બુધવારનું રાશિફળ:બુધવારે મેષ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ સારી રહેશે, વિદ્યાર્થીઓને સફળતા મળવાના યોગ બની રહ્યા છે

2 વર્ષ પહેલા
  • બુધવારે બે શુભ યોગ, ચંદ્ર કન્યા રાશિમાં રહેશે, 12 રાશિ પર અસર થશે
  • મેષ રાશિના જાતકોને ધન લાભ, વૃષભ રાશિના લોકોએ મતભેદનો સામનો કરવો પડી શકે છે

9 ડિસેમ્બર, બુધવારના રોજ કારતક માસની કૃષ્ણ-પક્ષની નોમ છે. આ દિવસે સવારના 9.30 વાગ્યાથી લઈ રાત સુધી સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. બુધવારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોવાથી પ્રવર્ધ નામનો શુભ યોગ બની રહ્યો છે. આ બંને યોગમાં કોઈપણ કામની શરૂઆત કરવામાં આવે તો એ શુભ રહે છે. ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. બુધવારે ગણેશજીની સામે દીવો પ્રગટાવીને દૂર્વા અર્પિત કરો. ગણેશજીનું ધ્યાન ધરીને કામની શરૂઆત કરો.

9 ડિસેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબઃ

મેષઃ-

પોઝિટિવઃ- આજે નાણાકીય સ્થિતિમાં સુધારો આવશે. કોઇ નજીકની વ્યક્તિ સાથે ચાલી રહેલા વિવાદ પણ દૂર થશે. વિદ્યાર્થીઓને તેમની નોકરી અંગેના ઇન્ટવ્યુમાં સફળતા મળવાના યોગ છે. મહેનતથી તમારા લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- તમારા સિદ્ધાંતો સાથે કોઇપણ પ્રકારનો સમજૂતી ન કરો. ઘરમાં પણ નાની વાત પર અકારણ જ તણાવ ઊભો થઇ શકે છે. વધારે ગુસ્સો કરવો નહીં. ઘરના વડીલોનું માન-સન્માન પણ જાળવી રાખવું. આજે કોઇપણ પ્રકારની યાત્રાને ટાળો.

વ્યવસાયઃ- વેપારમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓનો પ્રભાવ જળવાયેલો રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં દુખાવો અને ખરાશની સ્થિતિ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- વ્યસ્તતા સિવાય તમે તમારા રસનાં કાર્યો માટે સમય કાઢશો, જેથી તમે માનસિક રીતે ખૂબ જ પ્રસન્ન રહેશો. વિદ્યાર્થીઓને પણ કોઇ પ્રકારની સફળતા મળવાથી શુકન અને સુખ મળશે. ધાર્મિક કાર્યો પ્રત્યે તમારો રસ જળવાશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને મતભેદ ઊભો થઇ શકે છે. આ સમયે ગુસ્સાની જગ્યાએ શાંતિથી સમસ્યાનો ઉકેલ શોધો. રિસ્ક પ્રવૃત્તિનાં કાર્યોથી દૂર રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ પર નજર રાખવી.

લવઃ- કામ વધારે હોવાથી તમે તમારા લગ્નજીવન માટે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે. આ નિર્ણય પોઝિટિવ પરિણામ આપશે. આ સમયનું ગ્રહ ગોચર ખૂબ જ શુભ રહેશે. કોઇ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત તમારા અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવામાં મદદગાર રહેશે.

નેગેટિવઃ- દિવસભર ખૂબ જ વ્યસ્ત રહેશો, જેને કારણે ક્યારેક થાક અને ચીડિયાપણું અનુભવ કરી શકો છો. કોઇની જવાબદારી તમારી પર લેવી તમારા માટે જ મુશ્કેલીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- કોઇપણ વ્યાવસાયિક કાર્યમાં વિઘ્ન આવવાથી તમારા રાજનૈતિક સંપર્કોનો સહયોગ લો.

લવઃ- પરિવારમાં પ્રેમપૂર્ણ અને સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઇ તકલીફ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી અસ્વસ્થતામાં આજે થોડા સુધારાનો અનુભવ થશે અને તમે તમારા અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઇ મિત્ર સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીને લગતી અપ્રિય સૂચના મળવાથી મન નિરાશ રહેશે. આજે કોર્ટને લગતું કોઇપણ કાર્ય ટાળો. કોઇપણ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિથી બચવું. આ સમયે વિદ્યાર્થી વર્ગ પણ ખોટી વાતોમાં પડીને પોતાના કરિયર સાથે બેદરકારી કરશે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં મન પ્રમાણે કાર્ય પૂર્ણ થવાથી સુખ પ્રાપ્ત થશે.

લવઃ- પરિવારના સભ્યોનો એકબીજા સાથે સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અંગે બિલકુલ બેદરકારી ન કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ છે. દરેક કાર્યને યોગ્ય અને વ્યવસ્થિત રીતે કરવાથી તમે જલદી જ લક્ષ્ય પ્રાપ્ત કરી લેશો. ખાસ કરીને મહિલા વર્ગને તેમના આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા દ્વારા સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આ સમયે હૃદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. વધારે ભાવુકતા તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. તમારી સફળતાને અન્ય સામે જણાવવી નહીં, નહીંતર ઇર્ષ્યાની ભાવનાથી લોકો તમારું જ નુકસાન કરી શકે છે.

વ્યવસાયઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે, એનાથી લગ્નજીવન પણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમે ઘરને લગતી તમારી જવાબદારીઓને ખૂબ જ સાદગી અને ગંભીરતાથી પૂર્ણ કરશો. તમારી જીવનશૈલીમાં થોડો પોઝિટિવ પરિવર્તન લાવવાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અનુભવ કરશો.

નેગેટિવઃ- અચાનક જ કોઇ મોટો ખર્ચ સામે આવશે, જેને કારણે બજેટ ખરાબ થઇ શકે છે. આ સમયે ધૈર્ય રાખવું જ યોગ્ય છે. વાહન કે પ્રોપર્ટીને લગતી લોન લેવામાં હાલ મુશ્કેલીઓ આવશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નવા-નવા પ્રયોગ કરવામાં તમારો રસ રહેશે.

લવઃ- લગ્નજીવન સુખયમ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહનથી ઈજા પહોંચવાની સંભાવના છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- નજીકના સંબંધીઓ ઘરે આવવાથી પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. કોઇ ભાવી લક્ષ્યની પ્રાપ્તિ પણ સરળતાથી થઇ જશે. વિદ્યાર્થી અભ્યાસને લગતી પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી રાહત અનુભવ કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇની વાતોમાં આવીને તમે તમારું જ કામ ખરાબ કરી શકો છો. તમે તમારા નિર્ણયને જ સર્વોપરિ રાખો. આ સમયે પરિવારની કોઇ વ્યક્તિના લગ્નજીવનમાં વિવાદની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ફેરફારને લગતી યોજના અંગે કામ થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ ગેરસમજને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો પરેશાન કરશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. કોઇપણ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર આત્મવિશ્વાસ અને એક નવી ઊર્જાનો અનુભવ કરશો. ઘરની વડીલ વ્યક્તિઓનો પણ પૂર્ણ સહયોગ અને સલાહ મળશે.

નેગેટિવઃ- ક્યારેક અતિ આત્મવિશ્વાસને કારણે બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. તમારા શબ્દો પર નિયંત્રણ રાખો. આ સમયે તમારા ખોટા ખર્ચ પર અંકુશ રાખવું જરૂરી છે. યુવા વર્ગ ખોટું હરવા-ફરવામાં સમય નષ્ટ ન કરીને પોતાના ભવિષ્યને લગતી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવો.

લવઃ- પારિવારિક તથા વ્યાવસાયિક જીવનમાં સારો તાલમેલ રાખવાથી ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને થાકની સ્થિતિ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક કે સામાજિક સંસ્થાના સહયોગમાં આજે મોટા ભાગનો સમય પસાર થશે, જેનાથી તમને આત્મિક શાંતિ પણ મળશે. સમાજમાં પણ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. અચાનક જ કોઇ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત તમને એક નવી દિશા પ્રદાન કરશે.

નેગેટિવઃ- બાળકોને પોતાના કરિયર અંગે કોઇપણ કામમાં મુશ્કેલીઓ આવવાથી તણાવ રહેશે. આ સમયે તેમનું આત્મબળ જાળવી રાખવા માટે તેમને સહયોગ આપો. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ- તમારી વ્યસ્તતાની વચ્ચે જીવનસાથી તથા પરિવારના લોકો માટે સમય કાઢવો તમારા સંબંધોને વધારે નિખારશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહેશે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ તથા આર્થિક ગતિવિધિઓ પર કેન્દ્રિત રહેશે. કોઇ વડીલ કે અનુભવી વ્યક્તિની સલાહ પણ તમારા માટે હિતકારી રહેશે.

નેગેટિવઃ- અર્થ વિના અન્યની પરેશાનીઓમાં ગૂંચવાશો નહીં. એનાથી તમારું જ નુકસાન થઇ શકે છે. કોઇ અપ્રિય ઘટના સાંભળવાથી ભય જેવી સ્થિતિ મનમાં હાવી થઇ શકે છે.

વ્યવસાયઃ- મશીન અને લોખંડ સાથે જોડાયેલા વેપારમાં થોડા નુકસાનની સ્થિતિ બની રહી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અંગે હળવી પરેશાની રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમારી કોશિશ બધાં જ કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની રહેશે. તમે તેમાં ખૂબ જ સફળ થશો. થોડા દિવસોથી ચાલી રહેલી ભાગદોડને કારણે આજે આરામ અને શુકનન મેળવવાના મૂડમાં પણ રહેશો.

નેગેટિવઃ- થોડા વિરોધી તમારા વિરુદ્ધ થોડી ખોટી અફવા ફેલાવી શકે છે. જોકે એનો તમારા પર કોઇ નકારાત્મક પ્રભાવ પડશે નહીં છતાંય તમારે સાવધાન રહેવું જોઇએ. રાજકારણ સાથે જોડાયેલા લોકો તથા તેમની ગતિવિધિઓથી દૂર રહો.

વ્યવસાયઃ- કોઇપણ પ્રકારના વ્યવસાયમાં આ સમયે હિસાબ-કિતાબમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સીઝનલ એલર્જીને લગતા રોગ પરેશાન કરી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે ધાર્મિક કે આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો સમય પસાર થશે. થોડા અનુભવી અને જવાબદાર લોકોના માર્ગદર્શનમાં કશુંક શીખવા મળશે. આ સમયે આર્થિક લાભની પણ સારી સંભાવનાઓ બની રહી છે.

નેગેટિવઃ- પરિવારનાં અને સામાજિક કાર્યોમાં ધ્યાન ન આપવાથી અન્ય લોકોની નિરાશાનો સામનો કરવો પડી શકે છે. જુગાર, સટ્ટા જેવાં ખોટાં કાર્યોમાં રસ લેશો નહીં. કોઇ સાથે પણ વ્યવહાર કરતી સમયે ધ્યાન રાખો કે તમે કોઇ ષડયંત્રનો શિકાર બની શકો છો.

વ્યવસાયઃ- આજે કામકાજમાં ઇચ્છિત સફળતા તો મળી શકશે નહીં.

લવઃ- જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક અને શુકન આપનારી રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી નબળાઈ અનુભવ થઇ શકે છે.