ગુરુવારનું રાશિફળ:ગુરુવારે વૃશ્ચિક જાતકોએ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં, સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કન્યા સહિત 3 રાશિ માટે દિવસ શુભ
  • કુંભ સહિત 8 રાશિએ માટે દિવસ સામાન્ય

7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ દિવસે વૈધૃતિ તથા ચર નામના યોગ બની રહ્યા છે. એક શુભ તથા એક અશુભ છે. મેષ, વૃષભ, મિથુન, સિંહ, તુલા, ધન, કુંભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. આ રાશિના જાતકોએ વિચારેલા કામો તો પૂરા થશે, પરંતુ અડચણો આવી શકે છે. કર્ક રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો. કન્યા, વૃશ્ચિક તથા મકર રાશિને ધનલાભ થશે.

7 ઓક્ટોબર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદા જીવનથી અલગ થોડા રચનાત્મક અને સર્જનાત્મક કાર્યોમાં સમય પસાર કરશો. ચાલી રહેલી કોઈ જૂની સમસ્યાનો ઉકેલ સંબંધીઓની દખલ દ્વારા મળી શકે છે. આજનો દિવસ સારો પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- જોખમી કાર્યો જેમ કે શેરબજાર વગેરેમાં કોઈપણ પ્રકારનું રોકાણ ન કરો. કેમ કે ભારે નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે. ભાઈ કે કોઈ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ધીમે-ધીમે ગતિ પકડી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમે તમારી કાર્યક્ષમતા અને પર્સનાલિટીને નિખારવામાં વધારે મહેનત કરી રહ્યા છો. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. સામાજિક કાર્યોમાં તમારું ભરપૂર સન્માન થશે.

નેગેટિવઃ- ઘરના પરિવર્તનને લગતું કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો તેના અંગે અનુભવી વ્યક્તિની સલાહ લો. કોઈ મિત્ર કે પાડોસી સાથે મનમુટાવ થવાની શક્યતા છે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- મશીન સાથે જોડાયેલાં વ્યવસાયમાં વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરના વાતાવરણને સુખમાં જાળવી રાખવામાં જીવનસાથીનો સહયોગ કરો.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારને લગતી થોડી શારીરિક પરેશાની રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈપણ સંપત્તિને લગતો વિવાદ શાંતિથી ઉકેલાઈ શકે છે. ઘરના વડીલો અને અનુભવી વ્યક્તિઓનો સહયોગ લો. વિદ્યાર્થીઓને પ્રતિયોગિતા પરીક્ષાને લગતું યોગ્ય પરિણામ મળવાથી તણાવ મુક્તિ મળશે.

નેગેટિવઃ- ધનની લેવડ-દેવડને લગતા કોઈપણ મામલે વધારે સાવધાની રાખો. વિશ્વાસઘાત મળી શકે છે. વિદ્યાર્થી વર્ગને પોતાના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પડકારનો સામનો કરવાથી ગભરાશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓનો પ્રભાવ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા નજીકના લોકો સાથે લાંબા સમયથી ચાલી રહેલાં વિવાદ અને ગેરસમજ દૂર થશે. સંબંધ ફરી મધુર થઈ જશે. ટેક્સને લગતા કાર્યોને આજે પૂર્ણ કરો. થોડી પરેશાનીઓ ઊભી થઈ શકે છે.

નેગેટિવઃ- ખોટા કાર્યોમાં ધન ખર્ચ ન કરશો. તેનાથ આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. કોઈ નજીકના સંબંધીને લગતા સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં થોડા ઠોસ અને ગંભીરતાપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે મહેમાનોની આગતા-સ્વાગતામાં દિવસ પસાર થશે. ઘરે આવેલાં લોકો સાથે કોઈ મહત્ત્વપૂર્ણ સમસ્યા અંગે ચર્ચા-વિચારણાં પણ થશે. જો વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. તમારા બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. યુવાઓ પોતાના કરિયરને લઈને બેદરકારી ન કરે. હાલ કોઈ નવી સફળતા જલ્દી જ પ્રાપ્ત થશે નહીં. કોઈ વાત અંગે વધારે અહંકાર રાખવો યોગ્ય નથી.

વ્યવસાયઃ- રાજકીય કાર્યોને લગતા વેપારમાં સફળતાના ઉત્તમ યોગ છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે થાક અને ઊર્જાની ખામી રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આર્થિક ગતિવિધિઓ અનુકૂળ રહેશે. જેના કારણે આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થઈ શકે છે. અનુભવી તથા વડીલ લોકો સાથે થોડો સમય પસાર કરો. તેનાથી તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર આવશે.

નેગેટિવઃ- કોઈ નવા રોકાણમાં તમારા રૂપિયા રોકશો નહીં. સાથે જ વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે. કેમ કે તમારી ભાવુકતા અને ઉદારતાનો કોઈ ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે ગ્રહ નક્ષત્ર તમારા માટે થોડી મહત્ત્વપૂર્ણ સફળતા બનાવી રહ્યાં છે.

લવઃ- પતિ-પત્નીમાં બાળકોની કોઈ વાતને લઈને તણાવ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસના કારણે શરીરમાં દુખાવો રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક સ્થાને થોડો સમય પસાર થશે. તેના કારણે થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી થોડો આરામ મળશે. તમે વર્તમાન ગતિવિધિઓ અંગે તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવઃ- કોઈ નજીકના વ્યક્તિ દ્વારા ગેરસમજ અને માનહાનિ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. તમારી કાર્યક્ષમતા અને ઊર્જા ઉપર જ વિશ્વાસ રાખીને આગળ વધવું યોગ્ય છે.

વ્યવસાયઃ- આજે કામમાં થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર ઘરમા સુખ-શાંતિ અને અનુશાસન જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઈપણ કામ કરતા પહેલાં યોગ્ય રીતે વિચાર કરીને યોજનાઓ બનાવો. તેના દ્વારા તમારા કાર્યોને સારું પરિણામ પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. કોઈ નજીકના સંબંધીની સગાઈને લગતા શુભ સમાચાર મળવાથી સુખ મળશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. કોઈની વાતોમાં ન આવીને તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા ઉપર વિશ્વાસ કરો. કોઈને ઉધાર આપતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણાં કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પ્રોડક્શન સાથે-સાથે માર્કેટિંગને લગતી ગતિવિધિઓ ઉપર પણ નજર રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- જે વ્યક્તિને ડાયાબિટિક અને બ્લડ પ્રેશરની સમસ્યા છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને તેમની મહેનતનું મનોવાંછિત પરિણામ પ્રાપ્ત થશે. ઘરના મિત્રો અને સંબંધીઓની અવર-જવર રહેશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો આજે તમારી કોઈ વસ્તુ ખોવાઈ જવાની કે ચોરી થવાની શક્યતા છે. વાહન કે પ્રોપર્ટીને લગતી કોઈ કિંમત ચૂકવવા માટે ઉધાર લેવું પડી શકે છે.

વ્યવસાયઃ- કારોબારના વિસ્તારને લગતી જે યોજના બની રહી છે તેમાં થોડા વિઘ્ન આવી શકે છે.

લવઃ- પરિવાર તથા જીવનસાથીનો સહયોગ તમારા પ્રત્યે જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ પરેશાનીઓ જેમ કે એલર્જી અને ઉધરસ થઈ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં અચાનક જ તમને કોઈ અનુભવી વ્યક્તિની મદદ મળશે. જેથી તમે તમારી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકશો. તમારા અંગત સંપર્કોના માધ્યમથી તમારા અનેક કાર્યો યોગ્ય રીતે સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ- બાળકોની ગતિવિધિઓ અને સંગત ઉપર નજર રાખવી જરૂરી છે. ઇનકમ ટેક્સને લગતી કોઈ ઝંઝટ પણ ઊભી થઈ શકે છે. આ કાર્યોને તરત જ પૂર્ણ કરી લો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન કરે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં ગ્રહ નક્ષત્ર તમારા પક્ષમાં થોડા મહત્ત્વપૂર્ણ યોગ બનાવી રહ્યું છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- લિવરને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઈ મહત્ત્વપૂર્ણ ગોષ્ઠી કે સભામાં જવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. તેને ઇગ્નોર ન કરો, કેમ કે તેનાથી તમને કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ફોન કે મીડિયા દ્વારા પણ તમને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- યુવાઓ આ વાતનું ધ્યાન રાખે કે કોઈ અનૈતિક કામ જેમ કે જુગાર વગેરે સાથે જોડાયેલાં લોકો સાથે સંપર્ક ન રાખો. તેના કારણે તમારી પણ માનહાનિ થઈ શકે છે. સાથે જ વાહન ચલાવતી સમયે પણ વધારે સાવધાની જાળવો.

વ્યવસાયઃ- આજે કારોબારી ગતિવિધિઓ થોડી લાંબી ચાલી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને તણાવ અનુભવ થઈ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદા તણાવથી છુટકારો મેળવવા માટે થોડા મનોરંજનને લગતા કાર્યક્રમોમાં સમય વિતશે. જેથી તમે તમારી અંદર નવી ઊર્જા અને સ્ફૂર્તિ અનુભવ કરશો. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

નેગેટિવઃ- પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં કોઈ બેદરકારી ન કરો. ભાઈઓ સાથે પણ મનમુટાવની સ્થિતિ બની શકે છે. તમારી થોડી સમજણ તમને પરેશાનીઓથી દૂર રાખી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- લગ્નસંબંધો પરેશાનીનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.