તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંગળવારનું રાશિફળ:મંગળવારના દિવસે વૃષભ જાતકો માટે ગ્રહ ગોચર અનુકૂળ રહેશે, કામ વધારે રહેવાથી નબળાઈ અનુભવ થશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃષભ-કુંભ સહિત 5 રાશિને નોકરી અને બિઝનેસ માટે દિવસ ફાયદાકારક
  • મીન સહિત 7 રાશિ માટે મિશ્ર દિવસ, કામમાં અડચણો આવવાની શક્યતા

7 સપ્ટેમ્બર, મંગળવારના રોજ ભાદરવો મહિનો શરૂ થઈ રહ્યો છે. 5 રાશિ માટે ભાદરવા મહિનાનો પહેલો દિવસ શુભ અને 7 રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. મેષ રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસ માટે દિવસ સારો રહેશે. રોકાણમાં પણ ફાયદો થશે. વૃષભ રાશિ માટે ગ્રહ સ્થિતિ સારી છે. નોકરિયાત જાતકોને સારી તકો મળી શકે છે. કર્ક રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં ફાયદો થશે.

સિંહ રાશિના જાતકો માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે. નોકરી તથા બિઝનેસમાં પણ દિવસ સારો છે. તો કુંભ રાશિના નોકરિયાત વર્ગના જાતકોની કામમાં પ્રશંસા થશે. આ ઉપરાંત મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર તથા મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે.

7 સપ્ટેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- યુવાઓને તેમની કોઈ પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાથી રાહત મળશે. આજે તમારા સપના સાકાર કરવાનો દિવસ છે એટલે ખૂબ જ મહેનતથી કામ લેવું. કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો તો તરત કરી દો.

નેગેટિવઃ- ખોટી ક્રિયાઓમાં સમય નષ્ટ ન કરો. કેમ કે તેના કારણે થોડા કાર્યોમાં મોડું થઈ શકે છે. યોજનાઓને શરૂ કરતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરી લો. પોતાના નિર્ણય લેવામાં થોડી અસમંજસની સ્થિતિ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ દિવસ ઉત્તમ છે.

લવઃ- કામ વધારે હોવા છતાં તમે ઘર-પરિવારને પ્રાથમિકતા આપશો.

સ્વાસ્થ્યઃ- ગળામાં થોડા ઇન્ફેક્શન જેવી સમસ્યા અનુભવ થઈ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ગોચર અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરો. બધા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ જશે. જેના કારણે મનમાં તાજગી રહેશે. યુવાઓને તેમના કરિયરને લગતી કોશિશમાં યોગ્ય સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- તમારા ઉપર વધારે જવાબદારી ન લો. કામ વધારે રહેવાનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે. એટલે આરામ પણ જરૂરી છે. સાથે જ બોલચાલની રીત નરમ રાખો. કટુ વાણીના કારણે લોકોમાં નિરાશા ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગીઓ તથા સ્ટાફનો પૂર્ણ સહયોગ બની રહેશે.

લવઃ- પારિવારિક સભ્યો માટે કોઈને કોઈ ભેટ જરૂર લાવો.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થોડો થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આર્થિક મામલે વધારે સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. આ સમયે જો કોઈ તમારા જીવન સાથે જોડાયેલાં નિર્ણયને લેવા માટે કોશિશ કરી રહ્યા છે તો તે નિર્ણય સારો સાબિત થશે. યુવાઓને તેમના મન પ્રમાણે કાર્ય પૂર્ણ થવાથી રાહત મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના આવી શકે છે, જેના કારણે થોડા સંબંધોમાં તણાવ ઊભો થઈ શકે છે. તમારી આ ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. મિત્રો સાથે મોજમસ્તીમાં સમય ખરાબ ન કરીને તમારા કાર્યો ઉપર ધ્યાન આપો

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ રહી શકે છે.

લવઃ- જીવનસાથીની ભાવનાઓનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને તણાવની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ અને આસ્થા વધશે. જેના કારણે તમે માનસિક રૂપથી પોઝિટિવ અનુભવ કરશો. બધા કાર્યને યોજનાબદ્ધ રીતે શરૂ કરતા રહો, સમય તમારા પક્ષમાં છે.

નેગેટિવઃ- ક્યારેક બેદરકારી અને અતિ આત્મવિશ્વાસના કારણે દગો પણ મળી શકે છે. થોડો સમય મનન અને ચિંતનમાં પણ પસાર કરો. સાથે જ કોઈ મિત્ર કે બહારના વ્યક્તિ સાથે ધનની લેવડ-દેવજને લગતો વાદ-વિવાદ ઊભો થઈ શકે છે.

વ્યવસાયઃ- રાજનૈતિક તથા પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક વધારશો.

લવઃ- પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક અંતર ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- શુભ ગ્રહ ગોચર બની રહ્યું છે. તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓ માટે કોશિશ કરો અને યોજનાઓ બનાવવાનો દિવસ છે. અન્ય લોકોની સલાહ લેવાની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો. પ્રકૃત્તિ તમારા માટે શુભ તક લાવી રહી છે.

નેગેટિવઃ- વ્યક્તિગત મામલે કોઈની દખલ થવા દેશો નહીં બધા નિર્ણય જાતે જ લો. કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન કરો, કેમ કે તેમનો સહયોગ તમારા માટે જરૂરી છે. સાથે જ કોર્ટ કેસને લગતા મામલાઓ આજે ટાળો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કોઈ નવા કરાર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન તથા પ્રેમ સંબંધ બંને જ સારા જળવાયેલાં રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- જો કોઈ પોલિસી કે પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવાની યોજના બની રહી છે તો તરત નિર્ણય લો, સ્થિતિ તમારા પક્ષમાં છે. સાથે જ અટવાયેલાં સરકારી કાર્યોમાં સમાધાન મળવાના અણસાર છે એટલે તેના ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- ખોટા ખર્ચ ઉપર કાપ મુકો. બહારના વ્યક્તિની દખલ તમારા પરિવાર અને વેપાર ઉપર થવા દેશો નહીં. કેમ કે તેના કારણે થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે. ઘરના વડીલોની પણ દેખરેખમાં સમય પસાર થશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કરવામાં આવતી મહેનત માટે યોગ્ય પરિણામ ન મળવાથી દુઃખી રહેશો.

લવઃ- પ્રેમ પ્રસંગોથી દૂર રહો તેના કારણે તણાવ ઊભો થવાની શક્યતા છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે સાથે જ કોઈ અનુભવી વ્યક્તિનો સહયોગ પણ રહેશે. તમારા સૌમ્ય અને સહજ સ્વભાવના કારણે ઘર અને પરિવારમાં સન્માન જળવાયેલું રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો તથા તેમની મનની સ્થિતિને સમજો. જેથી સુરક્ષાની ભાવના વધશે. તેમની સમસ્યાઓને લઇને તણાવ અને ગુસ્સો કરવાથી સમસ્યા વધી શકે છે. એટલે તમારા સ્વભાવને સંયમિત રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારી હાજરી જરૂરી રહેશે.

લવઃ- જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારી કાર્યક્ષમતાને નવી ઊર્જા પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારી જેવી ફરિયાદ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા દ્વારા કે વેપારને લઈને લેવામાં આવેલો કોઈ નિર્ણય ખૂબ જ પોઝિટિવ રહેશે. જેથી તમે તમારી અંદર નવો જોશ અને ઊર્જાનો અનુભવ કરશો. ઘરની વ્યવસ્થા અનુશાસિત રહેશે. યુવાઓ તથા વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- તમારો કોઈ સામાન ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. એટલે તમારું ધ્યાન જાતે જ રાખો. ઘરના કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ આવવાથી તમારા કાર્યોમાં પણ વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રની વ્યવસ્થા અને કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ- કોઈ નવા બાળકોની કિલકારીને લગતી સુખદ સૂચના મળવાથી ઘરમાં પ્રસન્નતાદાયક વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- યાત્રા દરમિયાન તમારા ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે પરિવાર અને ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ રોજિંદા જીવનથી અલગ પોતાના રસના કાર્યોમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- કોઈ સાથે પણ તમારી વ્યક્તિગત વાતો જાહેર ન કરો. ધ્યાન રાખો કે તમારી ભાવુકતા અને ઉદારતાનો કોઈ ફાયદો ઉઠાવી શકે છે. કોઈ અન્ય લોકોની વાતોમાં વિશ્વાસ કરતા પહેલાં તેના અંગે યોગ્ય તપાસ કરી લો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં રોકાણને લગતા મામલે ખાસ ધ્યાન આપવું.

લવઃ- બેકારના પ્રેમ સંબંધો અને મનોરંજન વગેરેમાં સમય ખરાબ ન કરો.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો અને બ્લડ પ્રેશરની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પારિવારિક તથા વ્યક્તિગત મામલે તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય પોઝિટિવ રહેશે. સાથે જ તમારી કોઈ યોજના શરૂ થવાથી મનમાં સુખ અને સુકૂન રહેશે. ધર્મ-કર્મ પ્રત્યે પણ આસ્થા રહી શકે છે.

નેગેટિવઃ- નિર્ણય લેવામાં એટલો વધારે સમય ન લગાવો કે કામ તમારા હાથમાંથી સરકી જાય. મામા પક્ષ સાથે પણ કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થઈ શકે છે. એટલે તમારી વાણી અને જિદ્દી સ્વભાવને નિયંત્રિત રાખો.

વ્યવસાયઃ- નોકરીમાં અધિકારીઓ સાથે વાતચીત કરતી સમયે તમારી માનસિક સ્થિતિને નિયંત્રિત રાખો.

લવઃ- પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં આળસ અને થાક જેવી સ્થિતિ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ થોડું મિશ્રિત પરિણામ આપી રહી છે. ભાવુકતાને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં તથા પ્રેક્ટિકલ થઈને નિર્ણય લેવાં, જેનું ઉત્તમ પરિણામ તમને મળી શકે છે. શેરબજાર અને રિસ્કને લગતા કાર્યોમાં લાભદાયક તક મળી શકે છે.

નેગેટિવઃ- અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં. પરંતુ પોતાના કાર્યોમાં જ વ્યસ્ત રહો. કોઇ વ્યક્તિ દ્વારા કોઈ ગેરસમજ ઊભી થવાથી પરેશાનીઓ વધશે, સાથે જ પાડોસી કે મિત્રો સાથે પણ સંબંધ ખરાબ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- કોઈ જૂના મિત્રને મળવાથી યાદ તાજા થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પારિવારિક મામલાઓના કારણે કોઈ નજીકના સંબંધીને ત્યાં જવાનો વિચાર આવી શકે છે. બધાને મળવાથી સુખ અને સુકૂન પ્રાપ્ત થઈ શકે છે. તમે તમારી કાર્યકુશળતાના બળે અને કાર્યો યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ- આ દરમિયાન તમારા બજેટ અને માન-સન્માન બંનેનું ધ્યાન રાખો. કોઈ ઈર્ષ્યાની ભાવનાથી તમારા ઉપર બદનામીનો આરોપ લગાવી શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લેવી.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં બનાવવામાં આવતી યોજનાઓનું ઉત્તમ ફળ મળી શકે છે.

લવઃ- કામમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો પ્રભાવ ઘરના વાતાવરણ ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને છાતિમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.