શુક્રવારનું રાશિફળ:મેષ, મિથુન સહિત 5 રાશિના જાતકો માટે આર્થિક ઉન્નતિ કરાવનારો દિવસ, શુક્રવારે લક્ષ્મીજીની કૃપા રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

9 ડિસેમ્બર, શુક્રવારના રોજ વૃષભ રાશિનું કામ કોઈ પણ જાતની અડચણ વગર પૂરું થઈ જશે. સિંહ રાશિને બિઝનેસમાં ફાયદો થશે અને નસીબનો સાથ મળશે. કન્યા રાશિના નોકરિયાત વર્ગને ટ્રાન્સફર તથા પ્રમોશન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. કુંભ રાશિના શેર તથા સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા જાતકો માટે દિવસ ફાયદાકારક રહેશે. આ ઉપરાંત વૃશ્ચિક રાશિ લેવડદેવડ કરવાનું ટાળે. મકર રાશિના નોકરિયાત વર્ગને કામનું પ્રેશર રહેશે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

9 ડિસેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. દિવસની શરૂઆતમાં જ તમારાં કાર્યોની રૂપરેખા બનાવી લો. જો પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતી કોઈ યોજના બની રહી છે તો તરત અમલ કરો. સંબંધોની મજબૂતી વધારવામાં તમારું ખાસ યોગદાન રહેશે.

નેગેટિવઃ- કોઈ જૂના મુદ્દાને લઈને ભાઈઓ સાથે થોડો વિવાદ થવાની શંકા છે, એટલે વિવેક અને સમજદારી સાથે કામ કરો. અન્ય લોકોની વાતોમાં ધ્યાન આપવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા અને આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને શરદી જેવી સમસ્યા રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સમય લાભકારી છે. વિદ્યાર્થીઓએ સ્પર્ધાને લગતા કાર્યોમાં મહેનત કરતા રહેવું. દિવસની શરૂઆતમાં કામ વધારે રહેવાના કારણે વધારે મહેનત રહેશે. ભવિષ્યમાં અનુકૂળ પરિણામ પણ પ્રાપ્ત થશે. ઘરની દેખરેખ અને સુધારને લગતા કાર્યોમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- સાથે જ આવરની જગ્યાએ ખર્ચ વધારે રહેશે. મિત્રોની સલાહ તમારા માટે ખોટી સાબિત થઈ શકે છે. ખોટી ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો. કોઈ સાથે ખરાબ રીતે વાર્તાલાપ કરવો તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં શાંતિથી કામ પૂર્ણ થતું જશે.

લવઃ- ઘરના વડીલોનું અનુશાસન અને દેખરેખથી ઘરની વ્યવસ્થા યોગ્ય બની રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં ગેસની તકલીફ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. સાથે જ મહત્ત્વપૂર્ણ લોકો સાથે પણ સંબંધ મજબૂત થશે. પ્રોપર્ટીની ખરીદી કે વેચાણને લગતી યોજનાઓ સફળ થશે. મિત્રોની સલાહ ભાગ્યોદયકારક સાબિત થશે.

નેગેટિવઃ- વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો વિવાદ અનુભવી લોકોની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે. સંતાનની ગતિવિધિઓ અને સંગત ઉપર નજર રાખો.

વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય ફાયદો આપી શકે છે.

લવઃ- પતિ-પત્ની તથા પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે થોડી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે તમારું યોગદાન સમાજમાં તમને નવી ઓળખ આપશે. તમે પરિવાર તથા વેપારની વચ્ચે તાલમેલ જાળવી શકશો.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ પોતાની મહેતન પ્રમાણે યોગ્ય પરિણામ ન મળવાથી મન થોડું પરેશાન રહેશે. ક્યારેક એવું પણ જણાશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. આ પ્રકારના નકારાત્મક વિચાર તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો લાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આર્થિક સ્થિતિ ઉત્તમ જળવાયેલી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઈને વિચાર મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે તમારા આત્મવિશ્વાસ અને ભરપૂર ઊર્જા દ્વારા તમારા કાર્યોને અંજામ આપવામાં સક્ષમ રહેશો. થોડી મુશ્કેલીઓ સામે આવશે, તમે તમારા આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય દ્વારા તેનું સમાધાન પણ સરળતાથી શોધી લેશો.

નેગેટિવઃ- કોઈ નજીકના મિત્ર કે ભાઈ સાથે નાની વાતનો મોટો ઇશ્યૂ બની શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં. વધારે રોકટોકના કારણે બાળકોના મનોબળમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- યુવાઓને રોજગારના નવા અવસર મળી શકે છે.

લવઃ- લગ્નસંબંધોમાં ગેરસમજના કારણે વિવાદ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા વ્યક્તિગત કામ ખૂબ જ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. પરિવારમાં કોઈ ધાર્મિક યાત્રાનું પણ આયોજન થઈ શકે છે. દિવસ ખૂબ જ વ્યસ્ત રહી શકે છે. હાલ કરેલી મહેનતનું પરિણામ નજીકના ભવિષ્યમાં ખૂબ જ અનુકૂળ મળશે.

નેગેટિવઃ- અર્થ વિના અન્ય લોકોની પરેશાનીમાં ગુંચવાશો નહીં. નકારાત્મક પરિસ્થિતિઓને ખૂબ જ સહજ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની કોશિશ કરો. યુવાઓ મોજ-મસ્તીમાં સમય પસાર કરવાના કારણે કામને વધારે સારું કરવાની કોશિશ કરશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે તણાવ અને નબળાઈ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. આ સમયે તમે ફાલતૂ ગતિવિધિઓથી ધ્યાન હટાવીને પોતાના કાર્યો ઉપર ધ્યાન આપશો. કોઈ પારિવારિક સભ્યના લગ્નને લગતો સંબંધ પણ આવી શકે છે.

નેગેટિવઃ- ખર્ચ પ્રત્યે કંજૂસી કરવી તમારા પરિવારના લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન રાખો, તેના કાણે તમારા બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળે ગતિવિધિઓને યોગ્ય રીતે સંપન્ન કરવા માટે તમારી હાજરી જરૂરી છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- થોડો સમય કસરત અને યોગમાં પણ પસાર કરો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈ સમારોહમાં સામેલ થવાનું પણ આમંત્રણ મળી શકે છે. યુવાઓ પોતાની પહેલી આવક મળવાથી ખૂબ જ પ્રસન્ન રહેશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

નેગેટિવઃ- આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે થશે. બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરી શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુ તથા પેપર્સને સાચવીને રાખો. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો.

વ્યવસાયઃ- આ સમયે વેપારને લગતી સ્પર્ધામાં તમારે વધારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- કોઈ પ્રિયજન સાથે મુલાકાત તમને ભાવનાત્મક તથા માનસિક રીતે સુખ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને ભાગદોડના કારણે બ્લડ પ્રેશરને લગતી સમસ્યા વધી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમાન વિચારધારાના લોકો સાથે મુલાકાત નવી ઊર્જા આપશે. લક્ષ્ય પ્રાપ્તિમાં કોઈ નજીકના લોકોનો પણ સહયોગ મળી શકે છે. ધનની અપેક્ષા પોતાના માન-સન્માન અને આદર્શો ઉપર વિશ્વાસ રાખવો તમને સફળ કરશે.

નેગેટિવઃ- ક્યારેક તમારો વધારે અનુશાસિત વ્યવહાર કરવો પરિવારના લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે. ક્યારેક સંતાનને કોઈ નકારાત્મક વ્યવહાર પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે ભાગ્ય તમને સહયોગ કરી રહ્યું છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ મુદ્દાને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- જૂની સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં રાહત મળી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે પરિસ્થિતિઓ લાભદાયક રહેશે. માત્ર તમારું ધ્યાન ખોટી ગતિવિધિઓથી અલગ પોતાના કાર્યોમાં કેન્દ્રિત કરો. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે. ઘરના વડીલ સભ્યો સાથે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળની યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- મહિલાઓ પોતાના સાસરિયા સાથે સંબંધ મધુર જાળવી રાખશે. ક્યારેક તમારા ગુસ્સા અને ખરાબ શબ્દોના પ્રયોગની નકારાત્મક અસર તમારા બાળકો ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક પરેશાન કરી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમારું કોઈ મન પ્રમાણે ઇચ્છા પૂર્ણ થશે જેના કારણે મન પ્રસન્ન રહેશે. મહત્ત્વપૂર્ણ કાર્યને કરતા પહેલાં પોતાના પારિવારિક સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારો સ્વભાવ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ પણ બની જાય છે. આ સમયે બેદરકારીના કારણે રૂપિયા બરબાદ પણ થઈ શકે છે. કોઈના ઉપર પણ વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- વેપારમાં તમારો કોઈ નવો પ્રયોગ અમલ કરવો લાભદાયી રહેશે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના સભ્યોનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- વાયુ ગેસના કારણે સાંધામાં દુખાવો અને બેચેની જેવી સમસ્યા રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પરિવારની જવાબદારીઓને ઘરના સભ્યોમાં વહેંચીને થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને સુખ આપશે.

નેગેટિવઃ- સમજવા અને વિચારવામાં સમય પસાર કરશો તો તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. આ સમયે આર્થિક ગતિવિધિઓ થોડી ધીમી રહી શકે છે. મહિલાઓ પોતાના માન-સન્માનને લઈને વધારે સજાગ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધી વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમા ઘરના સભ્યોનો તમારા પ્રત્યે સહયોગ તમને આત્મબળ આપશે.

વ્યવસાયઃ- તણાવ લેવાનું ટાળો.