સાથે મળીને તેના અંગે ચર્ચા-વિચારણાં કરો. સફળતા અવશ્ય મળશે. પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- બાળક તરફથી કોઇ નકારાત્મક વાત જાળવી મળશે જેનાથી મન નિરાશ થશે. પરિસ્થિતિને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ રહેશે. કોઇ વડીલની સલાહ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે.

લવઃ- પરિવાર સાથે થોડો સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી સમસ્યા વધી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે જોડાયેલાં થોડો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી કોઇ યોગ્ય પરિણામ સામે આવશે. યુવાઓને પણ કરિયરને લગતો કોઇ નવો અવસર મળી શકે છે. કોઇ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત તમને માનસિક શાંતિ આપશે.

નેગેટિવઃ- થોડી નવી જવાબદારીઓ આવવાથી કામ વધી શકે છે. આ ગતિવિધિઓ તમારા માટે પોઝિટિવ રહેશે. ચિંતા ન કરો.

વ્યવસાયઃ- રાજકીય કાર્યોમાં આજે સફળતા મળી શકે છે.

લવઃ- વ્યવસાયિક ભાગદોડના કારણે લગ્નજીવનમાં પ્રેમનું સુખ ભોગવી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કઇંક નવું કરવાની ઉમંગ અને જોશ રહેશે. ધર્મ તથા અધ્યાત્મમાં પણ રસ વધશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી પરીક્ષાનું પોઝિટિવ પરિણામ મળવાથી ખૂબ જ સુકૂન મળશે.

નેગેટિવઃ- લોટરી, જુગાર, સટ્ટો વગેરે જેવા કાર્યોથી દૂર રહો, કેમ કે આ સમયે વધારે નુકસાનની પરિસ્થિતિઓ બની રહી છે. ખોટા કાર્યોમાં રૂપિયા ખર્ચ થશે.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી જે યોજના ઘણાં સમયથી બનાવી રહ્યાં હતાં, આજે તેના ઉપર કામ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને પરિશ્રમના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિઓ સન્માનજનક બની રહી છે. તમે જે પણ કામ હાથમાં લેશો તમને તેમાં યોગ્ય સફળતા મળી શકે છે. પ્રોપર્ટીની ખરીદદારીને લગતું કોઇ કામ બની રહ્યું હોય તો તેને લગતી બેદરકારી ન કરો.

નેગેટિવઃ- આળસ અને મોજ મસ્તીમાં સમય ખરાબ ન કરો, તેના કારણે તમે અનેક મહત્ત્વપૂર્ણ સફળતા ગુમાવી શકો છો. દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો તથા જીવનની વાસ્તવિકતાનો સામનો કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં બધા જ નિર્ણય જાતે લો. આજે માર્કેટિંગને લગતાં કાર્યોને ટાળો.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા પરિવારની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો તથા ખરાબ સંગતથી દૂર રહો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમારી આર્થિક યોજનાને લગતાં લક્ષ્ય સરળતાથી ફળશે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. ધાર્મિક સંસ્થાઓમાં તમારું નિસ્વાર્થ યોગદાન સમાજમાં તમારી પ્રતિષ્ઠાને વધારશે.

નેગેટિવઃ- કોઇપણ નકારાત્મક પરિસ્થિતિમાં તમારું ધૈર્ય ગુમાવશો નહીં. શાંતિથી પરિસ્થિતિનો સામનો કરો. વિદ્યાર્થી વર્ગ પણ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકાર થઇ રહ્યા છે. જેની અસર તેમના પરિણામ ઉપર થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વેપારમાં અનેક મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- કોઇ પ્રકારનો નિર્ણય લેવાની પરેશાનીમાં જીવનસાથી તથા પરિવારજનોની સલાહ અવશ્ય લો.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જો ઘરમાં કોઇ પરિવર્તન કે રિનોવેશનને લગતાં કાર્યની યોજના બની રહી છે તો વાસ્તુ નિયમોનું ધ્યાન રાખો. તેનાથી ઘરમાં પોઝિટિવિટી આવશે. કોઇ અટવાયેલું મહત્ત્વપૂર્ણ કામ આજે સરળતાથી પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ નજીકના મિત્ર કે સંબંધીની ઇર્ષ્યા ભાવનાથી તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકો છો. એટલે સાવધાન રહો. વિદ્યાર્થી તથા યુવા વર્ગ પોતાના લક્ષ્યોને આંખથી ઓઝલ થવા દે નહીં.

વ્યવસાયઃ- વેપાર અને કામકાજને લઇને તમે ખૂબ જ વધારે ગંભીર તથા સમર્પિત રહેશો.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ નાની વાતને લઇને માથાનો દુખાવો કે માઇગ્રેન થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સમાન વિચારધારા ધરાવતાં લોકો સાથે સંપર્ક બનશે. તમારા કોઇ ખાસ હુનર તથા નોલેજના વખાણ થશે. યુવાઓની કોઇ ઉત્તમ પ્રતિભા ઉભરીને લોકો સામે આવશે.

નેગેટિવઃ- સાવધાન રહો, રૂપિયા આવતાં પહેલાં જવાનો રસ્તો તૈયાર રહેશે. એટલે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. આ સમયે ખોટી યાત્રા કરવાનું ટાળો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં થોડી ગેરસમજ તથા વૈચારિક મતભેદના કારણે મનમાં વિધ્નની સ્થિતિ રહેશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાથી રાહત મળશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આર્થિક પક્ષ થોડો મજબૂત બનશે. મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર રહેશે. સમય મનોરંજન પૂર્ણ પસાર થશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરતી સમયે ઘરના સભ્યોનો સહયોગ અને સલાહ તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

નેગેટિવઃ- પારિવારિક વ્યવસ્થામાં કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં. આ સમયે બાળકોની સંગતિ અને ક્રિયાઓ ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રમાં ફેરફાર કરવાને લગતી યોજનાઓ સફળ રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- થોડો સમય તમારા રસના કાર્યોમાં પણ પસાર કરો. તેનાથી તમને આત્મિક અને માનસિક સુખ મળશે. બાળકોની કોઇ સમસ્યાનો ઉકેલ પણ મળી જશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ચોરી થઇ જવાથી કે ખોવાઇ જવાની સંભાવના છે. યુવા વર્ગ આજકાલ પોતાના લક્ષ્યો પ્રત્યે બેદરકારી ન કરે.

વ્યવસાયઃ- મશીન કે કારખાનાને લગતા વ્યવસાયમાં કોઇ મોટો ઓર્ડર મળવાની શક્યતા છે.

લવઃ- ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પારિવારિક વાતાવરણને સુખમય રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો