તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

8 ઓગસ્ટનું રાશિફળ:શનિવારે તુલા રાશિના લોકો ખૂબ જ વ્યસ્ત રહેશે, જાતકોને આર્થિક ગતિવિધિઓના ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

8 ઓગસ્ટ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારા જનસંપર્કને વધારે મજબૂત કરો. તેમના દ્વારા તમને ચમત્કારિક રૂપથી ભાવી લક્ષ્યની પ્રાપ્તિ થશે અને તમારા આત્મ સન્માન અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- કોઇની વાતમાં આવીને તમારું કામ ખરાબ થઇ શકે છે. તમારા પર્સનલ કાર્યો સિવાય સામાજિક કાર્યો ઉપર પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ફેરફાર સંબંધિત યોજનાઓ ઉપર કાર્ય થશે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- નજીકના સંબંધીઓના ઘરે આવવાથી પરિવારમાં વાતાવરણ સારું જળવાયેલું રહેશે. વિદ્યાર્થીઓને પોતાની મહેતનનું યોગ્ય પરિણામ મળવાથી રાહત અનુભવ કરશે.

નેગેટિવઃ- પરિવારના કોઇ વ્યક્તિના લગ્નજીનવમાં થોડો તણાવ ઉત્પન્ન થવાથી ચિંતા રહેશે. બહારના વ્યક્તિઓનો ઘરમાં દખલ થવા દેશો નહીં.

વ્યવસાયઃ- આર્થિક રૂપથી આજનો દિવસ ઉત્તમ છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ બાબતને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલનો દુખાવો રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજના ગ્રહ ગોચર અને સમય તમારા માટે સારી પરિસ્થિતિ બનાવી રહ્યાં છે. કોઇ શુભ સમાચાર મળવાથી તમારી અંદર આત્મવિશ્વાસ અને એક નવી ઊર્જાનું નિર્માણ થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે તમારા બનતાં કામ બગડી શકે છે. તમે તમારી ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવીને રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુંદર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- યોગ અને કસરત ઉપર વધારે ધ્યાન આપો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇપણ કામમાં ઘરના વડીલોની સલાહ અવશ્ય લો અને તેના ઉપર અમલ પણ કરો. તમારા માટે ખૂબ જ શુભદાયક રહેશે. ઘર પરિવર્તન સંબંધિત યોજનાઓ ઉપર પણ આજે મહત્ત્વપૂર્ણ કામ થઇ શકે છે.

નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડ ખૂબ જ સાવધાની સાથે કરો. કોઇ નજીકના મિત્રના કારણે નુકસાન થવાની સંભાવના છે. તમારા ખોટા ખર્ચ ઉપર અંકુશ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ માટે તમે જે લક્ષ્ય નિર્ધારિત કર્યાં છે, તેના માટે વધારે મહેનત કરવી પડશે.

લવઃ- પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં તાલમેલ જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત તમને એક નવી દિશા પ્રદાન કરશે. તમે તમારા કાર્ય સંબંધિત યોજનાઓને યોગ્ય રીતે બનાવી શકશો. વારસાગત સંપત્તિ સંબંધિત મામલાઓનો ઉકેલ લાવવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- કોઇને રૂપિયા ઉધાર આપશો નહીં. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃ- સહયોગીઓ અને કર્મચારીઓનો સહયોગ રહેશે.

લવઃ- તમારા વ્યસ્ત સમય વચ્ચે જીવનસાથી માટે સમય કાઢો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ધર્મ-કર્મ સંબંધિત કાર્યો અને સમાજસેવી સંસ્થાના સહયોગમાં તમારો સમય વ્યતીત થશે. જેના દ્વારા તમને આત્મિક શાંતિ અનુભવ થશે.

નેગેટિવઃ- સંતાનના કરિયર સંબંધિત કોઇ કામ ન બનવાથી તણાવ રહેશે. આત્મબળ જાળવી રાખવામાં તમે સહયોગ અવશ્ય આપો.

વ્યવસાયઃ- આજે એક્સપોર્ટ-ઇમ્પોર્ટના વેપારમાં ફરી ગતિ આવવાની સંભાવના છે.

લવઃ- પતિ-પત્નીમાં સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેર અને કબજિયાતની સમસ્યા રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમારી દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહેશે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ અને આર્થિક ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે. આ સમયે તમને તેના ઉત્તમ પરિણામ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- અર્થવિના અન્યની પરેશાનીઓમાં પડવું નહીં. કોઇપણ નકારાત્મક પરિસ્થિતિમાં ગુસ્સાની જગ્યાએ ધૈર્ય જાળવી રાખો.

વ્યવસાયઃ- તમારા કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ- પતિ-પત્નીના સંબંધો સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવપૂર્ણ સ્થિતિઓથી તમે પોતાને દૂર રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે હિતકારી રહેશે. વ્યસ્તતા હોવા છતાં તમારા મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્ક જાળવીને રાખો.

નેગેટિવઃ- કોઇ અપ્રિય ઘટનાથી ભય જેવી સ્થિતિ તમારા મન ઉપર હાવી થઇ શકે છે. તમે પોતાને પોઝિટિવ જાળવી રાખો. વિદ્યાર્થીઓને પણ હવે કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યમાં મન પ્રમાણે ઉપલબ્ધિ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- કર્મચારીઓની ગતિવિધિઓ અને ક્રિયાઓ ઉપર નજર રાખો.

લવઃ- જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા મનોબળ અને કાર્ય ક્ષમતામાં વૃદ્ધિ કરશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ પરેશાની રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડાં દિવસોથી ચાલી રહેલી ભાગદોડના કારણે આજે તમારો સમય અધ્યાત્મ અને ધાર્મિક સ્થળમાં વ્યતીત થશે. જેથી તમારી આંતરિક ઊર્જા ફરીથી એકત્રિત થશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓએ આ સમયે પોતાના અભ્યાસ તરફ વધારે ધ્યાન આપવાનું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા સહયોગી અને કર્મચારીઓ સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ જાળવીને રાખો.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- હાઇજીનિક રહેવું જરૂરી છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમારી મુખ્ય યોજના બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની રહેશે અને તેમાં તમે સફળ પણ થઇ જશો. કોઇ ઉધાર પાછું મળવાથી આર્થિક સ્થિતિ સારી થઇ જશે.

નેગેટિવઃ- રાજનૈતિક ગતિવિધિઓથી અંતર જાળવીને રાખો. કોઇ પ્રકારની માનહાનિ થવાની સંભાવના છે. મિત્રો સાથે હરવા-ફરવામાં સમય અને ધન વ્યર્થ ન કરો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપના કારોબારમાં હિસાબ-કિતાબ સંબંધિત કાર્યમાં પારદર્શિતા રહેશે.

લવઃ- જીવનસાથી અને બાળકો સાથે સમય વ્યતીત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વધારે જ્ઞાન અને આધ્યાત્મિકતાની જાણકારી મેળવવામાં હમેશાં રસ રહેશે. આજે પણ થોડાં અનુભવી અને જવાબદાર લોકોના માર્ગદર્શનમાં તમને ઘણું શીખવા મળશે.

નેગેટિવઃ- બધું જ ધ્યાન પોતાના ઉપર કેન્દ્રિત રહેવાના કારણે તમે પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં.

વ્યવસાયઃ- કામકાજમાં આજે કોઇ ખાસ સફળતા પ્રાપ્ત થશે નહીં.

લવઃ- પારિવારિક સુખ-શાંતિમાં ભંગ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પારિવારિક વ્યવસાયની ગતિવિધિઓમાં સંતુલન જાળવી રાખવું ઘરના વાતાવરણ માટે સારું રહેશે. વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપી શકશે.

નેગેટિવઃ- અપરિચિત વ્યક્તિઓ સાથે કોઇ પ્રકારનો વ્યવહાર કરતી સમયે સાવધાની રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારી સાથે ચાલી રહેલાં તણાવથી આજે મુક્તિ મળશે.

લવઃ- જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઇ રહેશે.

અન્ય સમાચારો પણ છે...