તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 સપ્ટેમ્બરનું રાશિફળ:સોમવારનો દિવસ મેષ, કર્ક, સિંહ અને મીન જાતકો માટે મિશ્રિત ફળદાયી રહેશે, કોઇ સુખદ સમાચાર પ્રાપ્ત થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

7 સપ્ટેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારા મન પ્રમાણે પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે, જે આગળ જઇને તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહેશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ ચિંતાજનક સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. જેના કારણે કોઇ નજીકના મિત્ર સાથે વિવાદ પણ થઇ શકે છે. યુવાઓને મોજ-મસ્તીની અપેક્ષા પોતાના કરિયર અને ભવિષ્ય સંબંધિત યોજનાઓ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કરિયર અને કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવા માટે તમે ભારે મહેનત કરશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી નબળાઇ રહેશે.

-------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- શારીરિક રૂપથી આજે તમે બિલકુલ સ્વસ્થ અનુભવ કરશો. તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. તમે તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવા માટે પ્રયત્ન કરશો.

નેગેટિવઃ- કોઇ નાની વાત ઉપર સાસરિયા પક્ષ સાથે સંબંધ ખરાબ થવાની આશંકા છે. તમારા વ્યવહારને સંયમિત રાખો. ઘરના વડીલોની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા પણ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર વિશ્વાસ રાખવો, તેમની કાર્યક્ષમતા અને આત્મબળને વધારશે.

લવઃ- પારિવારિક સભ્યોનો સહયોગ તથા સ્નેહ તમને ચિંતા મુક્ત કરશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે.

-------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે ધાર્મિક કાર્યો તથા આયોજનમાં વ્યસ્ત રહેશો. તમારો સિદ્ધાંત વાદી તથા વ્યાપક દૃષ્ટિકોણ સમાજમાં તમારી છાપને વધારે નિખારશે. કોઇ અટવાયેલું ધન તમને મળવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- કોઇ બાળકના લગ્ન જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને લઇને ચિંતા રહેશે. ધૈર્ય અને વિવેક દ્વારા મુશ્કેલ સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. ઘરની દેખરેખ તથા વિલાસિતા સંબંધિત વસ્તુઓ ઉપર ખર્ચ થવાથી બજેટ ગડબડાઇ શકે છે.

વ્યવસાયઃ- તમે કાર્યક્ષેત્રમાં ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો.

લવઃ- તમારા કાર્યમાં જીવનસાથીનો સહયોગ તમારી ચિંતાઓને ઘટાડશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

-------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે દિવસની શરૂઆત સુખદ રહેશે. તમે તમારા કામને સમજી વિચારીને તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરશો. તમારા વિનમ્ર સ્વભાવના કારણે તમે લોકો સામે વખાણનું પાત્ર બનશો.

નેગેટિવઃ- બેદરકારીના કારણે તમે કોઇ મુશ્કેલીમાં ફસાઇ શકો છો. તમારી ઉપર કોઇ બદનામી કે આરોપ લાગી શકે છે.

વ્યવસાયઃ- આજે તમારી ઊર્જા માર્કેટિંગ સંબંધિત કાર્ય તથા પેમેન્ટ એકઠું કરવામાં લગાવો.

લવઃ- ઘરમાં વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ, ગળું ખરાબ થવા જેવી સમસ્યા રહેશે.

-------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. કોઇ મિત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થશે. જે તમારા ભવિષ્ય સંબંધિત કાર્યો માટે ખૂબ જ લાભદાયી રહેશે. મોટા ઓર્ડર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- બપોર પછી એવું લાગશે કે જાણે સમય અટકી ગયો છે. અચાનક કોઇ મુશ્કેલી તમારી સામે ઊભી થઇ શકે છે. કામના દબાણના કારણે તમે કોઇ જગ્યાએ ફસાયેલાં અનુભવ કરશો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે લાભદાયક મીટિંગ થશે.

લવઃ- ઘરમાં સમય ન આપી શકવાના કારણે જીવનસાથી સાથે મનમુટાવ થશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસની તપાસ કરાવો.

-------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ શુભ સમાચાર મળવાથી આખો દિવસ સુખમય પસાર થશે. ધન સંબંધિત મામલે સફળતા પ્રાપ્ત થશે. કાર્ય સંબંધિત યોજનાઓ સમયે સફળ થવાથી સુકૂન મળશે.

નેગેટિવઃ- જમીન સંબંધિત વિવાદોમાં તણાવ પછી ઉકેલ મળવાની સંભાવના છે. થોડા લોકો તમારા કાર્યમાં વિઘ્ન ઊભું કરવા માટે સક્રિય રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્ર સંબંધિત યોજનાઓ જલ્દી ફળશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન અને માથાનો દુખાવા જેવી સમસ્યા ઉત્પન્ન થશે.

-------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે શાંતિદાયક અને ધનદાયક સમય છે. તમે કોઇ નવી તકનીકનો પ્રયોગ કરીને તમારા કામને આગળ વધારશો અને તે સફળ પણ રહેશે. ઘરને સજાવવા નવી વસ્તુની ખરીદારી સંબંધિત યોજનાઓ બનશે.

નેગેટિવઃ- તમારી કાર્યશૈલી અને યોજનાઓને બધા સામે જાહેર કરશો નહીં. કેમ કે, નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારી યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને પરિશ્રમનું પરિણામ મળવાનો સમય આવી ગયો છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે હોવાના કારણે માનસિક તણાવ રહેશે.

-------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં સમયથી તમારી નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ થશે. આશાની કિરણનો ઉદય થશે. સંપત્તિના ભાગલા સંબંધિત વિવાદ કોઇ મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. સમજ્યા વિના કોઇ કામ કરશો નહીં. યુવા વર્ગ પ્રેમ પ્રસંગોમાં પડીને પોતાના અભ્યાસ અને કરિયર સાથે કોઇ સમજોતો કરે નહીં.

વ્યવસાયઃ- તેજી-મંદી અને શેરબજારમાં રૂપિયાનું રોકાણ કરશો નહીં.

લવઃ- તમારી પરેશાનીઓમાં પરિવારજનોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.

-------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી ચાલી રહેલાં તમારા પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થશે. સમાન વિચારધારાવાળા લોકો સાથે મળવાથી તમને આંતરિક સુખ મળશે. ગૃહિણી તથા કામકાજી મહિલાઓ પોતાના ઘરે પ્રત્યે જવાબદારી નિભાવવામાં સક્ષમ રહેશે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિમાં કોઇ પ્રકારની ગડબડ થઇ શકે છે. કોઇ પ્રકારની યાત્રા કરશો નહીં. ખોટાં ખર્ચના કારણે તમારો મૂડ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં જે તમે ફેરફાર કર્યાં છે, તે તમારા માટે ફાયદાકારત સાબિત થશે.

લવઃ- તમારા વધારે રોક-ટોક અને અનુશાસન પૂર્ણ વ્યવહાર રાખવાથી ઘરના લોકો તમારાથી નિરાશ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનનું ધ્યાન રાખો.

-------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો કોઇ રાજકીય કામ અટવાયેલાં છે તો આજે તેમને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. કોઇ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક આયોજન સંબંધિત સમારોહમાં પણ જવાનો અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારી આલોચના કે નિંદા કરશે. કોઇ મિત્ર સાથે સંબંધિત કોઇ અશુભ સૂચના મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- કોર્ટમાં વ્યવસાય સંબંધિત મામલો ચાલી રહ્યો છે તો તેનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના છે.

લવઃ- પતિ-પત્નીમાં વૈચારિત મતભેદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે પૂર્ણ રૂપથી સાવધાન રહો.

-------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી યોગ્યતા અને આવડતના સમાજ તથા સંબંધીઓ વચ્ચે વખાણ થશે. વિદ્યાર્થીઓને આજે આશા પ્રમાણે પરિણામ મળવાના કારણે તણાવથી રાહત મળશે.

નેગેટિવઃ- ઉતાવળ અને ભાવુકતામાં કોઇ નિર્ણય ન લેવો. થોડાં નજીકના સંબંધિઓ તમારા કાર્યમાં મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં મંદી રહેશે.

લવઃ- દિવસભર વ્યસ્તતાના બાદ પારિવારિક સભ્યો સાથે સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખંભામાં દુખાવો થઇ શકે છે.

-------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- દિવસ થોડો મિશ્રિત પ્રભાવ આપનાર રહેશે. બપોર પછી સમય અનુકૂળ થઇ જશે. વિદ્યાર્થીઓને પોતાની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- દિવસની શરૂઆતમાં થોડી પરેશાની આવશે. વાહન અને મોંઘા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ખરાબ થવાના કારણે મોટો ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- આજે કોઇ પ્રકારની વ્યવસાયિક યાત્રા સ્થગિત રાખો.

લવઃ- પતિ-પત્નીમાં સમજણનો અભાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

અન્ય સમાચારો પણ છે...