મંગળવારનું રાશિફળ:મંગળવારે મિથુન રાશિના જાતકોએ તેમના ભાગ્યથી વધારે કર્મ પર વિશ્વાસ રાખવો, સફળતા મળશે

2 વર્ષ પહેલા
  • મંગળવારની સાંજે ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશશે
  • મેષ-વૃષભ રાશિના જાતકોની સમસ્યાનો ઉકેલ આવશે, કુંભ રાશિને સન્માન મળી શકશે
  • હનુમાન ચાલીસાના પાઠ કરવો, શિવલિંગ પર જળાભિષેક કરીને 'ઓમ અં અંગારકાય નમઃ' મંત્ર બોલવો

મંગળવાર, આઠ ડિસેમ્બરના રોજ સાંજ સુધી ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. સાંજે 4.25 વાગ્યા પછી ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મંગળવારના રોજ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હોવાથી ધૂમ્ર નામનો અશુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં વિશેષજ્ઞ લોકો પાસેથી ચર્ચાવિચારણા કરીને કામની શરૂઆત કરવી જોઈએ.

મંગળવારના રોજ હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાના પાઠ કરવા. આ દિવસે મંગળ ગ્રહના નામે મસૂરની દાળનું દાન કરો. શિવલિંગ પર લાલ ફૂલ ચઢાવો અને 'ઓમ અં અંગારકાય નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો. માતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરો.

8 ડિસેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ આપશે, પરંતુ તેને વધારે સારો બનાવવું તમારા પર નિર્ભર કરે છે. આ સમયે કંઈક નવું શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમારી મહેનત અને કોશિશનું સાર્થક પરિણામ સામે આવશે.

નેગેટિવઃ- કોઇ પારિવારિક મામલાને લઇને ભાઇ-બહેન વચ્ચે વિવાદ થશે. ઘરના વડીલોની સલાહ લો અને સંબંધો ખરાબ થવાથી બચાવો, સાથે જ કોઇ અશુભ સમાચાર મળવાથી પણ મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓનો પ્રભાવ બની રહેશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘરના વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણને કારણે ગળામાં ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી નજીકના સંબંધોની વચ્ચે જે વિવાદો ચાલી રહ્યા હતા, આજે એ કોઇની મધ્યસ્થતા સાથે ઉકેલાઇ જશે. ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે અને તમે વધારે શાંતિ અને તણાવમુક્ત અનુભવ કરશો.

નેગેટિવઃ- કોઇપણ યોજના પર કામ કરતાં પહેલાં એના અંગે યોગ્ય વિચાર કરવો જરૂરી છે. કોઇ દુઃખદ સમાચાર મળવાથી થોડો સમય માટે મનમાં નિરાશા અને નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારેમાં વધારે સમય પસાર કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહનથી ઈજા પહોંચવાની સંભાવના છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાગ્યથી વધારે તમારા કર્મ પર વિશ્વાસ રાખો. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરવાથી તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓને તેમની નોકરીને લગતાં કોઇ ઇન્ટરવ્યુમાં સફળતાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન ન આપવાને કારણે થોડા નજીકના લોકો તમારાથી નિરાશ થઇ શકે છે. આ વાત અંગે ધ્યાન ન આપીને તમે તમારાં કાર્યોમાં જ વ્યસ્ત રહેશો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતા અને આવડતને કારણે સફળતા તમારો દરવાજો ખખડાવશે.

લવઃ- તમારી વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય પરિવાર અને બાળકો માટે પણ કાઢો.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. કોઇ ધાર્મિક આયોજનની પણ યોજના બનશે. કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સમસ્યા ઘણી હદે ઉકેલાઇ જશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા મનોબળને વધારે મજબૂત કરશે.

નેગેટિવઃ- મિત્રો અને ખોટાં કાર્યોમાં તમારો સમય નષ્ટ ન કરો, કેમ કે એને કારણે તમારાં થોડાં મહત્ત્વપૂર્ણ કામ વચ્ચે જ અટકી શકે છે. વિદ્યાર્થી વર્ગે પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- આજે મનમાં થોડી બેચેની રહેશે, જેને કારણે કાર્યસ્થળ પર ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારના ઇન્ફેક્શનની સમસ્યા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ સામે તમારા વિરોધી પરાજિત થશે. બાળકોને પણ કોઇ વિશેષ સફળતા મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુ-ગેધરનો પણ પ્લાન બનશે.

નેગેટિવઃ- આ સમયે તમારા ગુસ્સા અને આવેગ પર કાબૂ રાખવો જરૂરી છે. પાડોશીઓ સાથે કોઇ નાની વાતને લઇને મતભેદ થઇ શકે છે. આ સમયે તમારો દૃષ્ટિકોણ પોઝિટિવ જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક પરિસ્થિતિ હાલ પહેલાંની જેમ જ રહેશે. માર્કેટિંગને લગતાં કાર્યોમાં આજે થોડા ફાયદાકારક ઓર્ડર મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને આથેલાં ભોજનનું સેવન કરશો નહીં.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યાથી રાહત મળશે. જો કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો સમજણ અને વિવેકથી કામ લેવું.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ નિર્ણય લેવામાં હૃદયની જગ્યાએ દિમાગથી કામ લેવું, કેમ કે ભાવુકતામાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. જમીન-સંપત્તિને લગતાં કાર્યોને આજે ખૂબ જ સાવધાનીપૂર્વક કરો.

વ્યવસાયઃ- તમારા વ્યવસાયને લગતા કોઇપણ પ્રકારના પ્લાનને અન્ય સામે જાહેર કરશો નહીં.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- અકારણ જ કોઇ ચિંતાને કારણે ઊંઘ ન આવવાની ફરિયાદ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું નિવારણ થવાથી તમે ખૂબ જ વધારે રાહત અને તણાવમુક્ત અનુભવ કરશો. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક પરિસ્થિતિ બનાવી રહ્યું છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઇ નકારાત્મક વાતને કારણે ઘરમાં તણાવ રહી શકે છે, એટલે તમારા સ્વભાવમાં સરળતા જાળવી રાખો. બાળકોની ગતિવિધિઓ અને સંગત પર નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- આજે કામ વધારે રહેશે.

લવઃ- ઘરના મામલે વધારે દખલ ન કરો. થોડો સમય પરિવાર સાથે મનોરંજન અને હરવાફરવામાં પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર તમને દરેક પરિસ્થિતિમાં સરળતાથી ઉકેલ શોધવાની ક્ષમતા પ્રદાન કરી રહ્યું છે. અન્યની મદદ લેવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા પર વધારે વિશ્વાસ રાખો. રોકાણને લગતી ગતિવિધિઓમાં પણ આજે મોટા ભાગનો સમય પસાર થશે.

નેગેટિવઃ- કામ વધારે હોવાની અસર તમને શારીરિક અને માનસિક થકવી શકે છે. દેખાડાની પ્રવૃત્તિથી બચવું, એને કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. ભાઇ-બહેનો સાથે પણ આર્થિક પક્ષને લઇને કોઇ મતભેદ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ થવાથી ઘરમાં તમારો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક હાવી રહેશે તથા માથાનો દુખાવો કે માઇગ્રેન જેવી સમસ્યાથી પીડાશો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે ઉન્નતિના નવા રસ્તા ખોલવામાં ભાગ્ય તમારો સહયોગ કરી રહ્યો છે. પરિસ્થિતિઓ અનુકૂળ છે, તેનો ભરપૂર સદુપયોગ કરો. અચાનક જ કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત તમને સુખ આપશે અને કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા પોઝિટિવ વાતચીત પણ થશે.

નેગેટિવઃ- ક્યારેય-ક્યારેક શંકા અને ગુસ્સાને કારણે વિનાકારણે કોઇ સાથે મતભેદ થવાની સંભાવના છે. આ સમયે તમારી મનોવૃત્તિને પોઝિટિવ જાળવી રાખવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટમાં વિફળતાને કારણે તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં કર્મચારીઓ અને સહયોગીઓનો પૂર્ણ સાથ મળશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે થાક અને તણાવ હાવી રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારાં કાર્યોને લગતી નીતિઓ અંગે ફરી વિચાર કરીને એના પર વધારે સુધારો લાવવાની કોશિશ કરો, તમને પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. જો કોઇ વારસાને મામલો ચાલી રહ્યો છે તો આજે ખૂબ જ સરળતાથી એનો ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ- માતા-પિતા કે કોઇપણ વડીલ વ્યક્તિના આત્મસન્માનને ઠેસ ન પહોંચાડો. આજે મોટા ભાગનાં કામ ઘરમાં રહીને જ પૂર્ણ કરો, કેમ કે કોઇપણ પ્રકારની બહારની ગતિવિધિમાં નકારાત્મક પરિણામ મળશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક વિકાસ માટે કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ અને તમારા સંપર્ક સૂત્ર ખૂબ જ લાભદાયક સાબિત થશે.

લવઃ- પારિવારિક જીવનને સુખમય જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ડિપ્રેશનની સ્થિતિથી બચવા માટે મેડિટેશન અને યોગની મદદ લો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ સામાજિક સંસ્થા સાથે સારું કામ કરવાથી તમને સન્માનિત કરવામાં આવી શકે છે. સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ ખાસ લાભદાયક છે. આ સમયે ભવિષ્યને લગતી કોઇપણ યોજના ન બનાવો અને વર્તમાન કાર્યો પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- ક્યારેક ગુસ્સો હાવી થઇ જવાથી કોઇ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે, જેને કારણે તમારી કાર્યક્ષમતા પણ પ્રભાવિત થશે. મહત્ત્વપૂર્ણ વસ્તુને ક્યાંક રાખીને ભૂલી શકો છો અથવા ખોવાઇ જવાના કારણે તણાવ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કાર્યો પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ- દિવસભરની ભાગદોડ પછી પરિવારજનો સાથે સમય પસાર કરવાથી તણાવમુક્ત અને તાજગી અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશર તથા ડાયાબિટિસના લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પર રૂપિયા લગાવવા ભવિષ્યમાં ખૂબ જ વધારે લાભદાયક સાબિત થશે. માત્ર આ સમયે યોજનાઓને યોગ્ય રીતે શરૂ કરવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ- ઘરમાં વધારે અનુશાસન જાળવી રાખવું પારિવારિક લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારા સ્વભાવમાં સમય પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે. ક્યારેક-ક્યારેક તમારી દેખાડાની પ્રવૃત્તિ પણ તમારા માટે જ નુકસાનનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યોમાં વધારે ધ્યાન આપો.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસ જેવી પરેશાની રહેશે.