ગુરુવારનું રાશિફળ:ગુરુવારે સિંહ જાતકોને સામાજિક સ્તરે થોડી નવી ઓળખ પ્રાપ્ત થશે, અચાનક કોઇ ખર્ચ સામે આવી શકે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

8 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ નોકરી તથા બિઝનેસ કરતા વૃષભ જાતકો માટે દિવસ શુભ રહેશે. કન્યા રાશિને નસીબનો સાથ મળશે. કુંભ રાશિની આવકમાં વધારો થશે. મીન રાશિના બિઝનેસમાં અટકેલા કામો ફરી શરૂ કરવા માટે દિવસ સારો છે. આ ઉપરાંત સિંહ રાશિના નોકરિયાત વર્ગ સરકારી બાબતમાં મૂંઝવણ અનુભવી શકે છે. ધન રાશિ ઉતાવળમાં કોઈ નિર્ણય ના લે.

8 સપ્ટેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન્ન થશે.

નેગેટિવઃ- આ સમયે આર્થિક પરેશાની રહેશે. કોઇ બહારના વ્યક્તિના કારણે તમને ધનને લગતું નુકસાન થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલાં કોઇ વાદ-વિવાદને વધારે ખેંચશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય થોડો પડકાર આપનાર રહેશે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરની દેખરેખમાં પણ તમારો સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું કોઇ અટવાયેલું કામ બની શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ વધશે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે તથા સંબંધો વધારે ગાઢ બનશે.

નેગેટિવઃ- કોઇ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે મનમુટાવ જેવી સ્થિતિ બની રહી છે. વધારે હળવા-મળવાનું છોડીને તમારા કાર્યો ઉપર ધ્યાન આપો. તમારી કોઇપણ યોજના કોઇ સામે જાહેર ન કરો.

વ્યવસાયઃ- કોઇ નવા કામને શરૂ કરવા માટે પરિસ્થિતિઓ અતિ અનુકૂળ છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણની નકારાત્મક અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સમય સાથે કરેલાં કાર્યોના પરિણામ પણ યોગ્ય હોય છે, એટલે તમારા હાથમાં આવેલી કોઇપણ સફળતાને પ્રાપ્ત કરવામાં મોડું ન કરો. તમારું વ્યક્તિત્વ અને પ્રભાવશાળી વાણી અન્ય ઉપર ઉત્તમ છાપ છોડશે.

નેગેટિવઃ- પરિવાર તથા સંબંધીઓ માટે થોડો સમય કાઢવો જરૂરી છે, સંબંધોમા ખટાસ આવવા દેશો નહીં. જો સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના બનાવી રહ્યા છો તો હાલ તેના ઉપર વધારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જો કોઇ જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે તે શુભ રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જીવનની પૂંજી રહેશે.

નેગેટિવઃ- માત્ર યોજનાઓ બનાવવામાં જ સમય નષ્ટ ન કરીને તેને શરૂ કરવાની પણ કોશિશ કરો. ભાવના પ્રધાન થવાના કારણે કોઇ નાની નકારાત્મક વાત પણ તમને નિરાશ કરી શકે છે. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા પ્રોડક્ટની ક્વોલિટીને વધારે સારી બનાવો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સામાજિક સ્તર ઉપર તમને એક નવી ઓળખ પ્રાપ્ત થવાની છે, એટલે તમારા સંપર્કોની સીમા વધારો. કામનો ભાર તો વધારે રહેશે, પરંતુ સફળતા મળવાથી થાક હાવી થશે નહીં.

નેગેટિવઃ- અચાનક કોઇ ખર્ચ સામે આવી શકે છે. જેના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત પણ રહેશે. પરિસ્થિતિઓના તણાવની જગ્યાએ ધૈર્ય અને સંયમથી તેનો ઉકેલ લાવો. તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ટીમ બનાવીને કામ કરવાથી ઉત્તમ વ્યવસ્થા બની રહેશે.

લવઃ- પરિવાર સાથે હરવા-ફરવા તથા ડિનર વગેરેનો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા વધશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરી રહી છે. બાળકોની કોઇ સફળતાથી સુકૂન અને સુખ મળશે. ઘરના રિનોવેશનને લગતી વસ્તુઓની ખરીદદારી પણ શક્ય છે. તમારો સહયોગાત્મક વ્યવહાર પરિવાર તથા સમાજમાં માન-સન્માન જાળવી રાખશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમે તમારા ગુસ્સા તથા ઈગોના કારણે બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો. તમારા વ્યવહારને સહજ જાળવી રાખો. પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેતા પહેલાં ફરી વિચાર કરી લો.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી આર્થિક મુશ્કેલીના કારણે જે કામ અટક્યા હતાં, તેને ફરી શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પારિવારિક વાતાવરણ વ્યવસ્થિત રહેશે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત દિનચર્યાના કારણે કબજિયાત અને ગેસની સમસ્યા વધી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારા આત્મવિશ્વાસ તથા સમજણ દ્વારા પરિસ્થિતિને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરશો. પરિવારને લગતી યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં પણ સમય પસાર થશે. યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયરને લગતી ગતિવિધિઓને ગંભીરતાથી લેશો.

નેગેટિવઃ- બહારની વ્યક્તિઓ અને મિત્રોની સલાહના કારણે તમે થોડા ખોટા નિર્ણય પણ લઇ શકો છો. તમારી યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખો. સંબંધોને બચાવવા માટે વ્યવહારમાં સમય પ્રમાણે લચીલાપણું જાળવવું.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતી ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક મુદ્દાને લઇને વિવાદ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂની સ્વાસ્થ્યને લગતી પરેશાની ફરી થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારી સંતુલિત દિનચર્યાના કારણે મોટાભાગના કામ સમયે પૂર્ણ થતાં જશે. જેના કારણે માનસિક સુકૂન રહેશે. કોઇ ધાર્મિક વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન લાવશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઇપણ નિર્ણય ન લેવો. આ સમય બાળકોની ગતિવિધિઓ અને સંગતિ ઉપર પણ નજર રાખવી જરૂરી છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની દેખરેખ ખૂબ જ ધ્યાનથી કરો. નુકસાન થવાની સ્થિતિ બની રહી છે.

વ્યવસાયઃ- નવા કાર્યોને લગતી યોજનાઓ બનશે, જેમાં સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ તથા પોઝિટિવ વિચાર તમને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રાખશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી આજે થોડી રાહત મળશે. તમે તમારા કાર્યો પ્રત્યે યોગ્ય ધ્યાન આપી શકશો. કોઇ અનુભવી તથા વડીલ વ્યક્તિની સલાહ અને સહયોગ પણ તમારા માટે લાભદાયી રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનને લગતા પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- ઉતાવળ અને બેદરકારીના કારણે તમે થોડી ભૂલો પણ કરી શકો છો. એટલે સંયમ રાખવા ખૂબ જ જરૂરી છે. બાળકોની પરેશાનીઓને શાંતિથી ઉકેલો. કાર્યને ટાળવાની કોશિશ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇપણ ડીલ ફાઇનલ કરતી સમયે તેના દરેક સ્તર ઉપર ચર્ચા-વિચારણાં કરી લો.

લવઃ- લગ્ન સંબંધોમાં કોઇપણ પ્રકારની ગેરસમજ જન્મે નહીં તેનું ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભાનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં આજે સારો સમય પસાર થશે. તમે માનસિક રૂપથી પોઝિટિવ અનુભવ કરશો. જમીનને લગતો કોઇ વિવાદ કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે. બાળકોને લગતી કોઇ શુભ સૂચના પણ મળશે.

નેગેટિવઃ- તમારા મોટાભાગના કામ દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી ગ્રહ સ્થિતિ થોડા વિઘ્ન પેદા કરી શકે છે. કોઇની ખોટી સલાહ ઉપર અમલ કરવું તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. એટલે કોઇપણ નિર્ણય સમજી-વિચારીને લો.

વ્યવસાયઃ- રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં કોઇ નિર્ણય લેતા પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો.

લવઃ- કોઇપણ પરેશાનીમાં જીવનસાથી તથા પારિવારિક સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક તથા શારીરિક રૂપથી આજે પોતાને સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવ કરશો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા અહંકારનો ત્યાગ કરીને ઘરના વડીલોના અનુભવો અને માર્ગદર્શનનું અનુસરણ કરો. તમને સફળતા મળશે. આવકના માર્ગ પણ મળી શકશે. બાળકો તરફથી પણ કોઇ શુભ સૂચના મળવાથી પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- અકારણ જ કોઇ સાથે વિવાદમાં પડશો નહીં. કેમ કે તેની નકારાત્મક અસર તમારી કાર્ય ક્ષમતા ઉપર પડી શકે છે. જમીનને લગતો કોઇપણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે આજે કોઇપણ પ્રકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો.

લવઃ- પરિવાર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ સાથે-સાથે ભરપૂર આરામ પણ લેવો જરૂરી છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં પણ તમે તમારા રસના કાર્યો માટે સમય કાઢી શકશો, જેનાથી તમને આત્મિક સુખ અનુભવ થશે. અનુભવી વ્યક્તિઓની સલાહને સર્વોપરિ રાખો, નિશ્ચિત જ તમારા માટે લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇપણ વાદ-વિવાદમાં પડશો નહીં, આવું કરવાથી મામલો આગળ વધી શકે છે. કોઇપણ યાત્રાને ટાળવી શ્રેષ્ઠ રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે તણાવ ન લે અને શાંતિથી પરીક્ષાની તૈયારી કરે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામને કરવાની જગ્યાએ વર્તમાન સ્થિતિ ઉપર જ ધ્યાન આપો.

લવઃ- પરિવારજનો માટે ભેટ લાવવી તથા તેમની સાથે સમય પસાર કરવો ઘરના વાતાવરણને વધારે મધુર અને સુખમય બનાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

અન્ય સમાચારો પણ છે...