શનિવારનું રાશિફળ:શનિવારે મેષ જાતકોએ પોતાની કોઈ ગુપ્ત વાતને જાહેર કરવી નહીં, સામાન્ય ચિંતા રહેશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

7 મે, શનિવારના રોજ પુષ્ય નક્ષત્ર છે. આ નક્ષત્રમાં ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. શનિવારે સવારના 9.20 સુધી પુનર્વસુ નક્ષત્ર રહેશે અને પછી પુષ્ય નક્ષત્ર શરૂ થશે. પુષ્ય નક્ષત્ર 8 મેના રોજ સવારના 11.35 વાગ્યા સુધી રહેશે. પુનર્વસુ નક્ષત્ર યોગથી છત્ર તથા પુષ્ય નક્ષત્રને કારણે મિત્ર નામનો શુભ યોગ બની રહ્યો છે. શનિવારે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. વૃષભ, કર્ક તથા વૃશ્ચિક રાશિ માટે શનિવાર શુભ રહેશે. ધન, મકર તથા મીન રાશિના જાતકોએ હકારાત્મક દૃષ્ટિકોણથી કામ કરવાની જરૂર રહેશે નહીંતર નુકસાન થવાની સંભાવના છે. શનિવારે શનિદેવને તેલનું દાન કરવું અને 'શં શનૈશ્ચરાય નમઃ'નો મંત્ર-જાપ કરવો.

7 મે, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે સામાજિક કાર્યોની જગ્યાએ પોતાની વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખશો. તમને થોડી મહત્ત્વપૂર્ણ સફળતા પણ પ્રાપ્ત થવાની છે. પારિવારિક સંબંધીનો કોઈ મામલો ઉકેલાઈ જવાથી ઘરનું વાતાવરણ સુકૂન અને શાંતિભર્યું રહી શકે છે.

નેગેટિવઃ- સંતાનના એડમિશનને લઈને ચિંતા રહી શકે છે. કોઈ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત કરતી સમયે કોઈપણ ગુપ્ત વાતને ઉજાગર ન કરો. આવું કરવાથી તમને દગો મળી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ સામાન્ય જ રહેશે.

લવઃ- જીવનસાથીનો તમારા કાર્યોમાં સંપૂર્ણ સહયોગ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ધ્યાન રાખો કે કોઈ જૂની બીમારી ફરી થઈ છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય બનવાની સંપૂર્ણ સંભાવના છે. તમારા વ્યક્તિત્વ અને વ્યવહાર કુશળતાના સમાજમાં વખાણ થશે. તમારું સન્માન પણ વધશે. વિદ્યાર્થીઓનું ધ્યાન હવે અભ્યાસ ઉપર એકાગ્ર રહેશે.

નેગેટિવઃ- આજે ખોટું હરવા-ફવામાં તમારો સમય પસાર ન કરો. કેમ કે આળસ અને મોજમસ્તીના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. યુવાઓને તેમના કરિયરને લઇને ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઈ નિર્ણય લેતા પહેલાં વધારે ચર્ચા-વિચારણાં કરવી જરૂરી છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભામાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિઓ તમારા પક્ષમાં સારું વાતાવરણ તૈયાર કરી રહી છે. એટલે સમયનું ભરપૂર સન્માન કરો. તમે વેપાર અને પરિવાર બંનેમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો.

નેગેટિવઃ- આર્થિક મામલાઓને લઈને થોડી ચિંતા રહી શકે છે. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં ખર્ચ કરવાથી બજેટ ખરાબ થઈ શકે છે. સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઈ નજીકના વ્યક્તિ સાથે નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વર્તમાન પરિસ્થિતિઓના કારણે થોડો ફેરફાર લાવવામાં જે તમે યોજના બનાવી છે, તેના ઉપર સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત રાખો. કેમ કે જલ્દી જ તેના ફાયદાકારક પરિણામ સામે આવી શકે છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું તમારી જવાબદારી છે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે માનસિક થાક વધારે અનુભવ થશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારો મોટાભાગનો સમય ધાર્મિક અને સમાજસેવી સંસ્થાઓને લગતી ગતિવિધિઓમાં પસાર થશે. બાળકોની કિલકારીને લગતી કોઈ શુભ સૂચના મળવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિક આયોજન પણ શક્ય છે.

નેગેટિવઃ- અચાનક જ કોઈ નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લઇને કોઈ મોટો ખર્ચ સામે આવી શકે છે. જેના કારણે તણાવ રહેશે. તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં કોઈ ઓર્ડરને પૂર્ણ કરવામાં વધારે સાવધાની જાળવો

લવઃ- તમારા તણાવની અસર તમારા લગ્નજીવન ઉપર પણ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટીઝ લોકો પોતાનું વધારે ધ્યાન રાખે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરમાં સંબંધીઓ આવી શકે છે. તમારા સંબંધીઓને મળવાથી ઘરના વાતાવરણને સુખમય અને સુખદ બનાવશે. કોઈ નજીકના વ્યક્તિની સગાઈને લગતી કોઈ વાતચીત પણ થઈ શકે છે.

નેગેટિવઃ- મોજ-મસ્તી સાથે ઘરની સમસ્યાઓ તથા પરેશાનીઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. બાળકોની પરેશાનીઓનું સમાધાન શોધવામાં તેમની મદદ કરો. જમીનને લગતું કોઈપણ આજે ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં જો કોઈ પરેશાની અનુભવ થાય ત્યારે ભાઈ કે નજીકના મિત્રની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને યોગ્ય સમાધાન પણ પ્રાપ્ત થશે.

લવઃ- તમારી પરેશાનીઓમાં ઘરના વ્યક્તિઓનો પૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવ લેશો નહીં.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઈ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક કાર્યને લગતા સમારોહમાં જવાનો અવસર પ્રાપ્ત થશે. ઘણાં સમય પછી સગા સંબંધીઓને મળવાથી સુખ ને તેમની પાસેથી ઊર્જા મળી શકશે.

નેગેટિવઃ- ક્યારેક તમારા સ્વભાવમાં શંકા કે વહેમ જેવી સ્થિતિ ઊભી થવી તમારા માટે જ પરેસાનીનું કારણ બની શકે છે. આજે પણ કોઈ નજીકના વ્યક્તિ સાથે વિવાદ થવાની શક્યતા છે. એટલે તમારા સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં મહેનત પ્રમાણે પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જાળવી રાખવા માટે જરૂરી છે કે તમે ઘરના મામલે વધારે દખલ ન કરો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- રોજિંદાની ગતિવિધિઓથી કંટાળીને આજે તમે તમારો સમય મનોરંજન તથા આરામમાં પસાર કરશો. સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર કરવાથી તમને સુખ અને નવી ઊર્જા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઈ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં અલગ થવાની સ્થિતિ બની શકે છે. જેના કારણે પરિવારમાં થોડો તણાવ રહી શકે છે. તમારી સલાહ અને સહયોગ સ્થિતિને સુધારી શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં વધારે સમય આપી શકશો નહીં.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઇને ધ્યાન રાખવું પડશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તમારા ભાગ્યને વધારે પ્રબળ કરી રહ્યું છે. તેનું ભરપૂર સન્માન અને સદુપયોગ કરો. તમારી સમજણ દ્વારા ઘર અને વેપાર બંને જગ્યાએ તાલમેલ જાળવી રાખશો.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોને છોડીને વર્તમાનમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો. કેમ કે તેના કારણે કોઇ પ્રિય મિત્ર સાથે સંબંધ પણ ખરાબ થઈ શકે છે. તમારા ગુસ્સા અને કડવી વાણી ઉપર પણ અંકુશ રાખો.

વ્યવસાયઃ- કન્સલ્ટેન્સી તથા પબ્લિક ડીલિંગને લગતી વ્યવસાય આજે ખૂબ જ વધારે ફાયદામાં રહેશો.

લવઃ- લગ્નસંબંધો સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વરસાદમાં વાતાવરણના કારણે એલર્જી અને ઉધરસ જેવી ફરિયાદ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે કોઈપણ કામ કરતા પહેલાં દિમાગની જગ્યાએ હ્રદયની વાત સાંભળો. તમારી અંતરાત્મા તમને સારી સમજણ અને વિચારવાની ક્ષમતા પ્રદાન કરશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંપન્ન થવાની યોજના બનશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી બેદરકારી તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહને ઇગ્નોર ન કરો. તેમના સહયોગ અને આશીર્વાદ તમારા માટે સંજીવનીનું કામ કરશે.

વ્યવસાયઃ- મશીનને લગતા વેપાર આજે ગતિ પકડશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈપણ કાર્ય કરતા પહેલાં તેની સંપૂર્ણ યોજના બનાવી લો. તમારા વિચારોને પોઝિટિવ રાખો. તેનાથી તમને એક નવી દિશા પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ પરિવર્તનને લગતી યોજના બની રહી છે, તો વાસ્તુ નિયમોને અપનાવો.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે વધારે ચર્ચા-વિચારણાં કરવાથી મહત્ત્વપૂર્ણ સફળતા તમારા હાથમાંથી સરકી શકે છે. તમારું વધારે અનુશાસિત હોવું તમારા પરિવાર માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમારી કાર્યક્ષમતાને વધારવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે માનસિક તણાવના કારણે એસિડિટી અને માથાનો દુખાવો રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- બાળકો તરફથી કોઈ ચિંતા દૂર થવાથી મનમાં સુકૂનભર્યું વાતાવરણ રહેશે. આજે તમે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાના છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. રોકાણને લગતા કાર્યો માટે આજનો દિવસ ઉત્તમ છે.

નેગેટિવઃ- શેરબજાર વગેરેને લગતા કાર્યોથી દૂર રહો. સાથે જ કોઈ પ્રકારના ગેરકાયદેસર કામ તમારા માટે માનહાનિનું કારણ બનશી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી પણ દૂર રહો.

વ્યવસાયઃ- થોડા ઘરેલૂ કાર્યોના કારણે તમે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરના સભ્યોનું એકબીજા પ્રત્યે સમર્પણ અને પ્રેમભાવ ઘરમાં સુખ લાવશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને થાક અનુભવ થઈ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે મિત્રો સાથે પારિવારિક ગેટ ટુ ગેધરની યોજના બનશે. સમય મનોરંજન તથા આમોદ પ્રમોદમાં પસાર થશે. તમારા દરેક કાર્યોમાં પરિવારના લોકોનો સહયોગ તથા સલાહ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો. બાળકોની ગતિવિધિઓ અને મિત્રો ઉપર આકરી નજર રાખવી જરૂરી છે. તેમનું યોગ્ય માર્ગદર્શન કરવું તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ- જીવનસાથીની વ્યાપારિક દૃષ્ટિ તમારા કાર્યોમાં વધારે મદદ કરશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે સહયોગ વ્યવહાર સંબંધોને વધારે ગાઢ બનાવશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવું તથા તણાવની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...