તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 નવેમ્બરનું રાશિફળ:શનિવારે આ જાતકોએ ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખવું, વેપારમાં નવા કરાર પ્રાપ્ત થઈ શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

7 નવેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારી સંતુલિત દિનચર્યા તથા પોઝિટિવ દૃષ્ટિકોણને કારણે મોટા ભાગનાં કામ સમયે પૂર્ણ થઈ જશે. વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યુ અને કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે.

નેગેટિવઃ- આ સમયે મિત્રો સાથે હરવા-ફરવામાં સમય ખરાબ કરશો નહીં. હાથમાં આવેલી ઉપલબ્ધિઓને યોગ્ય રીતે પ્રાપ્ત કરો. આળસ અને મનોરંજનમાં સમય પસાર કરવાને કારણે બનતાં કાર્યોમાં મુશ્કેલીઓ વધી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા થોડા નવા ઓર્ડર અને કરાર પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નજીવન સુખયમ પસાર થશે.

સ્વાસ્થ્યઃ- વાહન દ્વારા ઈજા પહોંચે એવી સંભાવના છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ માંગલિક કાર્ય પૂર્ણ થવાની યોજના બનશે. વડીલો પાસેથી કોઇ કીમતી વસ્તુ આશીર્વાદ તરીકે પ્રાપ્ત થશે, જેથી તમને આત્મિક સુખની અનુભૂતિ પણ થશે. બાળકનો સંસ્કારી વ્યવહાર મનને સુકૂન આપશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે અકારણ જ કોઇ બહારની વ્યક્તિ સાથે વિવાદ થઇ શકે છે. તમારા ગુસ્સા અને વાણી પર કંટ્રોલ રાખો તથા અન્યના મામલે દખલઅંદાજી કરશો નહીં. કોઇ લક્ષ્ય તમારા હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- તમારી વ્યાવસાયિક કાર્યશૈલીને કોઇ સામે જાહેર કરશો નહીં.

લવઃ- જીવનસાથીની ઘર પ્રત્યે સમર્પણ ભાવના વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણને કારણે થાક અને સુસ્તી રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારો ઉદારવાદી તથા સહયોગી વ્યવહાર સામાજિક કાર્યોમાં એક મિસાલ તરીકે સામે આવશે. સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે. બાળકોનો પણ અભ્યાસ પ્રત્યે એકાગ્રચિત્ત સ્વભાવ જોઇને મનમાં સુકૂન રહેશે.

નેગેટિવઃ- અચાનક કોઇ મહત્ત્વપૂર્ણ કામ બનતાં-બનતાં અટકી શકે છે, જેને કારણે તણાવ રહેશે. કોઇ પ્રકારની ધનની લેવડ-દેવડને આજે ટાળો તો સારું, નહીંતર કોઇ નુકસાનની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઇપણ નવું કામ શરૂ કરશો નહીં.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદી દિનચર્યા અલગ હોવાથી કાર્યોમાં વિશેષ રસ રહેશે. તમારા માટે પણ થોડો સમય પસાર કરવાથી તમને આત્મિક સુખ પ્રાપ્ત થશે. આ સમયે ઉન્નતિ માટે થોડા નવા માર્ગ શોધી શકો છો.

નેગેટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જવાની આશંકા છે, એટલે તમારી વસ્તુની જાતે જ સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. આજે કોઇપણ પ્રકારની યાત્રા ટાળો, કેમ કે તમને કોઇ ફાયદો થવાનો નથી.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમને તમારી મહેતન પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાકને કારણે નબળાઇ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ નિર્ણય લેતાં પહેલાં એના અંગે યોગ્ય વિચાર કરો, જેથી પરિસ્થિતિઓ પૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે. ઘણા દિવસોથી ચાલી રહેલી વ્યસ્તતાથી આજે તમને રાહત મળશે.

નેગેટિવઃ- ઘરના વડીલોનાં માન-સન્માનને ઘટવા દેવાં નહીં. નકારાત્મક વિચારોને પોતાની અંદર પ્રવેશવા દેશો નહીં. એનાથી ઘરનું વાતાવરણ દૂષિત થઇ શકે છે. યુવાઓને પોતાના કરિયર પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતાં કાર્યોમાં ધ્યાન આપવાની જગ્યાએ તમારા કાર્યક્ષેત્રમાં વધારેમાં વધારે સમય પસાર કરો.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ કરશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક હાવી થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમારી દિનચર્યાને લગતાં કાર્યો અંગે ફરી વિચાર કરીને એમાં વધારે સુધારો લાવવાનો પ્રયત્ન કરો, એનાથી તમને પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનો તેમની શિક્ષા પ્રત્યે એકાગ્ર રહેવું, તેમને કોઇ ઉપલબ્ધિ પણ પ્રદાન કરી શકે છે.

નેગેટિવઃ- માતા-પિતા તથા વડીલ વ્યક્તિ સાથે કોઇપણ પ્રકારના મતભેદ થવા દેશો નહીં, પરંતુ તેમનું માન-સન્માન જાળવી રાખો, આજે કોઇપણ પ્રકારની યાત્રાને ટાળો, કેમ કે નકારાત્મક પરિણામ જ મળવાના છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક વિકાસ માટે કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તથા તમારા સંપર્ક સૂત્ર ખૂબ જ વધારે લાભદાયક સાબિત થશે.

લવઃ- પારિવારિક જીવનને વ્યવસ્થિત જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ડિપ્રેશનની સ્થિતિથી બચવા માટે મેડિટેશન અને યોગ પર ધ્યાન આપો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારું કોઇ અટવાયેલું કામ અચાનક જ કોઇ મિત્રની મદદથી પૂર્ણ થશે, જેનાથી તમે તણાવમુક્ત અનુભવ કરશો. તમારી જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો.

નેગેટિવઃ- પાડોશી સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે, જેને કારણે મનમાં થોડી પરેશાની રહેશે તથા તમારાં કાર્યોમાં ધ્યાન લગાવવું મુશ્કેલ રહેશે. કોર્ટ કેસને લગતા મામલાઓ હાલ ગૂંચવાયેલા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ઉત્પાદનક્ષમતામાં મન પ્રમાણે ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.

લવઃ- લગ્ન યોગ્ય વ્યક્તિઓ માટે કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ખૂબ જ વ્યસ્તતા પૂર્ણ રહેશે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારાં કામ અને આર્થિક ગતિવિધિઓ પર કેન્દ્રિત રહેશે. એનું ઉત્તમ પરિણામ પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. કોઇ મિત્ર દ્વારા સુંદર ભેટ મળવાથી તમને સુખ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- અર્થ વિના અન્યનાં કાર્યોમાં દખલ કરશો નહીં. એનાથી તમારું જ નુકસાન અને માનહાનિ થઇ શકે છે. કોઇપણ નકારાત્મક પરિસ્થિતિમાં ગુસ્સાની જગ્યાએ ધૈર્ય અને સંયમ જાળવી રાખવો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- મશીન અને લોખંડ સાથે જોડાયેલા વ્યવસાયમાં થોડા નુકસાનની સ્થિતિ બની રહી છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવપૂર્ણ સ્થિતિઓથી તમે પોતાને દૂર રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમે તમારો સંતુલિત વ્યવહાર કોઇપણ પરિસ્થિતિમાં સારો તાલમેલ જાળવી રાખવામાં સક્ષમ રહેશો. કોઇપણ પારિવારિક વિશેષ મુદ્દાને ઉકેલવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે.

નેગેટિવઃ- કોઇપણ ખોટી વાતને સમજાવવામાં ગુસ્સાની જગ્યાએ સમજણથી કામ લેવું, નહીંતર લોકો તમારી વિરુદ્ધ થઇ શકે છે. રૂપિયાની લેવડ-દેવડમાં ભાવુકતાની જગ્યાએ સમજદારીથી કામ લો.

વ્યવસાયઃ- પ્રભાવશાળી લોકો સાથે સંબંધ ખરાબ ન કરો, એની અસર તમારી વ્યાવસાયિક ગતિવિધિઓ પર પડશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડા રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત થશે, જેનાથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે તથા જનસંપર્કની સીમા પણ વિસ્તૃત થશે. બાળકો તરફથી કોઇ કરિયરને લગતા શુભ સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારની ઉધારીથી દૂર રહો. ધનની લેવડ-દેવડને લગતાં કાર્યોમાં દગાબાજીનો શિકાર થઇ શકો છો. કોઇ કામ કરવામાં વધારે વિચાર કરવામાં સમય ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં લીધેલો નિર્ણય યોગ્ય સાબિત થશે અને સફળતા પણ મળશે.

લવઃ- ઘરનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇપણ નિર્ણય લેતાં પહેલાં એ અંગે યોગ્ય વિચાર કરો, એનાથી પરિસ્થિતિઓ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે. ઘણા દિવસથી તમે વ્યસ્ત હશો, જેમાંથી આજે તમને થોડી રાહત મળશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક મનમાં નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે, થોડો સમય મેડિટેશનમાં પસાર કરવાથી ખૂબ જ રાહત અનુભવ થશે. ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો તથા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિકોણથી દિવસ ઉત્તમ રહેશે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક હાવી થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ અને લાભદાયક સૂચના પ્રાપ્ત થશે, જે તમારા માટે પારિવારિક અને વ્યાવસાયિક દૃષ્ટિથી થોડી મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિઓ બનાવવામાં મદદગાર રહેશે. મિત્રો અને જાણકારો સાથે તમારા સંબંધોને વધારે મજબૂત કરો.

નેગેટિવઃ- તમે તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખો. ક્યારેક તમારી સંવેદનશીલતા તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. કોઇ સાથે ધનને લગતી લેવડ-દેવડ ટાળો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં કોઇપણ કામ શરૂ કરતાં પહેલાં યોગ્ય વિચાર કરીને કોઇ સલાહ લો.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ કરવાથી માથાનો દુખાવો થઇ શકે છે.

આ પણ વાંચોઃ

મોટિવેશનલ ક્વોટ: ક્યારેય સારા લોકોની શોધ કરશો નહીં; જાતે જ સારા બની જાઓ. તમને મળીને કદાચ કોઈ અન્યની શોધ પૂર્ણ થઈ જાય

તિથિ-તહેવાર/ કરવાચોથથી કારતક પૂર્ણિમા સુધી, નવેમ્બરમાં દિવાળી પછી દેવઊઠની એકાદશી આવશે, ચાતુર્માસ પૂર્ણ થશે

લગ્નની સીઝન/ નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં માત્ર 5 દિવસ લગ્નનાં મુહૂર્ત, 11 ડિસેમ્બર પછી એપ્રિલમાં શુભ મુહૂર્ત આવશે

આજનો જીવનમંત્ર:મૂંઝવણ વ્યક્તિને નબળી બનાવે છે, સાથે જ પરાજયનું કારણ પણ બની શકે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser