8 નવેમ્બરનું રાશિફળ:રવિવારના દિવસે ગ્રહ ગોચર શુભ રહેશે, બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે

એક વર્ષ પહેલા

8 નવેમ્બર, રવિવાર યાને કે આજે ચંદ્રમા અશ્લેષા નક્ષત્રમાં છે, જેનાથી વજ્ર નામનો અશુભ યોગ સર્જાઈ રહ્યો છે. સાથોસાથ ચંદ્રમા પર શનિની નજર પડવાથી વિષયોગ પણ બની રહ્યો છે. આ 2 અશુભ યોગને કારણે 6 રાશિઓ માટે રજાનો દિવસ મુશ્કેલીભર્યો હોઈ શકે છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન અનુસાર મેષ, કર્ક, સિંહ, કન્યા, મકર અને કુંભ રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે. એમણે દરેક નિર્ણય સમજી-વિચારીને લેવો. ઉતાવળમાં કશું જ ન કરવું. શનિ-ચંદ્રમાને લીધે સ્ટ્રેસ અને દોડધામ રહી શકે છે. જ્યારે વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકો ગ્રહોની અશુભ અસરથી બચી જશે. આ છ રાશિના જાતકો માટે રવિવારનો દિવસ સારો રહેશે.

8 નવેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત કાર્યો પૂર્ણ કરવામાં સમય પસાર કરશો. તમારી યોગ્યતા ઊભરીને બધા સામે આવશે. આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. ઘર તથા વ્યવસાયને લગતા થોડા મહત્ત્વૂર્ણ નિર્ણય પણ લેશો.

નેગેટિવઃ- બધું જ ઠીક હોવા છતાં પણ અકારણ જ કોઇ ચિંતા રહી શકે છે. તમારા સ્વભાવને સંયમિત રાખો કેમ કે, ગુસ્સાના કારણે બનતું કામ ખરાબ થઇ શકે છે. કોઇ પ્રિય સંબંધીના સ્વાસ્થ્યને લઇને મન પરેશાન રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક યોજનાઓને શરૂ કરતાં પહેલાં કોઇ જાણકાર પાસેથી યોગ્ય સલાહ લઇ લો.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય તથા અનુશાસિત રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે દિવસભર આળસ હાવી રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારામાં હિંમત અને સાહસ ભરપૂર રહેશે. તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઇપણ રીત અપનાવીને સફળતા પ્રાપ્ત કરશો. કોઇ મનોહર જગ્યાએ જઇને બદલાતા વાતાવરણ અને પ્રકૃતિનો આનંદ ઉઠાવવાનો અવસર મળશે.

નેગેટિવઃ- જલ્દી ઉપલબ્ધિ મેળવવાની ઇચ્છામાં થોડાં કાર્યો પ્રત્યે રસ રહેશે. સારું રહે કે આ વાતોથી અંતર રાખો. કોઇ સમારોહ વગેરેમાં સંબંધી સાથે વિવાદ થઇ શકે છે, શાંતિથી મામલો ઊકેલશો તો સારું રહેશે.

વ્યવસાયઃ- સમય ઉન્નતિદાયક રહેશે. લક્ષ્ય મેળવવા માટે ભારે મહેનત કરવી પડશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કઇંક અનોખું કે નવું કરવાની ધુન સવાર રહેશે. રૂપિયા-પૈસાના મામલે ભાગ્યશાળી રહેશો. વિશેષ રીતે મહિલાઓ માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે. તેમને તમારી યોગ્યતા અને કાર્ય ક્ષમતાનું પ્રદર્શન કરવાનો ભરપૂર અવસર મળશે.

નેગેટિવઃ- રોકાણને લગતાં કાર્યોમાં વિશેષ ધ્યાન રાખો કેમ કે, કોઇપણ પ્રકારની દગાબાજી થવાની સંભાવના છે. વ્યક્તિગત કાર્યોમાં થોડી મુશ્કેલી આવશે પરંતુ તમે હિંમત અને સાહસથી દરેક અસંભવ કાર્યોને સંભવ કરી લેશો.

વ્યવસાયઃ- બોસ અને અધિકારીઓ સાથે સારા સંબંધ જળવાયેલા રહેશે.

લવઃ- પરિવાર સાથે તહેવારની તૈયારીઓમાં વ્યસ્તતા રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે શારીરિક અને માનસિક થાક હાવી થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં થોડી પરેશાનીઓ સામે આવશે, પરંતુ તમે તમારા પોઝિટિવ વિચાર દ્વારા પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરવા માટે સક્ષમ રહેશો. તમારા હાથે સમાજ સેવાને લગતાં કોઇપણ કાર્ય પણ સંપન્ન થશે.

નેગેટિવઃ- આજે ખોટાં કાર્યોમાં સમય ન ખરાબ કરો. આવું કરવાથી સમય અને ધનની બરબાદી જ થશે અને કંઇ જ પ્રાપ્ત થશે નહીં. સાસરી પક્ષથી કોઇ વાતને લઇને થોડો મનભેદ ઊભો થઇ શકે છે. આ સમયે તમારા ઈગો અને ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો.

વ્યવસાયઃ- ટેક્નિકલ કાર્યોને લગતા વ્યવસાયમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથેના તાલમેલ દ્વારા ઘરના વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- કામનો ભાર વધારે હોવાના કારણે શારીરિક અને માનસિક થાક રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે કોઇ આશ્ચર્યચકિત કરનારી ઘટના બની શકે છે. નવા-નવા સંપર્ક બનશે. ઘરમાં કિંમતી વસ્તુઓનું શોપિંગ પણ થશે. વિદ્યાર્થીઓ કોઇ સ્પર્ધાને લગતી પરીક્ષામાં સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સફળતા પ્રાપ્ત કરી શકે છે.

નેગેટિવઃ- લક્ષ્યની પ્રાપ્તિ માટે તમને કોઇની ભલામણની જરૂરિયાત પડી શકે છે. જેના કારણે તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચશે. જમીન, વાહનને લગતાં કોઇપણ પ્રકારની ખરીદી આ સમયે ટાળો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં તમારા પ્રતિસ્પર્ધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાકના કારણે સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે ફોન દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થશે જે ભવિષ્યને લગતાં કાર્યો માટે ફાયદાકારક સાબિત થશે. પરિવાર તથા પરિવારના લોકોની જરૂરિયાત અને ઇચ્છાઓને પ્રાથમિકતા આપવી તેમના મનમાં તમારા પ્રત્યે સન્માન ઉત્પન્ન કરશે.

નેગેટિવઃ- કોઇપણ અપરિચિત વ્યક્તિ સાથે તમારા વ્યક્તિગત મામલાઓ શેર કરશો નહીં. તમારા સિદ્ધાંતો સાથે કોઇપણ કિંમતે સમાધાન કરશો નહીં. સમાજમાં તમારી માનહાનિ થઇ શકે છે.

વ્યવસાયઃ- કામમાં વિસ્તારની યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પરિવાર, જીવનસાથી તથા બાળકો સાથે ખૂબ જ આનંદદાયી અને સારો સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- નક્ષત્રો તમારા પક્ષમાં છે. તમે જે પણ કામ કરશો તેનો અંદાજો ખાસ જ રહેશે. ઘરમાં સંબંધીઓ આવશે તથા બધા લોકો વચ્ચે તમને આનંદ પ્રાપ્ત તશે. લોકો તમારી સાથે તેમના અંગત મામલે સલાહ પણ લેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક સહનશક્તિ ગુમાવી દેવાથી ગુસ્સો અને આક્રોશ હાવી થઇ શકે છે. રોજિંદા અનેક મામલાઓમાં ધૈર્યથી કામ લેવાની જરૂર છે. આ સમયે કોશિશ કરવા છતાં યોગ્ય પરિણામ ન મળવાથી મન પરેશાન રહેશે.

વ્યવસાયઃ- રોજગાર અને કામકાજમાં સારા અવસર હાથમાં આવશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂના રોગથી છુટકારો મળી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારો ઈશ્વર પ્રત્યે વિશ્વાસ અને પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા વ્યક્તિત્વમાં યોગ્ય પરિવર્તન લાવી રહ્યું છે. ભવિષ્યને લગતી નવી યોજનાઓ બનાવશો તથા તેના ઉપર અમલ પણ કરશો.

નેગેટિવઃ- તમારી સંવેદનશીલતાનો થોડાં લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે, જેના કારણે તમને માનસિક રૂપથી કષ્ટ પણ રહેશે. બાળકોની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો, તથા તેમનું માર્ગદર્શન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આ સમયે વધારે મહેનતની જરૂરિયાત રહેશે.

લવઃ- ઘરના સભ્યોમાં તાલમેલ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- તમને શ્વાસને લગતી પરેશાની થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- યુવા વર્ગ પોતાના કાર્યોનો ઉકેલ લાવવા માટે દરેક પ્રકારે કોશિશ કરતાં રહેશે અને સફળ પણ થશે. ઘરે મહેમાનો આવી શકે છે. કોઇ જૂના મિત્રને મળવાથી જૂની યાદ તાજા થઇ શકે છે.

નેગેટિવઃ- તમારો વધારે સરળ સ્વભાવ જ તમારી નબળાઇ રહેશે. એટલે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો અતિ આવશ્યક છે. આજે ધનને લગતું કોઇ પ્રકારનું નુકસાન પણ થવાની આશંકા છે.

વ્યવસાયઃ- યુવા વર્ગના કરિયરમાં સ્થાયિત્વ આવવાથી સુકૂન રહેશે.

લવઃ- ઘરેલુ જીવનમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરનો દુખાવો અને તાવની સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડી ભવિષ્યને લગતી યોજનાઓ આજે સાર્થક સાબિત થશે. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. તમે તમારી મહેનતથી અનેક નકારાત્મક પરિસ્થિતિઓને પોઝિટિવ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- થોડા રાજકીય મામલાઓ ગુંચવાઇ શકે છે. આ સમયે ખૂબ જ ગંભીરતા અને સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂરિયાત છે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લો. વિદ્યાર્થીઓએ પણ પોતાના અભ્યાસ અંગે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કામકાજમાં કરેલી બેદરકારીના કારણે મુશ્કેલીઓ આવી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને ડાયાબિટીક લોકો પોતાનું ધ્યાન રાખે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ સમયની ગતિ તમારા પક્ષમાં છે. સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં તમારી ઉપસ્થિતિ મહત્ત્વપૂર્ણ રહેશે તથા તમારા વિચારોને પણ સર્વોપરિ રાખવામાં આવશે.

નેગેટિવઃ- ઘરમાં મહેમાનો આવવાથી બાળકોના અભ્યાસમાં વિઘ્ન ઊભું થઇ શકે છે. એટલે પારિવારિક મામલાઓને ખૂબ જ ગંભીરતાથી લેવા જરૂરી છે. અન્યની આલોચના કરશો નહીં.

વ્યવસાયઃ- તમારી ફાઇલ અને પેપર્સ સંભાળીને રાખો નહીંતર રાજકીય પરેશાની ભોગવવી પડી શકે છે.

લવઃ- ઘરમાં તમારું માન-સન્માન તથા વર્ચસ્વ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા ખાન-પાન અને દિનચર્યાને ખૂબ જ વ્યવસ્થિત જાળવી રાખો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- યુવા વર્ગ પોતાના ભવિષ્યને લગતી યોજનાઓને લઇને અતિ ઉત્સાહી રહેશે. અચાનક જ કોઇ મોટું કામ બનવાથી પ્રસન્નતા રહેશે. કોઇ નજીકના સંબંધીના મુશ્કેલ સમયમા સમસ્યાઓના નિવારણ હેતુ તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- બોલચાલની દૃષ્ટિએ થોડી નરમાશ જાળવી રાખો. કેમ કે, થોડી પરેશાનીમાં તમે તમારું નિયંત્રણ ગુમાવી શકો છો, જેથી અનેક સંબંધોમાં ખટાશ આવી શકે છે.

વ્યવસાયઃ- બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલાં કાર્યો આજે ફાયદો આપી શકે છે.

લવઃ- પરિવાર સાથે થોડો સમય પસાર કરવાથી જૂના વિવાદ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- કફ, કોલ્ડ અને તાવની સમસ્યા રહેશે.

આ પણ વાંચોઃ-

દિવાળીએ ગ્રહ સંયોગ:14 નવેમ્બરની સાંજે મંગળ માર્ગી બનશે; 32 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર સહિત 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

ખરીદીનો તહેવાર:શનિવારે સવારે 8:05 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને રવિવારે સવારે 8:46 સુધી રહેશે, શનિવારે ખરીદી માટેનાં 7 મુહૂર્ત છે

પુષ્પ નક્ષત્ર:પુષ્પનો અર્થ પોષણ કરવું થાય છે, ઋગ્વેદમાં તેને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર તારો કહેવાયું છે

લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે