તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારનું રાશિફળ:સોમવારે કર્ક જાતકો માટે સમય અનુકૂળ રહેશે, વેપારમાં કોઇ અનુભવી વ્યક્તિનો સહયોગથી કામમાં ગતિ આવશે

8 દિવસ પહેલા
  • વૃષભ, ધન તથા કુંભ રાશિના જાતકોને નુકસાન થાય તેવી શક્યતા
  • કર્ક, તુલા તથા મકર રાશિને નોકરી તથા બિઝનેસમાં ફાયદો થશે

7 જૂન, સોમવારનો દિવસ ત્રણ રાશિ માટે ઠીક નથી. વૃષભ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સંભાળીને રહેવું. નુકસાન થાય તેવા યોગ બની રહ્યાં છે. ધન રાશિ માટે નવું કામ શરૂ કરવા માટે દિવસ ઠીક નથી. કુંભ રાશિના નોકરિયાત વર્ગે સાવધાની રાખવી. ભૂલને કારણે મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત મેષ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક તથા મીન રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. કર્ક, તુલા તથા મકર રાશિ માટે દિવસ શુભ સાબિત થશે.

7 જૂન, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે ફાયનાન્સને લગતા નિર્ણય પોઝિટિવ રહેશે. બાળકોની કોઇ સમસ્યાનું પણ સમાધાન મળવાથી તણાવથી રાહત મળી શકે છે. અન્ય લોકો સાથે મનોરંજનને લગતા કાર્યોમાં સારો સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- તમારી ઊર્જાનો પોઝિટિવ રીતે ઉપયોગ કરો. ગુસ્સો અને ઉતાવળ કરવાથી તમારા કાર્યો ખરાબ પણ થઈ શકે છે. કોઇ સાથે વધારે દલીલમા પડશો નહીં અને તમારા કામથી જ કામ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી યોજનાઓ અને કાર્યપ્રણાલીને સીક્રેટ રાખો.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક મંજૂરી મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામા દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર અનુકૂળ છે. બધા કાર્યોને વ્યવસ્થિત રીતે કરવાથી તથા તાલમેલ જાળવી રાખવાથી સફળ રહેશો. રોકાણને લગતા મામલાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. આ સમયે કોઈ સરકારી કામ પણ પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- વધારે ભાવુકતા પણ નુકસાન આપી શકે છે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું યોગ્ય રહેશે. પારિવારિક સભ્યોને તેમના કાર્યોમાં સહયોગ આપો. આવું કરવાથી તેમનું આત્મબળ વધશે.

વ્યવસાયઃ- કોઈપણ ડીલ કે લેવડ-દેવડને લગતા કાર્યોમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને અપચા જેવી સમસ્યા વધવાથી પરેશાન રહી શકો છો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સમય સાથે કરેલાં કાર્યોનું પરિણામ પણ યોગ્ય રહેશે. એટલે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં લગાવો. આ સમયે ગ્રહ ગોચર તમને કોઈ સફળતા આપી શકે છે. બાળકો દ્વારા કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- તમારા અહંકાર ઉપર નિયંત્રણ રાખો. તેની અસર સંબંધને ખરાબ કરી શકે છે. કોઇપણ કામને ટાળવાની કોશિશ ન કરો. આ સમયે તમારા નિર્ણય ઉપર તરત કામ શરૂ કરો.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી વ્યવસાયિક સ્થળે કરેલાં ફેરફાર આ સમયે થોડું સારું પરિણામ આપી શકે છે.

લવઃ- પારિવારિક લોકો સાથે સુખમય સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. તમારા રાજનૈતિક સંપર્કોનો ફાયદો ઉઠાવો. તમારી કોઈ વિશેષ યોગ્યતા અને આવડત દ્વારા તમને કોઇ સફળતા મળવાની છે. તમારી સફળતાનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈ પ્રકારનો ઝઘડો કે વિવાદ થવાની સ્થિતિ બની શકે છે. ખોટી ગતિવિધિઓથી દૂર રહો. તમારી છાપ ધૂંધળી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમા કોઇ અનુભવી વ્યક્તિના સહયોગ અને સલાહથી કોઇ અટવાયેલી ગતિ ફરી શરૂ થઈ શકે છે.

લવઃ- ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે,

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમજદારીથી લીધેલાં નિર્ણય તમારી કાર્યપ્રણાલી અને આર્થિક સ્થિતિને શ્રેષ્ઠ બનાવશે. ધાર્મિક ગતિવિધિઓમાં રસ વધશે. કોઈ નજીકના સંબંધી સાથે કોઇ વિશેષ મુદ્દાને લઇને પોઝિટિવ વાત થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે સામાજિક કાર્યો સાથે-સાથે પારિવારિક ગતિવિધિઓમા પણ ધ્યાન આપવું જરૂરી છે. વિના કારણે કોઈની સાથે પણ વધારે ગાંઢ સંબંધ બનાવશો નહીં.

વ્યવસાયઃ- વેપાર કે નોકરીને લગતો નિર્ણય તમે જાતે જ લો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ જેવી સમસ્યાઓનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પારિવારિક સભ્યો સાથે ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર ચર્ચા થશે. ઘરની દેખરેખ અંગે પણ ગંભીર વાર્તાલાપ થશે. કોઇ નજીકના સંબંધી સાથે મુલાકાત થવાથી થાક રહેશે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ રહી શકે છે. એટલે મહત્ત્વપૂર્ણ કાર્યો દિવસના પહેલાં ભાગમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. ખર્ચ કરતી સમયે બજેટને ઇગ્નોર કરવું યોગ્ય નથી.

વ્યવસાયઃ- પારિવારિક વ્યસ્તતાના કારણે વેપારમાં ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પરિવાર સાથે મનોરંજન તથા ઓનલાઇન શોપિંગમાં સુખદ સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- જોખમી કાર્યોથી દૂર રહો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો તમે તમારા દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો તો સફળતા ચોક્કસ મળશે. ધાર્મિક સંસ્થાઓ સાથો જોડાવવું અને તેમનો સહયોગ કરવો પણ તમને સુકૂન આપશે.

નેગેટિવઃ- ગુસ્સો અને જિદ્દ જેવા નકારાત્મક સ્વભાવ ઉપર અંકુશ રાખો. તેના કારણે અનેક બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. આવકના સાધનમાં ઘટાડો આવી શકે છે. વિદ્યાર્થીઓ તેમના પ્રોજેક્ટને લઇને પરેશાન રહેશે.

વ્યવસાયઃ- ઘણાં સમય પછી વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડો સુધાર આવશે.

લવઃ- લગ્નજીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ તથા ગળાને લગતી સમસ્યાઓને ઇગ્નોર ન કરો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. પ્રોપર્ટીની ખરીદદારી અને વેચાણને લગતી કોઇ કાર્યવાહી ચાલી રહી છે તો તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે. ધર્મ-કર્મને લગતી ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરો.

નેગેટિવઃ- ભાઈઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ વધી શકે છે. શાંતિથી વાતાવરણ જાળવી રાખો. રોકાણને લગતી નીતિઓ અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કરવામાં આવતી મહેનત અને ફેરફારનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પરિવાર તથા વેપારની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકની અસર ઊંઘ ઉપર પડી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવાર તથા સંબંધીઓ સાથે સુખમય સમય પસાર થશે. તમારી બોલચાલની રીત અન્ય લોકોને પ્રભાવિત કરી શકે છે અને આ ગુણ દ્વારા આર્થિક તથા વ્યવસાયિક મામલે સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક વધારે આત્મ કેન્દ્રિત થવું અને સ્વાર્થની ભાવના આવી જવાથી સંબંધોમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તમારા આ ગુણોનો પોઝિટિવ રીતે ઉપયોગ કરો.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ પ્રકારના પરિવર્તન કે ઇન્ટીરિયરમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં તમારા યોગદાન સાથે તમારા સંપર્કો વધશે. થોડો સમય જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતાં તે કોઇના સહયોગ અને સરળતાથી ઉકેલાઈ જશે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ સાચવીને રાખો. કેમ કે તેના ચોરી થવા કે ખોવાઈ જવાની શક્યતા છે. ખોટા ખર્ચમા કાપ કરવાથી તમારી આર્થિક સમસ્યા અનેક હદે સુધરી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે નવા ઓર્ડર લેવા તથા પેમેન્ટ વગેરે કલેક્ટ કરવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીની સમસ્યા સામે રાહત મેળવવા માટે કસરત કરો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં તમે તમારા સંબંધીઓ અને મિત્રો સાથે મેલજોલ માટે સમય કાઢી લેશો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીથી પણ રાહત મળી શકે છે. તમારી જીવનશૈલીમાં પોઝિટિવ પરિવર્તન આવી શકે છે.

નેગેટિવઃ- બાળકોની કોઈ ગતિવિધિ કે સંગતને લઈને ચિંતા રહી શકે છે. પરંતુ જલ્દી જ તમને તેનું સમાધાન મળી શકે છે. અન્ય લોકોની આલોચના અને અવગણના કરશો નહીં.

વ્યવસાયઃ- વેપામાં થોડી ખાસ જવાબદારીઓ તમારા ઉપર આવી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂત રહેવું.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારી વિનમ્રતાના કારણે સંબંધીઓ અને મિત્રો વચ્ચે તમારું યોગ્ય માન-સન્માન જળવાયેલું રહેશે. આજે કોઇ મુશ્કેલ કાર્યને પરિશ્રમ દ્વારા પૂર્ણ કરવામા તમે સક્ષમ રહેશો.

નેગેટિવઃ- નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે વિવાદમા પડશો નહીં. વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. ધ્યાન રાખો કે જાણ્યે-અજાણ્યે તમે તમારી કોઈ મહત્ત્વપૂર્ણ વાત જાહેર કરી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઇ મન પ્રમાણે કરાક મળવાની શક્યતા છે.

લવઃ- ધ્યાન રાખો કે લગ્ન સંબંધોમાં કોઇ પ્રકારનો ખુલાસો થવાથી તેની અસર લગ્નજીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે તમારી રક્ષા કરો.

અન્ય સમાચારો પણ છે...