તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુવારનું રાશિફળ:ગુરુવારનો દિવસ કન્યા જાતકો માટે મિશ્રિત ફળદાયી રહેશે, આર્થિક સ્થિતિના કારણે તણાવ રહેશે

6 દિવસ પહેલા
  • મેષ, મિથુન તથા મકર રાશિના નોકરિયાત જાતકો માટે સારો દિવસ
  • છ રાશિ માટે મધ્યમ દિવસ, કર્ક તથા કુંભ રાશિએ સંભાળીને રહેવું

8 એપ્રિલ, ગુરુવારના રોજ શુભ તથા વજ્ર નામના યોગ બની રહ્યાં છે. આ કારણે 4 રાશિ માટે દિવસ સારો રહેશે. મેષ રાશિને નોકરી તથા બિઝનેસ માટે સારો દિવસ રહેશે. મિથુન રાશિને નોકરીમાં પ્રમોશનની તક મળશે. તુલા રાશિને બિઝનેસની મુશ્કેલીઓ દૂર થશે. આવકના સોર્સ વધશે. આ સાથે જ મકર રાશિનું અટકેલા કામો પૂરા થશે. શુભ તથા અશુભ યોગને કારણે આજે વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. કર્ક તથા કુંભ રાશિએ આખો દિવસ સાવચેત રહેવું.

8 એપ્રિલ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ લેશો તો તમારી જીવનશૈલીને પણ ઉન્નત કરવા માટે કોશિશ કરતા રહેશો.

નેગેટિવઃ- પરણિત વ્યક્તિઓને સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારના મતભેદની સ્થિતિ બની શકે છે. એટલે ધૈર્ય અને સંયમ જાળવી રાખવુ જરૂરી છે. કોઇ પ્રકારના સ્થાન પરિવર્તનને લગતી ગતિવિધિને લઇને તણાવ રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે તમે કોશિશ કરતા રહેશો અને સફળ પણ થશો.

લવઃ- સમયના અભાવના કારણે પતિ-પત્ની એકબીજા સાથે વધારે સમય પસાર કરી શકશે નહીં

સ્વાસ્થ્યઃ- વધારે તળેલું કે મસાલેદાર ભોજન કરવું નહીં.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ ધાર્મિક આયોજનને લગતી ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. જીવન સ્તરને વધારે સારું બનાવવા માટે તમે થોડા સંકલ્પ પણ લેશો. વડીલ વ્યક્તિઓના આશીર્વાદ અને અનુભવથી તમને ઘણું શીખવા મળી શકે છે.

નેગેટિવઃ- થોડા લોકો તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. એટલે વ્યવહારિક દૃષ્ટિકોણ રાખો. બાળકોના અભ્યાસ અને કરિયરને લગતા કાર્યોમાં ખર્ચ વધી શકે છે. મનમાં નકારાત્મક વિચાર ઊભા થાય નહીં તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં માત્ર વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસને બળ પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને થાકની સ્થિતિ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆત કોઇ સુખદ ઘટના સાથે થશે. મિત્રો કે સહયોગીઓ સાથે ફોન ઉપર જ કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદાકારક સાબિત થશે. જમીનને લગતો કોઇ મામલો ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- આવકના સાધન તો વધશે, પરંતુ સાથે જ ખર્ચ વધવાના કારણે તણાવ રહેશે. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. આવા લોકોથી દૂર રહો તો સારું રહેશે.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલાં વ્યવસાયમાં ફાયદાકારક કરાર પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નસંબંધોમાં ગેરસમજના કારણે વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. કોઇપણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવામાં તમે સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને અભ્યાસને લગતા કાર્યોમાં સફળતા અને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આજે કોઇપણ યાત્રાનો પ્રોગ્રામ ન બનાવશો. કેમ કે સમય ખરાબ થવા સિવાય અન્ય કશું જ પ્રાપ્ત થશે નહીં. અન્યના મામલે દખલ ન કરીને પોતાની ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં વધારે કામ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની સમસ્યા વધી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. તમારી ઉન્નતિ માટે કોઇ દ્વાર ખુલી શકે છે. માત્ર વધારે મહેનતની જરૂરિયાત રહેશે. વિદ્યાર્થીઓને પણ આશા પ્રમાણે પરિણામ પ્રાપ્ત થવાથી સુકૂન અને સુખ મળશે.

નેગેટિવઃ- ઉતાવળ અને ભાવુકતામાં કોઇ નિર્ણય ન લેશો. વાહન કે કોઇ મોંઘા ઉપકરણ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. મિત્રો તથા સંબંધીઓના કાર્યોમાં દખલ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહેશે. પરંતુ તમારો કામને લઇને ઉત્સાહ તમને સફળતા પ્રાપ્ત કરાવશે.

લવઃ- ઘરની વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સમય મિશ્રિત ફળદાયી રહેશે. થોડા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે, પરંતુ સમય રહેતા તેના ઉપર ધ્યાન આપવાથી સફળતા મળશે. લક્ષ્ય પ્રાપ્તિમાં ભાઇઓનો સહયોગ મળી શકે છે. રમત-ગમત સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ માટે લાભદાયક સુઅવસર બનશે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિમાં થોડી ભાગદોડ રહેવાથી મન પરેશાન રહેશે. ક્યારેક એવું લાગશે કે પરિસ્થિતિઓ હાથમાંથી સરકી રહી શકે છે. જોકે, ધૈર્ય અને સંયમથી તમે સમસ્યા ઉપર કાબૂ મેળવી લેશો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા મામલે થોડા ફેરફાર જોવા મળશે, જેને તમે સમજદારી દ્વારા ઉકેલી શકશો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન અને તાવની સમસ્યા વધી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી વ્યક્તિગત દિનચર્યામાં થોડું પરિવર્તન લાવવાની કોશિશ કરશો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા તણાવથી પણ રાહત મળશે. વિદ્યાર્થીઓને કોઇ સ્પર્ધાને લગતી પરીક્ષામાં સફળતા મળવાના સંપૂર્ણ યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- વધારે કામનો ભાર રહેવાના કારણે તમે ઘરમાં વધારે સમય પસાર કરી શકશો નહીં. વારસાગત કાર્યોમાં પણ થોડી સમસ્યા આવશે, જેના કારણે વાદ-વિવાદ શક્ય છે. કોઇપણ પરેશાનીને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો, સફળતા મળશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં ચાલી રહેલી મુશ્કેલી દૂર થશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે સારો તાલમેલ ઘરના વાતાવરણને સુખદ બનાવશે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરની સજાવટ અને દેખરેખને લગતા કાર્યો માટે પરિજનો સાથે ચર્ચા-વિચારણાં થશે. શોપિંગ વગેરે કાર્યોમાં પણ મધુર સમય પસાર થશે. યુવાઓને તેમની મહેનત પ્રમાણે કોઇ કાર્યમાં સારું પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક ધ્યાન કોઇ નકારાત્મક ગતિવિધિ તરફ આકર્ષિત થઇ શકે છે. એટલે પોતાની મનઃસ્થિતિ ઉપર કાબૂ રાખો. રોકાણને લગતી કોઇપણ પોલિસી લેતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારો કોઇ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચાર હાવી થવાથી તેનું ખરાબ પરિણામ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આવક અને વ્યયમાં સમાનતા જળવાયેલી રહેશે. ઘરના સમારકામ કે સુધાર કરાવતી સમયે વાસ્તુ નિયમોનું પણ પાલન કરો. દિવસના બીજા ભાગમાં થોડી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. પરંતુ તમે તમારા આત્મ વિશ્વાસ અને યોગ્યતા દ્વારા તેનું સમાધાન સરળતાથી શોધી શકશો.

નેગેટિવઃ- સાસરિયા પક્ષ સાથે સંબંધ ખરાબ કરવાથી તમારી છાપ પણ ખરાબ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ ટાળો. વિદ્યાર્થીઓએ સ્પર્ધાને લગતી ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- ગ્લેમર, કળા, સોંદર્ય સાથે જોડાયેલાં વ્યવસાયમાં મન પ્રમાણે સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને છાતીમાં બળતરા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- અન્યની મદદ કરવી તથા તેમની સમસ્યાઓને ઉકેલવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમારી સામાજિક માન-પ્રતિષ્ઠા પણ વધશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક સમારોહમાં જવાનું આમંત્રણ મળશે.

નેગેટિવઃ- કોઇને પણ ઉધાર આપશો નહીં, કેમ કે આ સમયે રૂપિયા પાછા મળવા શક્ય નથી. નાની-નાની વાતોને લઇને તમારું મન વિચલિત થઇ શકે છે. તમારા મનને નિયંત્રણમાં રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું કોઇ અટવાયેલું કામ કોઇ અનુભવી વ્યક્તિની મદદ દ્વારા પૂર્ણ થઇ શકે છે.

લવઃ- લગ્ન સંબંધ ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- યોગ, મેડિટેશન કરતા રહેવું

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારો પરિવાર તથા સમાજમાં માન-સન્માન જળવાયેલું રહેસે. તમારું કર્મ પ્રધાન હોવું તમારા યોગ્ય ભાગ્યનું નિર્માણ પણ કરશે. કોઇ સામાજિક ધાર્મિક આયોજનની પણ જવાબદારી મળી શકે છે, જેને તમે યોગ્ય રીતે નિભાવશો.

નેગેટિવઃ- વિદ્યાર્થી તથા યુવા વર્ગ હરવા-ફરવા તથા મિત્રો સાથે સમય પસાર કરવામાં પોતાનો સમય ખરાબ ન કરે. બાળકોની સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું ધ્યાન સંપૂર્ણ રીતે કેન્દ્રિત રહેશે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- મહિલા વર્ગ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે તમારી બૌદ્ધિક ક્ષમતા દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. તમારું ધ્યાન ખોટી ગતિવિધિઓથી હટીને સંપૂર્ણ રીતે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર કેન્દ્રિત રહેશે. નવી-નવી યોજનાઓ દિમાગમાં આવશે તથા કોઇ નજીકના સંબંધીની મદદથી તે યોજનાઓને શરૂ પણ કરશો.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો અને આવેશ તમારા માટે જ સમસ્યા ઊભી કરી શકે છે. તમારી આ ખામીઓ ઉપર કાબૂ રાખો. કોઇપણ નિર્ણય લેવામાં વડીલો તથા અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાય કે નોકરી બંને કાર્યક્ષેત્રોમાં કોઇ પ્રકારની રાજનીતિ થઇ શકે છે.

લવઃ- લગ્ન સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો