રવિવારનું રાશિફળ:રવિવારે સૂર્યદેવની પૂજા સાથે દિવસ શરૂ કરવો, મેષ, તુલા સહિત 4 રાશિના જાતકોને લાભ થવાના યોગ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેષ, સિંહ, તુલા અને મીન રાશિના જાતકોને મળી શકે છે લાભ
  • મિથુન અને કન્યા રાશિના જાતકોએ સતર્ક

રવિવાર, 7 નવેમ્બરે ચંદ્ર આખો દિવસ વૃશ્ચિક રાશિમાં રહેશે અને રાત્રે લગભગ 1.30 વાગ્યે ધન રાશિમાં પ્રવેશ કરશે. રવિવારે જ્યેષ્ઠા નક્ષત્ર હોવાને કારણે કાણ નામનો અશુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ દિવસે સૂર્યદેવની વિશેષ પૂજાની સાથે દિવસની શરૂઆત કરશો તો દિવસભર પોઝિટિવિટી જળવાઈ રહેશે.

એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન અનુસાર રવિવારે મેષ, સિંહ, તુલા અને મીન રાશિના જાતકોને લાભ મળવાના યોગ બની રહ્યા છે. મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ પોતાનાં અગત્યનાં કામ સાવચેતીથી કરવા. નાનકડી બેદરકારી પણ મોટું નુકસાન નોતરી શકે છે.

7 નવેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઉન્નતિને લગતા કોઈ શુભ સમાચાર મળી શકે છે. આધ્યાત્મિક ક્ષેત્ર સાથે જોડાયલ કોઈ અનુભવી વ્યક્તિનું સાનિધ્ય મળી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહેશે.

નેગેટિવઃ- આર્થિક મામલે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે. ભાઈઓ સાથે સંપત્તિના ભાગલાને લઈને વિવાદનો ઉકેલ કોઈની મદદ દ્વારા મળી શકે છે. યુવાઓ પોતાના કરિયર સાથે કોઈ પ્રકારનો સમજોતો ન કરે

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી નવી શક્યતાઓ અંગે વિચાર થશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિમાં વધારો થશે.

સ્વાસ્થ્યઃ- ઘણાં સમયથી ચાલી રહેલી શારીરિક અસ્વસ્થતાથી આજે રાહત મળી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જે કામ છેલ્લાં થોડા સમયથી અટવાયેલું કે અધૂરું હતુ તેના પૂર્ણ થવાનો યોગ બની રહ્યો છે. તમારી યોગ્યતા અને પ્રતિભા લોકો સામે આવી શકે છે. તમારા સ્પર્ધીઓ ઉપર સફળતા અને વિજયની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહમાં તમારું કામ ખરાબ થઈ શકે છે. જેથી પારિવારિક સુખ-શાંતિ પણ પ્રભાવિત થઈ શકે છે.

વ્યવસાયઃ- કામમાં વિસ્તારની યોજના શરૂ થશે.

લવઃ- ઘર-પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે તમારી પ્રાથમિકતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહેવું.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે તમારી દિનચર્યા અને આદતો અંગે ખાસ અવલોકન કરશો. જેથી તમારા વ્યક્તિત્વમાં આશ્ચર્યજનક નિખાર આવશે. સંતાનના અભ્યાસ અને કરિયર વગેરેને લગતો કોઈ મોટો નિર્ણય લઈ શકો છો.

નેગેટિવઃ- અજાણ્યા અને અપરિચિત લોકો સાથે વ્યવહાર અને લેવડ-દેવડમાં સાવધાની જાળવવી. તમે કોઈ ષડયંત્રનો શિકાર પણ બની શકો છો. ખરાબ લોકોની સંગતથી દૂર રહો. વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- કોઈ મોટા અધિકારી કે રાજકારણ સાથે જોડાયેલાં વ્યક્તિ સાથે મુલાકાત તમારા કામમાં મદદગાર રહેશે.

લવઃ- કામકાજમા ચાલી રહેલી શિથિલતાનો પ્રભાવ પારિવારિક જીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં નાના-મોટા ઉતારચઢાવ આવશે

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયરને લગતી સમસ્યાઓનું સમાધાન થશે. જેના દ્વારા બધા લોકો રાહત અનુભવ કરશે. તમે પણ તમારી કૌશલ ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરશો.

નેગેટિવઃ- ખોટા કાર્યોમાં ધનખર્ચ થવાના યોગ બની રહ્યા છે. જમીન કે વાહનને લઈને પણ કોઈ મોટું ઉધાર લેવું પડી શકે છે. એટલે તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ખરીદદારીને લગતી યોજના બનશે.

વ્યવસાયઃ- આ ધ્યાન રાખવું કે તમારી કોઈ મહત્ત્વપૂર્ણ વ્યવસાયિક ગતિવિધિ લીક થાય નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે થાક અને દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સ્વાસ્થ્યમાં સુધાર આવવાથી તમે તમારી અંદર એક નવી ઊર્જા અનુભવ કરશો. પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપવાનું શરૂ કરી દેશો. કોઈ સંબંધીને લગતા શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખો. કેમ કે થોડા સમયથી શારીરિક પરેશાનીના કારણે તમારા સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે. રૂપિયાને લગતા મામલે કોઈપણ ઉપર વધારે વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- કારોબારી પરિસ્થિતિ દિવસે ને દિવસે સુધરશે.

લવઃ- વેપારમાં વ્યસ્ત રહેવાના કારણે લગ્ન સંબંધોનો આનંદ ઉઠાવી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- કોઈપણ પ્રકારનો દુર્વ્યસન તમારા માટે લાભકારી રહેશે નહીં.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કન્યા રાશિના લોકો વ્યવહાર કુશળ રહી શકે છે. તમે બુદ્ધિમત્તા અને હોશિયારી દ્વારા બધા જ કામ કરી શકશો. વિદ્યાર્થી વર્ગ પણ ખોટી વાતોથી ધ્યાન હટાવીને પોતાના અભ્યાસ પ્રત્યે જાગૃત રહેશે.

નેગેટિવઃ- તમારી ભાવુકતા અને ઉદારતા તમારી સૌથી મોટી નબળાઈ રહી શકે છે. તેના ઉપર વિજય પ્રાપ્ત કરો અને નવું રોકાણ કરતા પહેલાં યોગ્ય રીતે તપાસ કરી લો.

વ્યવસાયઃ- વેપાર ક્ષેત્રમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- હાડકા અને સાંધામાં દુખાવાની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જમીન કે વાહન ખરીદવાના સારા યોગ બની રહ્યા છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને ઉન્નત વિચાર તમને આગળ વધવામાં મદદગાર રહેશે. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- ખરાબ વાતનો પ્રતિકાર કરવાથી અકારણ જ લોકો તમારા વિપક્ષમાં આવશે. તમારે દરેક કામ ખૂબ જ સાદગી અને ગંભીરતા સાથે કરવું જોઈએ. થોડી બેદરકારીનું પરિણામ ઘાતક સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- થોડા સમયથી તમે વેપારમાં ખૂબ જ મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છો.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કમરના અને પેટમા દુખાવાની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- જે સમાચાર પ્રાપ્ત કરવામાં તમે આકરી મહેનત કરી રહ્યા હતા આજે તેમાં સફળ રહેશો. માત્ર પોતાના કાર્યોને યોજનાબદ્ધ રીતે કરવાની જરૂરિયાત છે. અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શન ઉપર વધારે ધ્યાન આપવું.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ મનોરંજન વગેરે કાર્યોમાં પડીને પોતાના અભ્યાસ સાથે સમજોતો ન કરે. રૂપિયાના મામલે કોઈના ઉપર વિશ્વાસ ન કરવો ફાયદો આપશે. રાજકીય મામલાઓમાં સાવધાની જાળવવી જરૂરી રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધવાની સાથે-સાથે તેની ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપવું.

લવઃ- કોઈ પારિવારિક મનોરંજન અને આમોદ પ્રમોદના પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને અપચાની પરેશાની ઊભી થઈ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમે તમારા લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણપણે એકાગ્રચિત્ત રહેશો. તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનવર્ધક પુસ્તકોને વાંચવામાં સમય ચોક્કસ થશે. સાથે જ કોઈ અધ્યાત્મિક અને પ્રતિષ્ઠિત વ્યક્તિનો આશીર્વાદ અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઈ નવું રોકાણ કરતા પહેલાં સારી તપાસ કરાવવી. આ સમયે આર્થિક સ્થિતિ થોડી મંદ રહી શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં મશીન સ્ટાફ કે કર્મચારીઓને લગતી કોઈ નવી પરેશાની રહેશે.

લવઃ- જીવનસાથી અને પરિવારના લોકોનો સહયોગ તમારા આત્મબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી સમસ્યા વધી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓથી થોડા દૂર રહો. સમય ખરાબ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. કોઈ ઉધાર આપેલાં રૂપિયા પાછા મળી શકે છે.

નેગેટિવઃ- અજાણ્યા અને અપરિચિત લોકો સાથે વ્યવહારમાં લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખો તેનાથી તમારી આર્થિક વ્યવસ્થામાં સુધાર આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ગંભીરતા સાથે નિર્ણય લેવો જરૂરી છે.

લવઃ- લગ્નસંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય હાલ અનુકૂળ નથી.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારું સ્વાભિમાન કેવી પણ પરિસ્થિતિમાં હિંમત અને સાહસ છોડતું નથી. આ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. સંતાનના અભ્યાસને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય થશે. ઇચ્છુક શિક્ષણ સંસ્થાનમાં દાખલો મળી શકે છે.

નેગેટિવઃ- ઘરના લોકો વચ્ચે હળવો વિવાદ કે મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે. કોઈ સંબંધીને લગતા કોઈ અપ્રિય સમાચાર તમને વિચલિત કરી શકે છે.

વ્યવસાયઃ- આજે કામકાજને લઈને મહેનત અન સંઘર્ષ કરવો પડી શકે છે.

લવઃ- જીવનસાથી તમારી પરિસ્થિતિઓમાં સંપૂર્ણ રીતે સહયોગ કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે સ્થાન પરિવર્તનના યોગ્ય યોગ બની રહ્યા છે. ઇચ્છુક વ્યક્તિ ગંભીરતા સાથે તેના અંગે વિચાર કરશે. આર્થિક સ્થિતિ સુદઢ અને સશક્ત બની શકે છે. વિદ્યાર્થીઓને પણ તેમની આશા અને મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચની સ્થિતિ પણ તૈયાર થશે. તમે કોઈ ષડયંત્રનો શિકાર થઈ શકે છે એટલે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

વ્યવસાયઃ- વેપારમાં નવા-નવા પ્રયોગ અમલ કરવા જરૂરી છે.

લવઃ- પરિવારમાં શાંતિનું વાતાવરણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.