તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે વૃષભ જાતકો માટે ગ્રહ ગોચર ઉત્તમ બની રહ્યું છે, વ્યવસાયિક સ્થળે થોડી પરેશાનીઓ રહી શકે છે

23 દિવસ પહેલા
  • મિથુન રાશિની આર્થિક સ્થિતિ તથા તબિયતમાં સુધારાના યોગ
  • મકર-મીન સહિત 8 રાશિના જાતકો માટે દિવસ મધ્યમ

8 જુલાઈ, ગુરુવારના રોજ વૃદ્ધિ નામનો શુભ યોગ બની રહ્યો છે. ચાર રાશિ માટે દિવસ શુભ રહેશે. આ સાથે જ ચંદ્ર શત્રુ ગ્રહ બુધની સાથે હોવાને કારણે આઠ રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ તથા તબિયતમાં સુધારો રહેશે. કન્યા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોને ઉધાર પૈસા પરત મળે તેવા યોગ છે. આ સાથે જ નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. કુંભ રાશિને નસીબનો સાથ મળશે. સારા સમાચાર મળે તેવા યોગ છે. આ ઉપરાંત મેષ, વૃષભ, સિંહ, કર્ક, તુલા, ધન, મકર તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

8 જુલાઈ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે ઘર કે વ્યવસાય બંને જગ્યાએ પોતાની જવાબદારીને ખૂબ જ સાદગી અને ગંભીરતાથી પૂર્ણ કરશો. કોઇ સરકારી મામલે પણ વિજય મળવાની શક્યતા છે. કોઇ સમાજ સેવા સંસ્થા સાથે જોડાવવું તથા સહયોગ કરવો તમને સુખ આપશે.

નેગેટિવઃ- કોઈ એવી નકારાત્મક વાત થઈ શકે છે જેના કારણે આર્થિક સ્થિતિ ઉપર પ્રભાવ પઢશે. કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો, ખાસ કરીને રૂપિયા-પૈસાના મામલે.

વ્યવસાયઃ- વેપારને લગતી થોડી નવી જાણકારીઓ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર ઉત્તમ બની રહ્યું છે. તમે તમારા કાર્યોને યોગ્ય રીતે કરવાની સાથે જ તમારા લક્ષ્ય નજીક પહોંચી શકો છો. વડીલ સભ્યોની સલાહ ઉપર ધ્યાન આપો. તમારા માટે તે કારગર સાબિત થઈ શકે છે. તમારો સહજ સ્વભાવ પણ સમાજમાં તમારી લોકપ્રિયતાને વધારશે.

નેગેટિવઃ- બાળકોને નાની-નાની વાતો ઉપર ખીજાવવું તેમના મનોબળને ઘટાડી શકે છે. તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરીને શાંતિથી કામ લેવું. તમે કોઈ પ્રકારની આર્થિક વિષમતામાં પણ ફસાઇ શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે થોડી પરેશાનીઓ ચાલતી રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોમાં ગેરસમજ આવવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓમાં આજે થોડો સુધાર આવશે. તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિને ફરી વ્યવસ્થિત કરવામાં તમારું ધ્યાન રાખો. યોજનાબદ્ધ રીતે કાર્યોને અંજામ આપો.

નેગેટિવઃ- પાડોસી કે કોઇ મિત્ર સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. તમારા વ્યક્તિગત કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. જો કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તો તેમાં થોડા વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- માર્કેટિંગ તથા તમારા સંપર્કો ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક સ્થિતિ સંપૂર્ણ રીતે સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પાચનતંત્ર નબળુ હોવાના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં છે. આ વાતનું ધ્યાન રાખો કે યોગ્ય સમયે કરેલાં કાર્યોનું પરિણામ પણ યોગ્ય જ મળી શકશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત તથા સામાજિક સક્રિયતા તમને સફળતા આપશે.

નેગેટિવઃ- થોડી નવી જવાબદારીઓ આવી જવાથી તમે વ્યસ્ત રહી શકો છો. જેના કારણે તણાવ અને થાક હાવી રહી શકે છે. તમારામાં ધૈર્યની ખામી રહી શકે છે. જેના કારણે કોઈ વિવાદ પણ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- રાજકીય કાર્યોમાં કોઇની મદદ અને કોશિશથી તમને સફળતા મળી શકે છે.

લવઃ- પરિવારમાં એકબીજા સાથે પ્રેમ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- બાળકોને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી મનમાં રાહત મળી શકે છે. તમારી આવડત અને યોગ્યતાના પણ વખાણ થઈ શકે છે. કામ હોવા છતાં તમે તમારા માટે તથા પરિવાર માટે સમય કાઢી શકો છો.

નેગેટિવઃ- અર્થ વિના કોઇના કાર્યોમાં દખલ ન કરો. નહીંતર વિવાદની સ્થિતિ બની શકે છે. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં વધારે નુકસાન થવાની શક્યતા છે. આ સમયે ખોટા ખર્ચ પણ વધી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમારી કાર્યકુશળતા અને કાર્ય ક્ષમતામાં ઘટાડો આવી શકે છે.

લવઃ- કામકાજમા ચાલી રહેલી શિથિલતાનો પ્રભાવ તમારા લગ્નજીવન ઉપર આવે નહીં તેનું ધ્યાન રાખો

સ્વાસ્થ્યઃ- વધારે થાકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે. મનોબળ તથા આત્મકવિશ્વાસ જાળવી રાખો. તેનાથી તમારા મોટાભાગના કામ સહજ રીતે સંપન્ન થતા જશે. જો કોઈ વિવાદિત જમીનને લગતો મામલો ચાલી રહ્યો છે તો કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે.

નેગેટિવઃ- ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. આ કારણે તમારા થોડા કાર્યો છૂટી પણ શકે છે. ધનને લગતી લેવડ-દેવજમાં કોઇપણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો તમારી પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં સંપૂર્ણ રીતે તમારું ધ્યાન માર્કેટિંગ ઉપર તથા પ્રોડક્ટના પ્રમોશનમાં લગાવો.

લવઃ- ઘરમાં કોઈ માંગલિક કાર્યના આયોજનને લગતી યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિસની પરેશાનીથી રાહત મેળવવા માટે નિયમિત ચેકઅપ કરાવો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારું સ્વાભિમાન અને આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. કોઇ અનુભવી અને જવાબદાર વ્યક્તિના માર્ગદર્શનમાં આગળ વધવાની તક મળશે. આ સારા સમયનો ઉપયોગ કરો. તમારું પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સંતુલન જાળવી રાખવું તમને તણાવ મુક્ત કરશે.

નેગેટિવઃ- કોઇપણ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ રીતે તપાસ કરી લો. અપરિચિત લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની રાખવી જરૂરી છે, નહીંતર તમે કોઇ મુશ્કેલીમાં ફસાઇ શકો છો.

વ્યવસાયઃ- વેપારમાં અને કામકાજમાં આજે કોઈ ખાસ સફળતા મળવાની આશા નથી.

લવઃ- ઘર તથા વેપારમાં જીવનસાથી અને પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઇ સમસ્યામાં દવાઓની જગ્યાએ પ્રાકૃતિક ઇલાજ ઉપર વિશ્વાસ કરો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઈ જૂનું ઉધાર પાછું મળવાથી મન ખુશ રહી શકે છે. કામને યોજનાબદ્ધ રીતે કરવું તમારી સમસ્યાઓને ઘણી ઘટાડી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- વિરોધીઓ દ્વારા તમારા પ્રત્યે કરવામાં આવતી આલોચનાથી ગભરાશો નહીં. તમારું કંઇ જ નુકસાન થશે નહીં. સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓથી દૂર રહો. આ સમયે તમારા સંપર્કો અને મિત્રો સાથે કોઈપણ પ્રકારના સહયોગની આશા ન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગીઓ અને કર્મચારીઓ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો.

લવઃ- પ્રેમ સંબંધોમાં ગેરસમજ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ગરમીને લગતી કોઈ સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી થઈ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કામ હોવા છતાં થોડો સમય તમારા મિત્રો અને સંબંધીઓ માટે પણ જરૂર પસાર કરો. ઘરના વડીલ સભ્યોની સલાહ અને માર્ગદર્શન ઉપર જરૂર અમલ કરો. તેમની સલાહ તમારા માટે હિતકારી જ રહેશે. શારીરિક રીતે તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો.

નેગેટિવઃ- કોઈ અપ્રિય ઘટના ઘટવાના સંકેત પણ મળી રહ્યા છે. જેના કારણે ભય કે અવસાદ જેવી સ્થિતિ મન ઉપર હાવી થઈ શકે છે. જેનાથી તમે તમારું જ નુકસાન પણ કરી શકો છો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નાની-નાની વાતો ઉપર પણ ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ પરેશાની રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સમય શાંતિપૂર્ણ રીતે પસાર થશે. ધર્મ-કર્મના મામલે પણ રસ વધશે. સંપત્તિના મામલાઓનો ઉકેલ કરવા માટે દિવસ ઉત્તમ છે, તેના ઉપર જરૂર અમલ કરો. કોઇ નજીકના સંબંધીને ત્યાં જવાનું આમંત્રણ પણ મળી શકે છે.

નેગેટિવઃ- આજે રૂપિયા-પૈસાની લેવડ ખૂબ જ સાવધાની સાથે કરો. કોઈ જગ્યાએ રૂપિયા બ્લોક થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસમાં ન લાગીને મોજમસ્તીમાં લગાવો. સાસરિયા પક્ષ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકારક રહી શકે છે.

લવઃ- ઘરની વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઈ મનોવાંછિત કામ પૂર્ણ થવાથી મનમાં વધારે સુકૂન અને સુખ મળી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને પ્રબળ કરી રહી છે. કોઈ શુભ સમાચાર મળવાથી આત્મબળ અને ઊર્જામાં વધારો થઈ શકે છે.

નેગેટિવઃ- તમારા ઈગો અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. કેમ કે તેના કારણે તમારા બનતા કામ ખરાબ થઈ શકે છે. જોકે, કોઈ નજીકના મિત્રના કારણે આર્થિક નુકસાન થવાની પણ શક્યતા છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં તાલમેલ જાળવી રાખો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- યોગ અને કસરત ઉપર વધારે ધ્યાન આપો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારા કોઇ ભાવી લક્ષ્ય તરફ તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. સફળતા મળવાથી તમે પોતાને ચમત્કારિક રૂપથી ઊર્જા અને આત્મવિશ્વાસ અનુભવ કરશો. વિદ્યાર્થીઓનું અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઈ નકારાત્મક વાત કોઈ મિત્ર કે સંબંધી સાથે સંબંધોમાં કટુતા લાવી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારી હાજરી જરૂર રાખો. આ સમયે અન્ય લોકો પાસેથી વધારે આશા રાખશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ફેરફારની શક્યતાઓ પ્રબળ રહેશે.

લવઃ- લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે શારીરિક અને માનસિક તણાવ રહી શકે છે.