તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારનું રાશિફળ:આજે સિંહ, ધન, કન્યા સહિત 9 રાશિના જાતકોનો દિવસ સારો રહેશે, મિથુન અને તુલા રાશિએ આજે કોઈ વ્યાવસાયિક જોખમ ન લેવું

21 દિવસ પહેલા

7 ફેબ્રુઆરી, રવિવારના રોજ ગ્રહ-નક્ષત્ર 9 રાશિના જાતકો માટે શુભ દિવસ લાવશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે મેષ રાશિના નોકરિયાત લોકોના પોતાના અધિકારીઓ સાથે સારા સંબંધો હશે તો તેમને ફાયદો થશે. વૃષભ રાશિના જાતકો માટે બપોર પછીનો સમય અનુકૂળ રહેશે. આ રાશિના લોકોને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો કોઈ સારો પ્રોજેક્ટ મળી શકે છે. કર્ક રાશિના જાતકો માટે પણ ગ્રહોની સ્થિતિ સાનુકૂળ રહેશે. આ રાશિના જાતકોને કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

સિંહ રાશિના જાતકોનું બિઝનેસ સંબંધિત કોઈ અટવાયેલું કામ ફરીથી શરૂ કરવું હશે તો તેમના માટે સમય અનુકૂળ છે. કન્યા રાશિના જાતકોને અણધાર્યા શુભ સમાચાર મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોનાં મોટાભાગનાં કામ પૂરાં થઈ શકશે. ગ્રહોની સ્થિતિ તેમના પક્ષમાં રહેશે. ધન રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં લગભગ તમામ કામો વિના વિઘ્ને પૂરાં થઈ જશે અને આવકના સ્રોત પણ વધશે. મકર રાશિના જાતકો માટે આર્થિક રીતે સારો દિવસ છે. અટવાયેલું ધન મળી શકે છે. માન-સન્માન પણ જળવાઈ રહેશે.

કુંભ રાશિવાળા લોકો પોતાની આર્થિક યોજનાઓને સફળતાપૂર્વક પાર પાડી શકશે. આજે અટવાયેલાં મોટાભાગનાં કામ પૂરાં થઈ શકશે. મીન રાશિના ધારકોની આર્થિક સ્થિતિ બહેતર બનશે. કોઈ મોટો ઓર્ડર પણ મળી શકે છે. તે ઉપરાંત મિથુન અને તુલા રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. આ રાશિઓના જાતકોને નોકરી અને બિઝનેસમાં જોખમ લેવાથી બચવું.

7 ફેબ્રુઆરી, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદા કાર્યોથી અલગ તમે કોઇ વિશેષ ગતિવિધિ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરશો. ઇતિહાસ સાથે જોડાયેલી કોઇ ગતિવિધિમાં તમારો વિશેષ રસ રહેશે. થોડો સમય પરિવારને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે વિશેષ મુદ્દાને લઇને વિવાદ થવાની સંભાવના છે. વધારે ઉતાવળ તથા ઉત્તેજિત થવું તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- આજે કોઇ નવું કામ શરૂ થઇ શકે છે.

લવઃ- કોઇપણ વિશેષ કાર્યમાં જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ લો.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યામાંથી છુટકારો મળી શકશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમે વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય સુકૂન અને મોજ-મસ્તી માટે કાઢી શકશો. સંબંધીઓ તથા પાડોસીઓ સાથે કોઇ ગંભીર વિષય ઉપર ચર્ચા પણ થઇ શકે છે અને આ ચર્ચામાં તમારો પક્ષ વિશેષ રૂપથી મજબૂત રહેશે.

નેગેટિવઃ- આ સમયે પોતાને ભાવનાત્મક રૂપથી મજબૂત રાખો. કોઇ અશુભ સમાચાર તમને વિચલિત કરી શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસથી વિમુખ ન રહે, તેમણે આ સમયે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કામ વધારે રહેશે.

લવઃ- જીવનસાથીની કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને ગળું ખરાબ થવાના કારણે તાવ આવી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનું નિવારણ થવાથી પોતાને તણાવમુક્ત અનુભવ કરશો. અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. સામાજિક સીમા પણ આ સમયે વધી શકે છે.

નેગેટિવઃ- અજાણી વ્યક્તિઓ સાથે વધારે મેલજોલ રાખવાથી પરેશાનીનું કારણ બનશે, એટલે સાવધાન રહો. તમારી કોઇ નકારાત્મક વાતના કારણે થોડા લોકો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વેપારમાં દેવુ લેવાની કોશિશ ન કરો.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામનો ભારના કારણે થાક અને પગનો દુખાવો રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઉત્તમ ગ્રહ સ્થિતિ બની રહી છે. તમને ચમત્કારિક રૂપથી કોઇ સફળતા પ્રાપ્ત થશે. તમારા ભાવી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભરપૂર મહેનત કરો, સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે યોગ્ય રહેશે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યો સિવાય સામાજિક ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપો. કોઇની વાતોમાં આવશો નહીં. દિવસભરના કાર્યોની એક રૂપરેખા બનાવીને કામ કરો, જેથી બધાં કામ યોગ્ય રીતે સંપન્ન થઇ શકે.

વ્યવસાયઃ- આજે તમારું કોઇ સપનું સાકાર થવાની આશા છે.

લવઃ- ઘરના કોઇ કુંવારા સભ્યના લગ્નને લઇને કોઇ યોગ્ય સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી છેલ્લી થોડી ભૂલોથી બોધપાઠ લઇને વર્તમાનમાં વધારે સુધાર લાવવાની કોશિશ કરો, તમને યોગ્ય સફળતા મળી શકશે. જો કોઇ જમીનને લગતી ખરીદદારી કે વેચાણની યોજના છે, તો તેને લગતા કામ બની શકે છે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ઇગો ન આવે તેનું ધ્યાન રાખો. વડીલો કે અનુભવી વ્યક્તિની સલાહ ઉપર ધ્યાન આપો. કોઇ નજીકના સંબંધી સાથે થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઇ અટવાયેલું કામ ફરીથી શરૂ કરવા માટે અનુકૂળ સમય છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનને લગતા કાર્યોમાં યોગ્ય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે ધાર્મિક તથા સામાજિક ગતિવિધિઓમાં સુખમય સમય પસાર થશે. આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. અચાનક કોઇ મહત્ત્વપૂર્ણ સુખદ સમાચાર પણ મળી શકે છે, જેનાથી તમે પોતાને માનસિક તથા ભાવનાત્મક રૂપથી સશક્ત અનુભવ કરશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ગુસ્સા અને ઉતાવળમાં નિર્ણય ખોટા સાબિત થઇ શકે છે. ઘરના અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરવું યોગ્ય રહેશે. આ સમયે તમે તમારા કામથી જ કામ રાખો.

વ્યવસાયઃ- વેપારમાં પ્રોડક્શનને લગતી ગતિવિધિઓમાં ખામી આવી શકે છે.

લવઃ- પરિવાર તથા વ્યવસાયિક જીવનમાં તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ જાગરૂત રહે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઇ પ્રકારની પ્રોપર્ટીને લગતો કોઇ મામલો અટવાયેલો છે, તો આજે તેના ઉપર ધ્યાન આપો. સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. સાસરિયા પક્ષ સાથે સંબંધ વધારે મજબૂત થશે. ભેટ મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારા વ્યક્તિગત કાર્યો પ્રત્યે પણ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓને મન પ્રમાણે કોઇ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી નિરાશા રહેશે. તમારું મનોબળ જાળવી રાખો અને કોશિશ કરતાં રહો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઇપણ પ્રકારનું રિસ્ક ન લેવું.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- અચાનક સ્વાસ્થ્યને લગતી તકલીફ આવી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. મોટાભાગનાં કામ સમય પ્રમાણે થતાં રહેશે. ઘરમાં કોઇ ખાસ સંબંધીના આવવાથી ચહેલ-પહેલ અને વ્યસ્તતા રહેશે. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. આવા લોકો સાથે વિવાદની જગ્યાએ શાંતિથી તમારી વ્યવસ્થા જાળવી રાખો. તમારો સહજ અને સંયમિત સ્વભાવ તમારા માન-સન્માનને જાળવી રાખશે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં થોડી ભાગદોડ રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધમાં મધુરતા આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ વારસાગત બીમારી ફરી થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે લોકોની ચિંતા ન કરીને તમે તમારા મન પ્રમાણે કામ કરવામાં ધ્યાન આપશો. પરિસ્થિતિ તમારા માટે સારી સફળતા બનાવી રહી છે. તમારી યોગ્યતા પણ લોકો સામે આવી શકશે.

નેગેટિવઃ- ક્યારેક અન્યની નકારાત્મક વાતોના કારણે તમારું મન વિચલિત થઇ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવું જરૂરી છે. બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર પણ નજર રાખો. બિનજરૂરી યાત્રાને ટાળશો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લગભગ બધાં કામ નિર્વિઘ્ને પૂર્ણ થતાં જશે.

લવઃ- કોઇ વિજાતીય મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે જે કામ કરવાની કોશિશ કરી રહ્યા છો તેમાં સફળતા મળશે. તમારો આત્મવિશ્વાસ પણ વધશે. ઘરમાં કોઇ માંગલિક કાર્યના આયોજનને લગતી યોજના બનશે. કોઇ મહત્ત્વપૂર્ણ કે રાજનૈતિક વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- પરિવારના જ કોઇ વ્યક્તિના લગ્નજીવનમાં તણાવ ઊભો થવાથી ચિંતા રહેશે. વિત્તીય કાર્યોમાં હિસાબ-કિતાબ કરતી સમયે સાવધાની રાખો. આજે કોઇપણ પ્રકારના રોકાણની યોજના ન બનાવો.

વ્યવસાયઃ- વેપારમાં મન્યુફેક્ચરિંગને લગતા કાર્યોમાં વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરની વ્યવસ્થાને ઉત્તમ જાળવી રાખવા માટે ઘરના મામલાઓ એકબીજા સાથે બેસીને ઉકેલો.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સામાજિક ગતિવિધિઓમાં પણ રસ લેવો તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશે. આ સમયે અટવાયેલાં મોટાભાગનાં કાર્યો બની શકે છે.

નેગેટિવઃ- ખોટી સંગતમાં રહીને તમારા માન-સન્માન ઉપર આંચ આવી શકે છે. આ સમયે ધ્યાન આ બાબતનું ધ્યાન રાખો. તમારા પરિવારની અંગત વાતો જાહેર ન થવી જોઇએ. ખોટા ખર્ચ ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ઓર્ડર સમય પ્રમાણે પૂર્ણ થવાથી માર્કેટમાં તમારું માન-સન્માન વધશે.

લવઃ- તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોની સલાહ અવશ્ય સામેલ કરો.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે ક્યારેક ચીડિયાપણું આવી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારી સફળતા જોઇને થોડા લોકો વિઘ્ન પેદા કરવાની કોશિશ કરશે. તમે આ બધી વાતો ઉપર ધ્યાન ન આપીને તમારાં કાર્યો પ્રત્યે જ કોશિશ કરો. આ કોશિશ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- ક્યારેક મનમાં કંઇક અજુગતું થવાનો ડર રહેશે. પરંતુ યાદ રાખો કે આ માત્ર તમારી શંકા જ છે. થોડો સમય પોઝિટિવ ગતિવિધિઓમાં પસાર કરવાથી આત્મબળમાં વધારો થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે આર્થિક સ્થિતિ સારી રહી શકે છે.

લવઃ- પારિવારિક જીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે ગેસ અને એસિડિટી થઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો