તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંગળવારનું રાશિફળ:મંગળવારે વૃષભ રાશિના વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે, સરકારી કાર્યોમાં વિઘ્ન આવી શકે છે

8 દિવસ પહેલા
  • કુંભ રાશિની આવકમાં વધારો થશે, નોકરિયાત વર્ગ માટે દિવસ સારો
  • મેષ, વૃષભ, મિથુન, કર્ક, ધન તથા મકર રાશિના જાતકો માટે દિવસ મધ્યમ

8 જૂન, મંગળવારના રોજ સુકર્મા નામનો શુભ યોગ બની રહ્યો છે. સિંહ તથા તુલા રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. કન્યા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. કુંભ રાશિની આવકમાં વધારો થશે અને નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ સાબિત થશે. મીન રાશિના અટકેલા કામો પૂરા થશે.

મેષ, વૃષભ, મિથુન, કર્ક, ધન તથા મકર રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. આ છ રાશિના કામકાજ તો પૂરા થશે, પરંતુ જોખમી કામો ટાળવા અને ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા નહીં. આ ઉપરાંત વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે નહીં.

8 જૂન, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારી આકરી મહેનત અને આત્મવિશ્વાસ તમને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ કરશે. બાળકોની વિદેશ જવાને લગતી કાર્યવાહી શરૂ થવાથી થોડી રાહત મળી શકે છે. પિતા સમાન કોઇ વ્યક્તિનો સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે.

નેગેટિવઃ- સંબંધીઓને લગતી કોઈ જૂની નકારાત્મક વાતો ફરીથી ઊભી થઈ શકે છે. ગુસ્સાની જગ્યાએ ધૈર્ય અને સંયમથી પરિસ્થિતિઓને સંભાળવી યોગ્ય છે. થોડો સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો.

વ્યવસાયઃ- બિલ્ડર્સ તથા પ્રોપર્ટી ડીલર્સને આજે યોગ્ય સફળતા મળી શકે છે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- પરેશાનીઓના કારણે આત્મબળમા ઘટાડો આવી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી કાર્યકુશળતા દ્વારા તમે વિપરીત પરિસ્થિતિઓનો પણ સામનો કરવામાં સક્ષમ રહેશો. માત્ર ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક રીતે તમારી કાર્યપ્રણાલીને અંજામ આપો. તમારા વ્યક્તિત્વમા પણ પોઝિટિવિટી જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી ગતિવિધિઓમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. બાળકોની કોઇ પરેશાનીમાં તેમનું માર્ગદર્શન કરવું અને મનોબળ જાળવી રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારને લગતા સરકારી કાર્યોમાં હાલ વિઘ્ન આવી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- થાઈરોઇડ અને હોર્મોનને લગતી પરેશાનીઓ વધી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે થોડી નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં સમય પસાર થશે. દરેક વાતને ઉંડાણથી સમજવાની કોશિશ કરો. આ બદલાતા પરિવેશના કારણે તમે તમારી દિનચર્યામાં જે પરિવર્તન કર્યું છે, તે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- કોઇ મિત્રની કોઈ નકારાત્મક વાત તમને નિરાશ કરી શકે છે. ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપો. વડીલોના અનુભવો તથા માર્ગદર્શન ઉપર અમલ કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમા થોડા સુધારને લગતું પરિવર્તન થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર અનુકૂળ છે. તમારે સમજી-વિચારીને નિર્ણય લેવો અને કોશિશ કરીને મોટાભાગનું કામ સમયે પૂર્ણ કરવામા તમને સફળતા મળશે. વડીલોની મદદ પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- સામાજિક ક્રિયાઓમાં પણ થોડો સમય જરૂર આપો. વધારે આત્મ કેન્દ્રિત થવું પણ યોગ્ય નથી. વિદ્યાર્થીઓએ મોજમસ્તી સાથે અભ્યાસ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- કામ વધારે હોવા છતાં તમે ઘર-પરિવારમાં તમારું યોગ્ય યોગદાન આપશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- પોતાના ઉપર વિશ્વાસ રાખો. કેમ કે કર્મ કરવાથી ભાગ્યને બળ મળી શકે છે. કોઇ રિટાયર્ડ વ્યક્તિ પાસેથી તમને સહયોગ અને યોગ્ય સલાહ પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિક ગતિવિધિ પણ સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ- તમારી વિચલિત મનઃસ્થિતિ ઉપર કાબૂ રાખો. નહીંતર આ કારણે તમારે નિર્ણય લેવામાં પરેશાની થશે. કોઇ બહારના વ્યક્તિના કારણે ઘરમાં થોડી મનમુટાવની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ, મીડિયા માર્કેટિંગ વગેરેને લગતા વ્યવસાયમાં હાલ થોડી ગતિ આવશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ એકબીજા સાથે ગાઢ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઇ સમસ્યાથી રાહત મેળવવા માટે તમારું ખાનપાન જાળવો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે તમારા કોઇ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સંપૂર્ણ ઊર્જા લગાવી દેશો. સમય અનુકૂળ છે. તમારી ગતિવિધિઓને કોઇ સામે જાહેર ન કરો. શાંતિથી કામ કરવાથી પરિણામ પણ યોગ્ય મળી શકે છે.

નેગેટિવઃ- તમારી ઉતાવળ અને આવેશ જેવી ખામીઓ ઉપર કાબૂ મેળવો. પરિવાર તથા સંબંધીઓ સાથે સંબંધોમાં મધુરતા રહેશે. નાની વાતના કારણે મતભેદ થવાની શક્યતા છે. કોઇ અનુભવી વ્યક્તિ દ્વારા પરિસ્થિતિ અનુકૂળ બની રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

લવઃ- કામ વધારે હોવા છતાં પતિ-પત્ની એકબીજા માટે સમય કાઢી શકશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઇ ખાસ કામને પૂર્ણ કરવામા તમને સફળતા મળી શકે છે. માત્ર ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. આજે દિનચર્યાથી અલગ મન પ્રમાણે કામમાં સમય પસાર કરો.

નેગેટિવઃ- ઘર કે સંબંધીઓને લગતો કોઈપણ વાદ-વિવાદ એકબીજા સાથે બેસીને ઉકેલવાની કોશિશ કરો. નકારાત્મક વાતોને વધારે મહત્ત્વ આપશો નહીં. ઘરમાં કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- કામ સાથે-સાથે પરિવાર સાથે પણ થોડો સમય પસાર કરવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- ગેસ, વાયુને લગતી પરેશાની સાંધાના દુખાવાની સમસ્યાને વધારી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે કામ વધારે રહેશે. જોકે, તમે તમારા રસના કાર્યો માટે સમય કાઢી શકશો. ઘરના વડીલોના અનુભવોનું અનુસરણ કરવું તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર લાવશે. કોઇ કિંમતી વસ્તુ પણ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારનું દેવુ લેતાનું ટાળો. તમારા ખર્ચમા કાપ કરો. પાડોસીઓ સાથે કોઇ પ્રકારના વાદ-વિવાદમા પડશો નહીં. આવું કરવાથી મામલો વધી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો.

લવઃ- તમારી પરેશાનીનો ઉકેલ મેળવવામાં જીવનસાથી તથા પરિવારના લોકોનું યોગ્ય યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરને લગતા કાર્યો તથા ઓનલાઇન ખરીદદારીમા પરિવારના લોકો સાથે સુખમય સમય પસાર થશે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો મામલો પણ વડીલોની મદદથી ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું. જોખમી કાર્યોમાં પણ ધ્યાન આપશો નહીં. બાળકોને કોઇ પ્રોજેક્ટમા મન પ્રમાણે સફળતા ન મળવાથી નિરાશા રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની સમસ્યાને લઇને મનમુટાવ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક રૂપથી તમે થોડા અસ્વસ્થ રહી શકો છો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરવાથી તમારા મનોબળ અને આત્મબળમા પણ પોઝિટિવ પરિવર્તન આવશે. તમે તમારી ઉપર વિશ્વાસ રાખીને પરિસ્થિતિઓને વધારે સફળ બનાવી શકશો.

નેગેટિવઃ- બહારના વ્યક્તિઓ તથા મિત્રોની કોઇ સલાહ ઉપર અમલ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો. કોઇ સરકારી સેવાનું કામ કરતા વ્યક્તિઓ સાથે વિવાદ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- આ સમયે વેપારને લગતો વધારેમાં વધારે પ્રચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક મુદ્દાને લઇને ચર્ચા-વિચારણાં થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- રોજિંદા કાર્યો સાથે-સાથે થોડો સમય ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. તેનાથી તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે. છેલ્લી થોડી ભૂલોથી બોધપાઠ લઈને તમારી કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવું યોગ્ય રહેશે.

નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર્ણ કાગળિયા સાચવીને રાખો. કોઈપણ નિર્ણય ઉતાવળમા ન લેશો. તેનાથી ભૂલો થઈ શકે છે. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિથી તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે.

વ્યવસાયઃ- રોજની આવકમાં વધારો થઈ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતાં, આજે તે ખૂબ જ સહજ અને સરળતાથી ઉકેલાઈ જશે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે તેનો યોગ્ય સદુપયોગ કરો. કોઈ શુભ સમાચાર મળવાથી પરિવારમાં પણ સુખનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- અન્યની સલાહ ઉપર ગંભીરતાથી વિચાર કરો. ધ્યાન રાખો કે કોઈપણ કામ કરતા પહેલાં તેના સારા-ખરાબ સ્તર અંગે પણ ધ્યાન આપવું જરૂરી છે. સમયે-સમયે બાળકોનું પણ માર્ગદર્શન કરો.

વ્યવસાયઃ- જો કોઈ નવા કામમા રસ લઇ રહ્યા છો તો આજે તેના અંગે ગંભીરતાથી વિચાર કરો

લવઃ- તમારા વૈવાહિક જીવનમાં કોઇ બહારના વ્યક્તિનો દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.