બુધવારનું રાશિફળ:બુધવારે કર્ક જાતકોએ વિવેક અને ચતુરાઈથી કામ લેવું પડશે, શારીરિક નબળાઈ અને સાંધામાં દુખાવો રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

7 ડિસેમ્બર, બુધવારના રોજ સિદ્ધિ યોગ હોવાને કારણે કન્યા રાશિ માટે દિવસ ખાસ રહેશે. તુલા રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મકર રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ છે. અધિકારીઓની મદદ મળી શકે છે. આ ઉપરાંત કર્ક રાશિ સાથે લેવડદેવડ તથા રોકાણમાં છેતરપિંડી થઈ શકે છે. ધન રાશિને જોખમી કામકાજો કરવાથી નુકસાન થાય તેવી શક્યતા છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

7 ડિસેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમય લાભદાયક ગ્રહ સ્થિતિ બની રહી છે. કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી તમે સરળતા અને દરેક સફળતા પ્રાપ્ત કરી લેશે. આ સમયે તમારા આર્થિક મામલાઓને ઉકેલવામાં પણ વધારેમાં વધારે ધ્યાન આપો.

નેગેટિવઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને ચીડિયાપણુ હાવી રહી શકે છે. તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. થોડો સમય પારિવારિક ગતિવિધિઓ તથા બાળકો સાથે પસાર કરવાથી સુકૂન મળી શકે છે.

વ્યવસાયઃ- કસરતમા જે વર્તમાનમા ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પતિ-પત્ની ઘર તથા વેપારમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં ગરમીને લગતી કોઈ પરેશાની થઈ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે આસ્થા વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ પોઝિટિવ ઊર્જા પ્રદાન કરી રહી છે. આ સમયે બહારની ગતિવિધિઓ અને જનસંપર્ક ઉપર વધારેમા વધારે ધ્યાન કેન્દ્રિત કરો. તમારા માટે ફાયદાકારક પરિસ્થિતિઓ બની રહી છે.

નેગેટિવઃ- સામાજિક તથા રાજનૈતિક ગતિવિધિઓથી દૂર રહો. અપમાન કે માનહાનિની સ્થિતિ બની શકે છે. બાળકોને લગતી કોઈ સમસ્યાનો ઉકેલ કરવામાં તમારો સહયોગ જરૂરી છે. પારિવારિક મામલે વધારે દખલ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે સાવધાની અને સતર્કતા જાળવી રાખો

લવઃ- લગ્નજીવનમા મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને બેદરકારી ન કરો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સ્થાન પરિવર્તન કરવાને લગતો કોઈ વિચાર છે, તો આજે તેના ઉપર કોઈ મહત્ત્વપૂર્ણ કામ થઈ શકે છે. રાજકીય મામલાઓમાં પણ તમને સફળતા મળી શકે છે. શુભ-અશુબ બંને પરિસ્થિતિઓમાં તમે સંતુલન જાળવી રાખો.

નેગેટિવઃ- કંઇપણ ખોટું જોઈને તેના ઉપર તરત પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી. અકારક જ લોકો તમારા વિરોધી બની જશે. આ સમયે આર્થિક સ્થિતિની પણ ચિંતા કરો.

વ્યવસાયઃ- જનસંપર્કની સીમા પહેલાથી વધારે વિશાળ થઈ શકે છે.

લવઃ- લગ્નજીવનમાં ચાલી રહેલી ગેરસમજ આજે ઉકેલાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- હળવી સ્વાસ્થ્યને લગતી પરેશાની થઈ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સમય સામાન્ય જ પસાર થશે. છતાંય વિવેક અને ચતુરાઈથી કામ લેવું પરિસ્થિતિને તમારા પક્ષમાં કરશે. બાળકોના કરિયર કે શિક્ષાને લઇને કોઈ ચિંતાનું પણ સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- આર્થિક મામલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. ભાવુકતા અને ઉદારતામા લીધેલો કોઇ નિર્ણય નુકસાન પણ આપી શકે છે. એટલે પોતાની આ નબળાઈ ઉપર અંકુશ રાખો. વધારે ગુસ્સો તમારા સ્વાસ્થ્ય તથા તમારા કાર્યોમા હાનિ પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં સ્થિતિઓ થોડી સારી થઈ શકે છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ દિવસ ઉત્તમ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ અને સાંધામા દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી સુકૂન મળી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. એટલે સમયનો ભરપૂર ફાયદો ઉઠાવો. તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે જાહેર થવાની છે.

નેગેટિવઃ- આળસ અને વધારે મોજ-મસ્તીમાં સમય ખરાબ ન કરો. વાહન ખરીદવાને લગતી યોજના બની રહી છે તો આજે ટાળો. વિરોધી પક્ષ તમારા માટે કોઈ પરેશાની ઊભી કરી શકે છે. તમારું નુકસાન પણ થશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક લોકો સાથે તમારા સંબંધોને વધારે ગાઢ બનાવો.

લવઃ- જીવનસાથી સાથે કોઈ વાતને લઇને થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદત તથા ખરાબ સંગતથી દૂર રહો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- જરૂરિયાતમંદ લોકો પ્રત્યે તમારો નિસ્વાર્થ સેવા ભાવ સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠાને વધારશે તથા તમને પણ આત્મિક સુકૂન મળી શકશે. કોઈ જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું પણ કામ પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- થોડો સમય તમારા પરિવાર તથા સંબંધીઓ માટે પણ પસાર કરો. સંબંધોમા મધુરતા જાળવી રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યને આંખથી દૂર થવા દે નહીં. આ સમયે અભ્યાસ પ્રત્યે એકાગ્રતા જરૂરી છે.

વ્યવસાયઃ- વેપાર અને કામકાજને લઇને કોઈ નજીકની યાત્રા તમારા ઉત્તમ ભવિષ્યનો રસ્તો ખોલી શકે છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડી પરેશાનીઓ આવવા છતાંય તમે તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચાર સાથે આગળ વધતા જશો. કોઇ ધાર્મિક સ્થળે જવાથી માનસિક સુકૂન મળી શકે છે અને તમે ફરીથી પોતાને ફ્રેશ અનુભવ કરી શકો છો.

નેગેટિવઃ- કોઈ નવી પોલિસીમાં રોકાણ કરવાની યોજનાને હાટ ટાળો. આ સમયે ધનને લગતું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. ક્યારેક તમારું ધ્યાન થોડા ખરાબ કાર્યો તરફ પ્રેરિત થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં પરિવારના વડીલોની સલાહ લો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક રહી શકે છે. દરેક કામ શાંતિથી પૂર્ણ થઈ શકે છે. કોઈ નજીકના સંબંધીને ત્યાં જવાનું આમંત્રણ મળી શકે છે. કોઇ ખાસ ચર્ચા-વિચારણામાં તમારી વાતોને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે.

નેગેટિવઃ- વ્યવહારિક રહેવું પણ જરૂરી છે. ખૂબ જ વધારે આદર્શવાદ તમારા પોતાના માટે નુકસાનદાયી રહી શકે છે. ભાવનાઓમાં વહીને તમે આશા કરતા વધારે ખર્ચ કરી શકો છો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપના વેપારમાં આશા કરતા વધારે નફો થવાની શક્યતા છે.

લવઃ- કોઇ વિપરીત લિંગના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારી લોકપ્રિયતા સાથે-સાથે જનસંપર્કની સીમા પણ વધારી શકે છે. જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક રહી શકે છે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારની લોન કે ઉધારી લેવાથી બચવું. કેમ કે તેને ચૂકવવી મુશ્કેલ રહેશે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ નવા કામને શૂર કરવા માટે યોગ્ય સમય છે.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક સહમતિ મળવાથી લગ્નની યોજનાઓ બનવાની શરૂ થશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓ સામે તમારી રક્ષા કરો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે દિવસની શરૂઆતમા કોઈ શુભ સમાચાર મળવાથી પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. કોઇ પ્રિય મિત્ર કે નજીકના સંબંધી સાથે પણ મુલાકાત થશે. તમારો વિવેક અને ચતુરાઈથી કામ લેવું તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે.

નેગેટિવઃ- કોઇ વારસાગત સંબંધી મામલાને લઇને તણાવ રહી શકે છે. તમે પણ તમારા શંકાળુ સ્વભાવમાં ફેરફાર લાવો, વર્તમાન સમય પ્રમાણે વ્યવહારમાં પરિવર્તન લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં ગતિવિધિઓ સારી સાબિત થઈ શકે છે.

લવઃ- ઘરની નાની-મોટી વાતોને મહત્ત્વ આપશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- પરિવારમાં માંગલિક કાર્યોને લગતી યોજનાઓ બનશે. જેથી પ્રસન્નતાનું વાતાવરણ રહી શકે છે. તમે તમારી મહેતન દ્વારા આ કાર્યને સંપન્ન કરવાની યોજના બનાવી રહ્યા છો, તેમાં ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- જો કોઈ રાજકીય કે કોર્ટને લગતો મામલો ચાલી રહ્યો છે. તો આજે વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. તમારાથી કોઈ ભૂલ થવાની શક્યતા છે. આવકના સાધન વધવાની સાથે-સાથે ખર્ચની સ્થિતિ પણ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કાર્યભાર વધારે રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખ-શાંતિ પૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે છેલ્લી થોડી ખામીઓથી બોધપાઠ લઇને આગળ વધવાનો છે. પોઝિટિવ રહેવાથી ખાસ લોકો સાથે સંબંધોમાં આશ્ચર્યજનક સુધાર આવી શકે છે. તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કોઈ નવા લક્ષ્યની શરૂઆત કરશો.

નેગેટિવઃ- સ્વાર્થી લોકોથી દૂર રહો. તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ખોટી ગતિવિધિઓમાં સમય લગાવવાની જગ્યાએ વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને વધારવા માટે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લાભદાયક સાબિત થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનને બેદરકારીમાં ન લેશો.

અન્ય સમાચારો પણ છે...