રવિવારનું રાશિફળ:અદભુત યોગના સમન્વયવાળો રવિવાર કર્ક, સિંહ સહિત 6 રાશિને ફાયદો કરાવશે, ધન પ્રાપ્તિ થશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

8 મે, રવિવારના રોજ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને અટવાયેલું ધન પરત મળવાના યોગ છે. તેને કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સિંહ રાશિના લોકો માટે ફાયદાવાળો દિવસ રહેશે. કન્યા રાશિના જાતકોને પણ ગ્રહોનો સાથ મળશે. કુંભ રાશિના લોકોને બિઝનેસમાં ગ્રહોનો સાથ મળશે. મીન રાશિના જાતકોને નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત અન્ય રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર પડવાથી દિવસ સામાન્ય રહેશે.

8 મે, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમે થોડાં સમયથી જે લક્ષ્ય નિર્ધારિત કર્યાં છે. આજે તેના ઉપર કામ કરવાનો ઉત્તમ સમય છે. ધાર્મિક અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલાં કાર્યો પ્રત્યે રસ વધશે.

નેગેટિવઃ- કોઇ નજીકના મિત્ર અથવા સંબંધી સાથે મનમુટાવ થઇ શકે છે. કોઇપણ પ્રકારની યાત્રા કરતાં પહેલાં સાવધાની રાખો

વ્યવસાયઃ- મીડિયા સાથે સંબંધિત ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સંતાનને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. આ બધા કાર્યો વચ્ચે તમે તમારું ધ્યાન લક્ષ્ય પર રાખો.

નેગેટિવઃ- આર્થિક રોકાણ સંબંધિત મામલે કોઇપણ નિર્ણય ખૂબ જ ધ્યાનપૂર્વક લો. થોડી બેદરકારી તમારા માટે મોટું નુકસાનનું કારણ બની શકે છે. આળસના કારણે થોડાં કામ અધૂરા રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વર્તમાનમાં જેવું ચાલી રહ્યું છે તેમાં જ ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસની સમસ્યા થઇ શકે છે

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરના સમારકામ અને સુખ-સુવિધા સંબંધિત વસ્તુઓમાં ખરીદારી કરવાની યોજના બનશે. પરિવાર સાથે સમય વ્યતીત કરવાથી ઊર્જા અને પ્રફુલ્લતા અનુભવ થશે.

નેગેટિવઃ- પારિવારિક વ્યક્તિઓ સાથે કોઇ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિ ઉત્પન્ન થાય નહીં તેનું ધ્યાન રાખો. તેના સ્વભાવમાં સહજતા અને સૌમ્યતા જાળવી રાખો.

વ્યવસાયઃ- આજે લાભના સ્ત્રોતમાં ઘટાડો આવી શકે છે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે કોઇ વાતને લઇને તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વાસી ભોજન કરશો નહીં.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સામાજિક ક્ષેત્રમાં દિવસે ને દિવસે તમારી સ્થિતિ સન્માનિત થઇ જશે. જેના કારણે તમને લાભદાયક સંપર્ક સૂત્ર મળશે. સ્થિતિ પણ મજબૂત થઇ શકે છે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં અહંકારની ભાવના ઊભી થવા દેશો નહીં. ભાઇઓ સાથે પણ કોઇ પ્રકારના વિવાદ ઉત્પન્ન થવાની આશંકા છે.

વ્યવસાયઃ- વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જાળવી રાખવા માટે તમારા અહંકારને કાબૂમાં રાખો.

સ્વાસ્થ્યઃ- ગેસ અને અપચાની સમસ્યા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આર્થિક ગતિવિધિઓ સાથે સંબંધિત થોડી લાભકારી યોજનાઓ બનશે. આજે મોટાભાગના કામ યોગ્ય રીતે થતાં રહેશે. તમે તમારા વ્યક્તિગત કાર્યોમાં પણ સમય આપી શકો છો.

નેગેટિવઃ- ઘરના કોઇ વરિષ્ઠ વ્યક્તિના સ્વભાવને લઇને ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને પોતાના કરિયર સાથે સંબંધિત વિષયોની પસંદગીને લઇને માર્ગદર્શનની જરૂરિયાત રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સારી રહેશે.

લવઃ- ઘર અને વ્યવસાયની વચ્ચે યોગ્ય સામંજસ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીથી ચલાવો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજના ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. તેનો ભરપૂર સન્માન અને સહયોગ કરો. યુવા વર્ગ પોતાના કરિયર ઉપર ધ્યાન આપે.

નેગેટિવઃ- ઘરના મામલે વધારે દખલ કરશો નહીં. તમારા માન-સન્માનમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- નવા કામની શરૂઆત કરવા માટે દિવસ ઉત્તમ નથી.

લવઃ- જીવનસાથી સાથે ચાલી રહેલાં કોઇ તણાવનું નકારાત્મક પરિણામ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- નેગેટિવ વિચારો તમારા સ્વાસ્થ્યને નબળું કરી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રહેશે. અનુશાસન જાળવી રાખવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. વરિષ્ઠ વ્યક્તિઓનો સાથ અને સહયોગ સામાજિક રીતે તમારી છાપ ખરાબ કરશે.

નેગેટિવઃ- મિત્રો સાથે હરવા-ફરવામાં સમય ખોટી કરશો નહીં. ઘર-પરિવાર ઉપર વધારે ધ્યાન આપો.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- કોઇ વિપરિત લિંગના મિત્રના કારણે ઘરમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- થાક અને અનિદ્રાના કારણે નબળાઇ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ માંગલિક સમારોહમાં સામેલ થવાનો અવસર પ્રાપ્ત થશે. મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત સારી રહેશે.

નેગેટિવઃ- ઘરમાં ચાલી રહેલી કોઇ સમસ્યાના સમાધાનમાં ગુસ્સો નહીં પરંતુ સંયમિત અને સમજદારીથી કામ લેવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાય સંબંધિ ગતિવિધિઓમાં પાર્ટીઓ સાથે પારદર્શિતા જાળવો.

લવઃ- લગ્નજીવન સારું ચાલશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ગુરુનું પોતાની જ રાશિમાં વિરાજમાન હોવાથી તમારી અંદર મનોબળ અને આત્મવિશ્વાસની ભરપૂર વૃદ્ધિ થઇ છે. સામાજિક રૂપથી સન્માન અને પ્રતિષ્ઠા પણ વધશે.

નેગેટિવઃ- આર્થિક ગતિવિધિઓ ધીમી પડવાથી ચિંતા રહેશે. આ સમયે વધારે પરેશાન થવાની જરૂરિયાત નથી.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ સાથે જોડાયેલાં વેપારમાં પારદર્શિતા રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરની બીમારી રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે ઘણાં સમયથી મહેનત કરી રહ્યા હતાં, આજે તેનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે વધારે આશાવાદી બનશો નહીં.

નેગેટિવઃ- ક્યારેક એવું પ્રતીત થશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. પરંતુ નકારાત્મકતાના કારણે તમારા કામ કરવાની નીતિઓમાં ફેરફાર લાવો.

વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો આવી શકે છે.

લવઃ- તમારા કોઇપણ કાર્યમાં જીવનસાથીની સલાહ લો.

સ્વાસ્થ્યઃ- બફારાના વાતાવરણના લીધે એલર્જી થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમે તમારા વ્યવહારિક દૃષ્ટિકોણ દ્વારા ઘર અને વેપાર બંનેમાં યોગ્ય સામંજસ્ય જાળવી રાખશો. આ સમયે તમારા માટે લાભદાયક સ્થિતિ સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારી અંદર બે ખામીઓ ઉત્પન્ન થઇ રહી છે. પહેલો ગુસ્સો અને બીજો તમારો જિદ્દી સ્વભાવ.

વ્યવસાયઃ- આ સમયે પારિવારિક વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ભાગ્યની અપેક્ષા કર્મ ઉપર વિશ્વાસ વધારે રાખો. કર્મથી જ ભાગ્યનું નિર્માણ થશે. તમારી યોગ્યતા અને કાર્યક્ષમતા તમારા માટે નવી ઉપલબ્ધિઓ તૈયાર કરશે.

નેગેટિવઃ- આવકના સ્ત્રોતમાં ઘટાડો અને ખર્ચમાં વધારે થવાથી મન પરેશાન રહેશે. આ સમયે નકારાત્મક વાતાવરણના કારણે આ વાતને લઇને તણાવ લેશો નહીં.

વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે મંદીની અસર તમારા વ્યવસાયમાં પડશે.

લવઃ- આ સમયે તમારા આત્મબળમાં વૃદ્ધિ થશે.

સ્વાસ્થ્યઃ- મેડિટેશનની મદદ લેવી.