આઠ ઓક્ટોબર, ગુરુવારના રોજ ચંદ્રમા મૃગશિરા નક્ષત્રમાં છે, જેને કારણે મૃત્યુ નામનો અશુભ યોગ બની રહ્યો છે. આ કારણે કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોએ સંભાળીને રહેવું. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, સાત રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે. લેવડ-દેવડ તથા રોકાણમાં સાચવવું. ધન હાનિના યોગ બની રહ્યા છે. તણાવ પણ વધી શકે છે. મેષ, વૃષભ, મિથુન, કન્યા તથા ધન રાશિના જાતકોને અશુભ અસર થશે નહીં. આમ 12માંથી પાંચ રાશિના જાતકો માટે શુભ દિવસ રહેશે.
8 ઓક્ટોબર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- પ્રોપર્ટીની ખરીદારીને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના બનશે. અન્ય પર નિર્ભર રહેવાની અપેક્ષાએ તમારા નિર્ણયને મહત્ત્વ આપો. તમારાં કામ સહજ અને આરામદાયક રીતે સંપન્ન થતાં જશે.
નેગેટિવઃ- ક્યારેક તમે તમારું મહત્ત્વ જણાવવા માટે થોડી અનિચ્છનીય વાતો પણ કરો છો. તમારી આ આદતમાં સુધારો લાવો. જેથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. કોઇ નજીકના સંબંધી સાથે વિવાદ થવાની આશંકા છે.
વ્યવસાયઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન અટવાયેલાં પેમેન્ટ વગેરે કઢાવવામાં લગાવો.
લવઃ- ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- ઘરના કોઇ લગ્નલાયક સભ્ય માટે યોગ્ય સંબંધ આવી શકે છે, જેના દ્વારા ઘરમાં સુખનું વાતાવરણ રહેશે. કોઇ નવી વસ્તુ કે નવી ગાડીની ખરીદદારીને લગતી યોજના પણ બનશે.
નેગેટિવઃ- ખર્ચ વધારે થવાના યોગ બની રહ્યા છે, એટલે કોઇપણ કાર્યનું બજેટ બનાવીને શરૂઆત કરો. ક્યારેક તમારા મન પ્રમાણે કામ ન થવાથી તમે અસહજ થઇ જાઓ છો, એટલે તમારી માનસિક શક્તિ અને આત્મબળને પોઝિટિવ જાળવવું ખૂબ જ જરૂરી છે.
વ્યવસાયઃ- વેપારમાં તમને તમારી મહેનત પ્રમાણે ભરપૂર પરિણામ પ્રાપ્ત થશે.
લવઃ- થોડો સમય પારિવારિક લોકો સાથે પસાર કરો.
સ્વાસ્થ્યઃ- ક્યારેક વધારે મહેનત અને તણાવને કારણે બ્લડપ્રેશર વધી શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી પ્રોપર્ટીને લગતી થોડી મુશ્કેલીઓ શરૂ હોય તો આજે તેને લગતાં કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે. ઘણા સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી રાહત મળશે તથા આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.
નેગેટિવઃ- આજે કોઇપણ પ્રકારની ઉધારીનું કામ કરશો નહીં, કેમ કે વસૂલી મુશ્કેલ થઇ જશે. આવું કરવાથી તમારા સંબંધો પણ ખરાબ થઇ શકે છે. ભાડાને લગતા મામલાઓમાં પણ વિવાદની સ્થિતિ બની શકે છે. સાવધાન રહો.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોને તેમની ગમતી જગ્યાએ સ્થાળાંતરણ પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ સારો રહેશે.
લવઃ- પરિવાર સાથે શોપિંગ અને ડિનરનો પ્રોગ્રામ બનશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહેશે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે જે તમારા માટે લાભદાયક સાબિત થશે અને ઉન્નતિનાં નવાં કામ પણ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- આળસને તમારા પર હાવી થવા દેશો નહીં તથા તમારા કાર્ય પર વધારે ધ્યાન આપો. ક્યારેક તમે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવ કરી શકો છો એટલે યોગ અને મેડિટેશનની મદદ લેશો તો ફાયદો થશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે તમારા સહયોગીઓ અને કર્મચારીઓ સાથે સંબંધ સારા જાળવી રાખો.
લવઃ- તમારો મનમોજી સ્વભાવ તમારા પારિવારિક લોકોને પરેશાન કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજે વ્યક્તિગત તથા પારિવારિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. કોઇ ઉત્તમ સમાચાર મળી શકે છે. તમારી ક્ષમતા પ્રમાણે કામને પૂર્ણ કરવાથી શાંતિભર્યું વાતાવરણ બનશે.
નેગેટિવઃ- ક્યારેક મનમાં થોડી અનહોની જેવો ભય અનુભવ થશે. થોડો સમય આધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરો. કોઇ મિત્ર સાથે વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. તમારા ઉત્તેજિત સ્વભાવ પર નિયંત્રણ રાખો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં સ્થિરતા રહેશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.
સ્વાસ્થ્યઃ- ડાયાબિટીસવાળા લોકોએ પોતાનું ધ્યાન રાખવું.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- આજે ગ્રહસ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે. તમને અનેક ઉપલબ્ધિઓ આપવા માટે તત્પર છે. સમયનો ભરપૂર સદુપયોગ કરો. ઘણા સમયથી ચાલી રહેલા કોઇ જૂના વિવાદનું પણ સમાધાન મળી શકે છે.
નેગેટિવઃ- અન્યની એડવાઇઝ પર વધારે વિશ્વાસ ન કરો, કોઇની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. યુવાવર્ગ પોતાના કરિયર પ્રત્યે સાવધાન રહે, નહીંતર આળસના કારણે પ્રતિસ્પર્ધામાં પાછળ રહી શકો છો.
વ્યવસાયઃ- વેપારમાં નવાં કાર્યોની રૂપરેખાને શરૂ કરવાનો યોગ્ય સમય છે.
લવઃ- પારિવારિક વ્યવસ્થાને લઇને પતિ-પત્નીમાં કોઇ વિવાદ થશે.
સ્વાસ્થ્યઃ- શરીરનો દુખાવો અને શરદી-ઉધરસ જેવી પરેશાની રહેશે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરતી સમયે ઘરની વડીલ વ્યક્તિની સલાહ લો. તેમના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે. ઘરમાં કોઇના લગ્નને લઇને માંગલિક કાર્યની યોજનાઓ બનશે.
નેગેટિવઃ- કોઇપણ કાર્ય કરતાં પહેલાં બજેટનું ધ્યાન રાખો. તેનાથી તમે તણાવમુક્ત રહેશો. બાળકોનું યોગ્ય પરિણામ ન આવવાથી ચિંતા રહેશે. તેમના મનોબળને જાળવી રાખવામાં તમારો સહયોગ ખૂબ જ જરૂરી છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.
લવઃ- પારિવારિક વાતાવરણને સારું જાળવી રાખવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારી શારીરિક ક્ષમતાથી વધારે કામ કરવાની જગ્યાએ થાક અને નબળાઇ અનુભવ થશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- થોડા સમયથી તમારા વ્યક્તિત્વને નિખારવા માટે જે પ્રયાસ કરી રહ્યા છો તેનું પોઝિટિવ પરિણામ જલદી જ જોવા મળશે. ઘણા સમય પછી ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સારું જળવાયેલું રહેશે.
નેગેટિવઃ- વર્તમાન નકારાત્મક વાતાવરણને કારણે અનિચ્છનીય લોકોથી અંતર રાખશો તો સારું રહેશે. થોડા લોકો તમારા પ્રત્યે ખોટી અફવા ફેલાવી શકે છે. તમારા વ્યવહારને સંયમિત રાખો.
વ્યવસાયઃ- તમારા કાર્યને લગતી રૂપરેખાને દિવસના બીજા પક્ષમાં શરૂ કરો.
લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારની એલર્જી થવાની સંભાવના છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- આજે થોડા મિશ્રિત પ્રભાવવાળો દિવસ રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે તમને ભાવનાત્મક લગાવ વધશે. કોઇ નજીકની વ્યક્તિની સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારો સમય પસાર થશે, પરંતુ આવું કરવાથી તમને આત્મિક સુખની પ્રાપ્તિ થશે.
નેગેટિવઃ- કોઇ શોકપૂર્ણ સમાચાર મળવાથી મનમાં નિરાશા તથા વૈરાગ્યની સ્થિતિ રહેશે. થોડો સમય ધાર્મિક સ્થળ તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો, જેથી તમને રાહત મળે.
વ્યવસાયઃ- જો વ્યાપારમાં કોઇ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ તેના પર કાર્યવાહી શરૂ કરો.
લવઃ- પતિ-પત્નીનો સહયોગાત્મક વ્યવહાર ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણ તથા સાંધાનો દુખાવો રહેશે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- તમે પૂર્ણ આત્મવિશ્વાસ અને મહેનત દ્વારા તમારી કોઇ ઉપલબ્ધિને પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. આ સમયે કોઇ ઈશ્વરીય શક્તિ તમારા માટે કામ કરી રહી છે, એટલે તેનું ભરપૂર સન્માન કરો.
નેગેટિવઃ- થોડી નકારાત્મક સ્થિતિઓ સામે આવી શકે છે. તમે એનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો, એટલે ચિંતા કરશો નહીં. બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. આ સમયે તેમનું યોગ્ય માર્ગદર્શન કરો.
વ્યવસાયઃ- વેપારમાં કાર્યની પ્રગતિમાં થોડા મહત્ત્વપૂર્ણ અવસર પ્રાપ્ત થશે.
લવઃ- પારિવારિક વાતાવરણને વધારે સારું જાળવી રાખવા માટે થોડા મનોરંજનને લગતા પ્રોગ્રામ બનશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો રહેશે. રોજિંદા જીવનથી રાહત મેળવવા માટે થોડો સમય કોઇ એકાંત વાતાવરણમાં પસાર કરો. જેથી તમે ફરી તમારી અંદર ઊર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરશો અને તમારી અંદર પોઝિટિવ પરિવર્તન આવશે.
નેગેટિવઃ- આ સમયે તમારી સાથે થોડી દગાબાજી તથા વિશ્વાસઘાત જેવી સ્થિતિ બની રહી છે, એટલે કોઇપણ કાર્ય કરતી વખતે સાવધાન રહો. ખાસ કરીને કોઇ કાગળ કે દસ્તાવેજ વાંચ્યા વિના સહી કરશો નહીં.
વ્યવસાયઃ- વ્યાપારિક મંદીનો પ્રભાવ તમારા વેપાર પર પડી શકે છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ તેમના સંબંધોને વધારે મધુર બનાવશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આજે તમારી આર્થિક યોજનાઓ સરળતાથી ફળશે, જેને કારણે મન પ્રસન્ન રહેશે. ધાર્મિક સંસ્થાઓમાં તમારું નિઃસ્વાર્થ યોગદાન સમાજમાં તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા અપાવશે.
નેગેટિવઃ- નકારાત્મક પરિસ્થિતિઓને ગુસ્સાની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ રીતે ઉકેલશો તો સારું રહેશે. આ સમયે વિદ્યાર્થી વર્ગ અભ્યાસ પ્રત્યે બેદરકાર રહેશે, જેનું ખરાબ પરિણામ જોવા મળી શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં થોડી નવી ઉપલબ્ધિઓ મળવાના યોગ બની રહ્યા છે.
લવઃ- કોઇ પ્રકારનો નિર્ણય ન લઈ શકવાની સ્થિતિમાં તમારા જીવનસાથીની સલાહ અવશ્ય લો.
સ્વાસ્થ્યઃ- ઘરની વડીલ વ્યક્તિઓનાં સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.