મંગળવારનું રાશિફળ:મંગળવારના દિવસે મેષ સહિત 5 રાશિના લોકોને લાભ મળશે, કુંભ રાશિના જાતકોએ સંભાળીને રહેવું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેષ રાશિની આવકમાં વધારો થશે, ધન રાશિની આર્થિક સ્થિતિ સુધરશે

8 માર્ચ, મંગળવારના રોજ સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. મેષ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. વૃશ્ચિક રાશિને નસીબ સાથ આપશે. ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કર્ક રાશિના નોકરિયાત વર્ગે સાવચેતી રાખવી. આ ઉપરાંત કન્યા, મીન તથા અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

8 માર્ચ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- જો સ્થાન પરિવર્તનને લગતો કોઈ વિચાર ચાલી રહ્યો છે તો ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. આ સમયે તમારી લગન અને મહેનત દ્વારા તમને વધારે લાભ પ્રાપ્ત થવાનો છે. થોડો સમય રોજિંદા કાર્યોથી અલગ આત્મનિરીક્ષણમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારા સંબંધો વચ્ચે કોઈ જૂની નકારાત્મક વાત સામે આવવાથી સંબંધો ખરાબ થઈ શકે છે. વ્યવહારમાં લચીલાપણું લાવો. વધારે વિચારવાની જગ્યાએ તમારી યોજનાઓને શરૂ કરવામાં પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સારી જળવાયેલી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડા નજીકના લોકો સાથે મુલાકાત રહેશે. લાભદાયક વાર્તાલાપ પણ થઇ શકે છે. કોઇ વિવાદિત મામલે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. એટલે તમારા પક્ષને મજબૂત કરીને રાખો.

નેગેટિવઃ- ક્યારેક એવું લાગશે કે તમારા સ્વભાવના કારણે થોડા લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. આ સમયે ભાવુકતા તમારી ઉપર હાવી થવા દેશો નહીં. અન્ય પાસેથી વધારે આશા રાખવાની જગ્યાએ પોતાના ઉપર જ વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે મહેનતની જરૂરિયાત છે. વર્તમાન પરિસ્થિતિઓના કારણે હાલ વ્યાવસાયિક સ્થિતિમાં વધારે સુધાર આવશે નહીં. સરકારી સેવાનું કામ કરનાર વ્યક્તિઓ પોતાનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાનો તણાવ વધી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. તમારા સંપર્કોની સીમા પણ વધશે. બાળકોની પરેશાનીઓને સમજો અને તેનો ઉકેલ લાવવાની પણ કોશિશ કરો.

નેગેટિવઃ- કોઇપણ કામમાં વિઘ્ન આવવાથી સંયમ રાખવો જરૂરી છે. તણાવ લેવાથી નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન આજે ખોટી ગતિવિધિઓમાં જોડાયેલું રહી શકે છે. તેમણે પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- રિયલ અસ્ટેટ સાથે જોડાયેલાં લોકોની આજે કોઈ ફાયદાકારક ડીલ ફાઈનલ થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધા અને ઘૂંટણનો દુખાવો દૂર કરવા માટે ગેસ કરે તેવી વસ્તુઓનું સેવન ન કરો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે કોઈ અનુભવી વ્યક્તિ સાથે સુખદ વાર્તાલાપ થઈ શકે છે. સાથે જ કોઈ પારિવારિક મામલા અંગે પણ જાણ થશે. તમારી કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાઓને અંજામ આપો, ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- બાળકો સાથે ગુસ્સાની જગ્યાએ મિત્રતાભર્યો વ્યવહાર કરો. વાર્તાલાપ કરતી સમયે અયોગ્ય શબ્દોનો પ્રયોગ ન કરો. કોઇપણ કામમાં મુશ્કેલી આવે ત્યારે ઘરના વડીલ સભ્યોની સલાહ લેવી લાભદાયક રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કરવામાં આવતી મહેનતનું આજે સારું પરિણામ મળવાનું છે.

લવઃ- ઘરની વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- થોડી જવાબદારીઓ વધશે. પરંતુ તમે તેને યોગ્ય રીતે નિભાવવામાં પણ સક્ષમ રહેશો. તમારો ભાવુક અને મદદગાર દૃષ્ટિકોણ બધા માટે એક શ્રેષ્ઠ બાબત તરીકે સામે આવશે. ઘરમાં કોઈ માંગલિક આયોજન પણ શક્ય છે.

નેગેટિવઃ- અચાનક જ કોઈ મહત્ત્વપૂર્ણ કામ બનતાં-બનતાં વિઘ્ન આવી શકે છે. એટલે કોઇપણ પગલું ભરતા પહેલાં તેની સંપૂર્ણ રૂપરેખા બનાવી લો. નકારાત્મક પરિસ્થિતિઓને સમજદારીથી સામનો કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- આજનો દિવસ કામનો ભાર વધારે રહી શકે છે.

લવઃ- દિવસભરની ભાગદોડ પછી પરિવાર સાથે મનોરંજન તથા સુખમાં યોગ્ય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદા જીવનથી અલગ થોડી નવી વસ્તુઓ શીખવામાં રસ રહેશે. ખર્ચ સાથે-સાથે આવકના સાધન પણ વધશે. એટલે મુશ્કેલીઓ આવશે નહીં. નવા અને લાભદાયક સંપર્ક પણ વધી શકે છે.

નેગેટિવઃ- પર્સનલ લાઇફમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેતા પહેલાં વિચારવું. કેમ કે આ કારણે ધન તથા માન-સન્માન બંનેની હાનિ થઈ શકે છે. કોઈ નકારાત્મક સમાચાર મળે તો મનોબળ જાળવી રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અચાનક જ કોઈ નવો ઓર્ડર મળવાથી વધારે આવકની સ્થિતિ બની શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન અને તાવની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- મહિલાઓ માટે આજનો દિવસ ખાસ લાભદાયક રહી શકે છે. તેઓ ઘર અને પ્રોફેશનલ બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખશે. ઘરની દેખરેખ તથા ફેરફારને લગતી થોડી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ- ઘરમાં વધારે અનુશાસન જાળવી રાખવું પરિવારના લોકો માટે મુશ્કેલી પેદા કરી શકે છે. સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ- માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપો

લવઃ- લગ્નસંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસ જેવી પરેશાનીઓથી રાહત મેળવવા માટે સૌથી પહેલા તમારી દિનચર્યા યોગ્ય જાળવી રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. અચાનક જ કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત થવાથી તમને સુખ મળશે અને પોઝિટિવ વાર્તાલાપ પણ થઇ શકે છે. જો કોઈ જમીનને લગતો મામલો ચાલી રહ્યો હોય તો આજે તેનું યોગ્ય ફળ મળવાની શક્યતાઓ છે.

નેગેટિવઃ- આ સમયે બહારની ગતિવિધિઓમાં વધારે સમય ન લગાવો. કેમ કે કોઈપણ પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થઈ શકશે નહીં. અન્યની આશા ન રાખીને તમારી કાર્યક્ષમતા ઉપર જ વિશ્વસ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક વિકાસ માટે કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ અને સંપર્ક ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે.

લવઃ- પારિવારિક વાતાવરણમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ડિપ્રેશનની સ્થિતિથી બચવા માટે મેડિટેશન અને યોગની મદદ લો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર તમને થોડું સારું આપવાના પક્ષમાં છે. એટલે મહેનતથી તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપો. આર્થિક સ્થિતિ પણ હવે સારી થઈ જશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પણ તમારા ઉપર જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- બહેન-ભાઈઓ સાથે આર્થિક વાતોને લઇને કોઇ પ્રકારનો મતભેદ ઊભો થઈ શકે છે. સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલો. કેમ કે તેના કારણે ઘરમાં પણ નકારાત્મક પ્રભાવ પડી શકે છે. દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો.

વ્યવસાયઃ- કામ વધારે રહેશે. પરંતુ આ સમયે મહેનત પ્રમાણે યોગ્ય પરિણમ પણ મળશે.

લવઃ- ઘરના મામલાઓને ઉકેલવામાં તમારો વિશેષ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક હાવી થઈ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘણાં સમય પછી આજે કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. એકબીજા સાથે વિચારોનું આદાનપ્રદાન થવાથી મન પ્રસન્ન રહેશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે. ખર્ચ વધારે રહેવાનો આભાસ પણ થશે નહીં.

નેગેટિવઃ- પાડોસીઓ કે કોઇ અજાણ વ્યક્તિ સાથે મતભેદમા ગુંચવાશો નહીં. ખોટી પરેશાનીઓ વધી શકે છે. કોઈપણ નિર્ણય લેવામાં હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. ભાવનાઓમાં વહીને તમારું નુકસાન કરશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક પરિસ્થિતિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે બાળકોની કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે ઊંઘ ન આવવાની સ્થિતિ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે વાર્તાલાપ થવાથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. કોઈ અટવાયેલું પેમેન્ટ પણ મળી શકે છે

નેગેટિવઃ- અન્ય ગતિવિધિઓ સાથે-સાથે પારિવારિક વ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપો. થોડા મહત્ત્વપૂર્ણ કામ પણ વચ્ચે જ રહી શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓએ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે બેદરકારી કરવું યોગ્ય નથી.

વ્યવસાયઃ- કોઈ વ્યક્તિગત તણાવના કારણે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચારોના કારણે મનોબળમાં ઘટાડો થઈ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મિશ્રિત રહી શકે છે. તેને સારો જાળવી રાખવો તમારી યોગ્યતા ઉપર નિર્ભર કરે છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યા હતાં, આજે તે કોઇની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- કોઈ દુઃખદ સમાચાર મળવાથી થોડા સમય માટે મનમાં નિરાશા અને નકારાત્મક વિચાર જેવો પ્રભાવ રહેશે. જલ્દી જ તમે તમારી ભાવનાઓ ઉપર કાબૂ મેળવી લેશો. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન પણ તમારા માટે મદદગાર સાબિત થશે.

વ્યવસાયઃ- વેપારમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓનો પ્રભાવ જળવાયેલો રહેશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે સહયોગ ઘરના વાતાવરણને સુખદ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ગળામા ઇન્ફેક્શન અને શરદી જેવી પરેશાની થઈ શકે છે.