મંગળવારનું રાશિફળ:મંગળવારે વૃષભ જાતકોનો દિવસ આર્થિક દૃષ્ટિએ અનુકૂળ રહેશે, રોકાણને લગતી યોજના બની શકે છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

7 જૂન, મંગળવારના રોજ મેષ રાશિ માટે દિવસ શુભ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વૃષભ તથા ધન રાશિના નોકરિયાત વર્ગની ટ્રાન્સફર થાય તેવી શક્યતા છે. કર્ક રાશિની પ્રગતિ થશે. સિંહ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. તુલા રાશિ લેવડ-દેવડમાં સાવચેતી રાખે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

7 જૂન, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અને ભાગ્ય તમારા પક્ષમાં છે. મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે. ઘર્મ અને કર્મ અધ્યાત્મમાં વિશ્વાસ જાળવી રાખો તેનાથી મનમાં શાંતિ રહેશે તથા પોઝિટિવ ઊર્જાનો સંચાર થશે.

નેગેટિવઃ- અકારણ જ કોઈ કારણોથી મિત્રો સાથે વિવાદ થઈ શકે છે, તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો. સાથે જ અન્ય લોકોની વાતોમાં આવવાની જગ્યાએ તમારા વિચારોને પ્રાથમિકતા આપો. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી ભટકી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ ધીમી જ રહેશે.

લવઃ- લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- વધારે કામથી રાહત મેળવવા માટે આજે મોટાભાગનો સમય પરિવાર સાથે મનોરંજન અને મોજમસ્તીમાં પસાર થશે. જો કોઈ રોકાણને લગતી યોજના બની રહી છે તો તરત તેના ઉપર કામ કરો. આર્થિક દૃષ્ટિએ પરિસ્થિતિ અનુકૂળ છે.

નેગેટિવઃ- આળસના કારણે થોડા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. વારસાગત સંપત્તિને લગતી કોઈ વાત ઉપર ભાઈઓ સાથે વિવાદ થવાની શક્યતા છે. તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિઓ સંભાળી લેશો.

વ્યવસાયઃ- યુવાઓને વેપારમાં કોઈ નવા કામને લગતું પહેલું પેમેન્ટ મળવાની શક્યતા છે.

લવઃ- વિપરીત લિંગના લોકો સાથે વ્યવહાર કરતી સમયે મર્યાદિત રહો

સ્વાસ્થ્યઃ- કબજિયાતની પરેશાની રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મનોરંજનને લગતા કાર્યોમાં પસાર થવાથી તમે પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. સાથે જ સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓ ઉપર રૂપિયા ખર્ચ પણ થઈ શકે છે.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ નવા કાર્યની શરૂઆત ન કરો કેમ કે આજે તમારા કામ પ્રત્યે એકાગ્રતા ન રહેવાના કારણે તમે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપી શકશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- લગ્ન સંબંધોમાં એકબીજા પ્રત્યે સન્માનની ભાવના રાખવી જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ પ્રભાવશાળી છે. શેરબજાર તથા સ્ટોક માર્કેટમાં તમને યોગ્ય સફળતા મળવાની શક્યતા છે. લાભને લગતી સ્થિતિઓ પણ બનશે. બાળકોને કોઈ સફળતા મળવાથી ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારના સરકારી કામને કરતી સમયે સાવધાન રહેવું. તમારા આ સ્વભાવને પોઝિટિવ રૂપમાં ઉપયોગ કરશો તો સારું રહેશે નહીંતર તેના કારણે તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વેપારમાં ઉન્નતિના અવસર મળે તે નક્કી છે

લવઃ- પ્રેમ પ્રસંગોમાં મધુરતા વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- પરિવારના વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજના દિવસે સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓ માટે તમે સમય કાઢી શકશો. સમાજ સેવાને લગતા કાર્યોમાં તમારું યોગદાન અને નિષ્ઠાના કારણે સમાજમાં માન-સન્માન અને યશમાં વધારો થશે. સાથે જ તમારા પર્સનલ કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- અન્ય લોકોની વાતોમાં ન આવીને પોતાની સમજણથી કામ લો નહીંતર કોઈ સાથે વિવાદ અને ઝઘડાની સ્થિતિ ઊભી થઈ શકે છે. જેના કારણે કોર્ટ કચેરીના ચક્કર પણ લગાવવા પડી શકે છે. વધારે મેલજોલ ન વધારીને તમારા કામથી જ કામ રાખવું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વ્યવસ્થિત રૂપથી થતું જશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પતિ-પત્ની બંનેએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારો આત્મવિશ્વાસ અને જોશ તમારા અનેક કાર્યોને ઉકેલવામાં સક્ષમ રહેશે. જો ઘરમાં સુધારને લગતી યોજના બની રહી છે તો તેને વાસ્તુ પ્રમાણે કરાવો. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં રહી શકે છે.

નેગેટિવઃ- આજે મનમાં થોડા વિપલિત વિચાર ઊભા થઈ શકે છે. વિચારોમાં સંકીર્ણતા આવવાથી પરિવારના લોકોને પરેશાની થઈ શકે છે. એટલે તમારા સ્વભાવને સંયમિત રાખવો અતિ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારા કાર્યો તથા યોજનાઓને કોઈ સામે જાહેર ન કરો

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાનને સંયમિત રાખો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે. તેમની દેખરેખ અને સેવા કરો. સાથે જ ઘરમાં બાળકો અનુશાસનમાં રહેશે. જેથી તમારા કાર્યો પ્રત્યે એકાગ્રતાથી કામ કરી શકશો.

નેગેટિવઃ- અસ્વસ્થતાના કારણે થોડા કામ અધૂરા રહી શકે છે. ચિંતા ન કરો કેમ કે સ્વાસ્થ્ય ઠીક રહેવું જરૂરી છે. કોઈ પ્રકારનો તણાવ તમારા ઉપર હાવી થવા દેશો નહીં. યુવા વર્ગ ખોટી ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડા પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્ન સંબંધ તમારા પારિવારિક જીવનને ગ્રહણ લગાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી પરેશાની રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય સંપન્ન કરવવા માટે યોજના બનશે. તમારી ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ વિચાર રાખવા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરને બદલવાની કોઈ યોજના બની રહી છે તો આજે તેના ઉપર કોઈ મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. બાળકો માટે પણ તકલીફદાયક સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારા વ્યવહારને નિયંત્રણમાં રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં સારા અવસર મળી શકે છે.

લવઃ- કામ હોવા છતાંય પતિ-પત્ની એકબીજા માટે થોડો સમય કાઢશે.

સ્વાસ્થ્યઃ- મનમાં થોડી નિરાશા અને ડિપ્રેશન જેવી સ્થિતિ અનુભવ થઈ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- રોજિંદા જીવનની કંટાળાજનક દિનચર્યાથી તણાવ મુક્ત થવા માટે તમે થોડો સમય ધાર્મિક અને સામાજિક ગતિવિધિઓ માટે પણ જરૂર કાઢો, જેના કારણે તમને માનસિક સુખ તથા માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે.

નેગેટિવઃ- આ સમયે થોડા અસમંજસની સ્થિતિ રહી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે ફરી વિચાર કરી લો. કેમ કે થોડી ભૂલ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં નફો મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે કોઈપણ કામ કરતા પહેલાં તેની સંપૂર્ણ યોજના બનાવીને જ કામ શરૂ કરો. મનોરંજનને લગતા કાર્યોમાં સમય પસાર થશે. સાથે જ કોઈ નવા કામની પહેલી કમાણી પણ આવવાની શક્યતા છે.

નેગેટિવઃ- ભાઈઓ તથા મામા પક્ષ સાથે સંબંધ ખરાબ થવાની સ્થિતિ બની શકે છે. એટલે થોડું ધ્યાન રાખો. તમારો મોટાભાગનો સમય ઘરની બહાર પસાર થશે. પરંતુ તેનું કોઈપણ લાભદાયી પરિણામ તમારી સામે આવશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં રોમેન્ટિક વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમને સાવધાન કરવામાં આવી રહ્યા છે કે ઉધરસ અને ઇન્ફેક્શન જેવી પરેશાનીઓ સામે તમારું રક્ષણ કરો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- થોડો સમય તમારા રસના કાર્યો માટે પણ કાઢો. ભાવનાત્મક રૂપથી તમે મજબૂત રહેશો. ઘર-પરિવાર અને વેપારમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો જેથી પારિવારિક સભ્ય આપમેળે ખૂબ જ વધારે સુરક્ષિત અનુભવ કરશે.

નેગેટિવઃ- ક્યારેક તમે જિદ્દમા આવી જશો તથા પોતાની જ કોઈ વાત ઉપર અડગ રહેવાના કારણે સંબંધોમાં કડવાસ આવી શકે છે. એટલે પોતાના સ્વભાવમાં લચીલાપણુ જાળવી રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- જો તમે કોઈ નવું કામ શરૂ કર્યું છે તો તેમાં આજે થોડા વિઘ્ન આવવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્નીમાં થોડા વિવાદ જેવી સ્થિતિ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે પેટમાં બળતરા અને એસિડની તકલીફ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- થોડો સમય તમને ગમતી પ્રવૃત્તિઓમાં પસાર કરો, તેનાથી તમને નવી ઊર્જાની અનુભૂતિ થશે. સાથે જ કળાત્મક અને રચનાત્મક કાર્યોમાં પણ તમારો રસ જળવાયેલો રહી શકે છે.

નેગેટિવઃ- બાળકોની ગતિવિધિઓ અને સંગત ઉપર નજર રાખવી જરૂરી છે. તેમના સ્વભાવમાં પણ ચીડિયાપણું રહી શકે છે. કોઈ મિત્ર સાથે વિચાર કરવો તમારી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. પરિવારની દેખરેખ કરવી પણ તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કામ વધારે રહેવાના કારણે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- જીવનસાથીનો ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખવામાં ખૂબ જ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.