સોમવારનું રાશિફળ:સોમવારે મકર રાશિના લોકોએ અન્યનાં કાર્યોમાં દખલ કરવી નહીં, માગ્યા વિના સલાહ આપવાથી બચવું

2 વર્ષ પહેલા
  • સોમવારે અશુભ યોગ બની રહ્યો છે, શિવપૂજા કરીને દિવસની શરૂઆત કરો
  • મેષ તથા સિંહ રાશિના જાતકો માટે શુભ સમય
  • કાલભૈરવ અષ્ટમી, સિંહ રાશિમાં ચંદ્ર રહેશે, સાવધ રહીને કામ કરો

સાત ડિસેમ્બર, સોમવારના રોજ કાલભૈરવ અષ્ટમી છે. આ તિથિ પર કાલ ભૈરવનો શ્રૃંગાર તેલ તથા સિંદૂરથી કરો. સાતમીએ ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. સોમવારના રોજ મઘા નક્ષત્ર હોવાને કારણે ધ્વાંક્ષ નામનો અશુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં નવા કામની શરૂઆત કરતા હો તો સતર્ક રહો. નાનકડી બેદરકારીથી નુકસાન થઈ શકે છે.

સોમવારે શિવલિંગ પર તાંબાના કળશથી જળાભિષેક કરો. બીલીપત્ર તથા ધંતૂરો અર્પણ કરો. ચંદનથી ચાંદલો કરો અને ફૂલ-હાર ચઢાવો. મીઠાઈનો પ્રસાદ ધરાવો. દીવા-બત્તી કરીને આરતી કરવી. સોમવારનો દિવસ આ રીતે શરૂ કરવાથી પોઝિટિવિટી રહે છે અને મન શાંત રહે છે.

7 ડિસેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ખાસ લોકો વચ્ચે કોઇ ગંભીર વિષય અંગે ચર્ચા થશે, જે ખૂબ જ પોઝિટિવ રહેશે. તમારા મોટા ભાગનાં કામ સમયે પૂર્ણ થઇ જશે, જેનાથી મનમાં શુકન રહેશે. એકબીજા સાથે મેળ વધારવામાં પણ ધ્યાન આપો, આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારી પીઠ પાછળ આલોચના કરી શકે છે. જોકે તેના દ્વારા તમારાં માન-સન્માન પર કોઇ નકારાત્મક પ્રભાવ પડશે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ઉતાવળની જગ્યાએ ગંભીરતા અને સાવધાનીપૂર્વક કાર્ય કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ થવાને કારણે તાવની સ્થિતિ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમે રોજિંદા જીવનથી અલગ કશુંક નવું શીખવામાં સમય પસાર કરશો, જેનાથી તમને આત્મિક સુખ મળશે. વધારે ખર્ચની સ્થિતિ જળવાયેલી રહેશે, પરંતુ સાથે જ આવકના સાધન પણ વધશે, એટલે મુશ્કેલી અનુભવાશે નહીં.

નેગેટિવઃ- પર્સનલ લાઇફમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું, સાથે જ પોતાની શંકાશીલ પ્રવૃત્તિ જેવા સ્વભાવને પણ નિયંત્રિત રાખો. કોઇ અશુભ સમાચાર મળી શકે છે, જેને કારણે મન નિરાશ થશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અચાનક જ કોઇ નવો ઓર્ડર મળવાથી વધારે આવકની સ્થિતિ બનશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ અને થાકને કારણે માથાનો દુખાવો અને નબળાઇ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી કોઇ ગુપ્ત પ્રતિભાને ઓળખ મળશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધારે મજબૂત થશે. વિશિષ્ટ વ્યક્તિઓનો સહયોગ તમારા માટે થોડી લાભદાયક પરિસ્થિતિઓ બનાવશે. પરિવાર માટે થોડો સમય પસાર કરો.

નેગેટિવઃ- કોઇપણ મનમેળ કે મીટિંગ માટે જતાં પહેલાં એ અંગે સંપૂર્ણ રૂપરેખા બનાવી લો, કેમ કે મોઢેથી બોલાયેલી કોઇ નકારાત્મક વાત તમારા માટે પસ્તાવો પેદા કરી શકે છે.

વ્યવસાયઃ- આજનો દિવસ વ્યસ્તતાપૂર્ણ રહેશે.

લવઃ- દિવસભર ભાગદોડ કરવા છતાંય થોડો સમય પરિવાર સાથે મનોરંજનમાં પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારો ઉદારવાદી તથા મદદગાર દૃષ્ટિકોણ સામાજિક કાર્યોમાં એક શ્રેષ્ઠ મિસાલ જેમ સામે આવશે. પારિવારિક જવાબદારીઓમાં પણ તમારો સંપૂર્ણ સહયોગ રહેશે. ઘરમાં કોઇ માંગલિક કામ પૂર્ણ થવાની યોજના બનશે.

નેગેટિવઃ- અચાનક જ કોઇ મહત્ત્વપૂર્ણ કામ બનતાં-બનતાં અટકી જવાથી થોડો તણાવ રહી શકે છે. કોઇપણ પ્રકારના ધનની લેવડ-દેવડ આજે ટાળો. આ સમયે નકારાત્મક પરિસ્થિતિઓથી પરેશાન થવાની જગ્યાએ એનો ઉકેલ શોધવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઇપણ નવું કામ શરૂ ન કરો.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારું નિયમિત ચેકઅપ કરાવતા રહો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘણાં સમય પછી ઘરમાં મહેમાનોના આવી જવાથી બધા ખુશ થશે. સાથે જ, કોઇ પારિવારિક વિવાદનો પણ ઉકેલ આવી જશે. ધનના રોકાણને લગતી યોજનાઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, જેને કારણે તમારી પણ માનહાનિ સંભવ છે. કોઇપણ કામને શરૂ કરતાં પહેલાં ઘરની વડીલ વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનું સારું પરિણામ મળી શકશે નહીં.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ અને લિવરને લગતી કોઇ પરેશાની રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી કાર્યક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાઓને અંજામ આપો, તમને ચોક્કસ સફળતા મળશે. પરિવાર સાથે મનોરંજન તથા સુખ-સુવિધાને લગતાં કાર્યોમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- બાળકો પર ગુસ્સો કરવાની જગ્યાએ તેમની સાથે મિત્રો જેવો વ્યવહાર કરો. કોઇપણ વાત કરતા સમયે તમારા શબ્દોના ઉપયોગ અંગે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં આજે કઇ નવું કરવાની અપેક્ષાએ વર્તમાન કાર્યો પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરમાં ખાસ મહેમાનો આવવાથી તમે વ્યસ્ત રહેશો. તમે તમારા રોજિંદા કામમાંથી થોડો સમય શુકન અને મોજમસ્તી માટે પણ પસાર કરી શકશો. બાળકો તરફથી પણ કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે.

નેગેટિવઃ- તમારા થોડા વિરોધી ઇર્ષ્યાની ભાવનાથી તમારા પર ખોટા આરોપ લગાવી શકે છે. તમારા ગુસ્સા અને આવેગ પર કંટ્રોલ રાખો તથા સંયમથી પરિસ્થિતિને સંભાળો.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં થોડી ભાગદોડ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે વ્યસ્તતાને કારણે શારીરિક અને માનસિક રૂપથી થાક અનુભવ થશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે બાળકોની પરેશાનીઓને સમજો અને એને ઉકેલવામાં વ્યસ્ત રહેશો. થોડા નજીકના લોકો સાથે મળવાથી સારું પરિણામ સામે આવશે. સામાજિક સ્તરે જ તમને એક નવી ઓળખ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો. એનાથી તમારા વિરોધીઓમાં ઇર્ષ્યાની ભાવના આવશે, જે નુકસાનદાયી રહી શકે છે. ધનને લગતાં લેવડ-દેવડના કાર્યોને ધ્યાનપૂર્વક કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે કોઇ બહારની વ્યક્તિની દખલથી કર્મચારીઓ વચ્ચે મતભેદ થઇ શકે છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાને કારણે તમારો ઘરનાં કાર્યોમાં સહયોગ આપવો સંબંધોને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- સાંધા અને ઘૂંટણનો દુખાવો રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડા નજીકના લોકોને મળવાથી સારાં પરિણામ સામે આવશે અને લાભદાયક પરિસ્થિતિઓ પણ બનશે. તમારા વિનમ્ર સ્વભાવ અને ઉત્તમ વ્યક્તિત્વને કારણે ઘર તથા આસપાસના વાતાવરણમાં તમારાં વખાણ થશે. પાડોશીઓ સાથે ચાલી રહેલો કોઇ વાદ-વિવાદ ઉકેલાઇ જશે

નેગેટિવઃ- ક્યારેક એવું લાગશે કે તમને તમારા સ્વભાવને કારણે લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. એને કારણે તમે તમારા આત્મબળને નબળું અનુભવ કરશો.

વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રમાં વધારે મહેનતની જરૂરિયાત રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણનો નકારાત્મક પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો કોર્ટ કેસને લગતી કાર્યવાહી ચાલી રહી છે, તો એનો નિર્ણય તમારા પક્ષમાં આવે તેવી સંભાવના છે. તમારા પક્ષને મજબૂત જાળવી રાખો. દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે પણ સંબંધ સ્થાપિત થશે.

નેગેટિવઃ- અન્યનાં કાર્યોમાં દખલ કરશો નહીં અને માગ્યા વિના સલાહ આપશો નહીં, કેમ કે એનો નકારાત્મક પ્રભાવ તમારા પર જ પડશે. બાળકને લગતી કોઇ ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિથી હાલ સમય વધારે લાભદાયક નથી.

લવઃ- જીવનસાથી સાથે સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાથી તણાવ વધશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- જો સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે તો આજે એના અંગે ગંભીરતાથી વિચાર કરો. આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. રોજિંદા કાર્યોથી અલગ થોડો સમય આત્મનિરીક્ષણમાં પસાર કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારો જ અહંકાર અને જિદ્દને કારણે ભાઇઓ સાથે કોઇ વાદ-વિવાદ થઇ શકે છે. તમારા વ્યવહારમાં લચીલાપણું લાવો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ સારી જળવાયેલી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શનને કારણે તાવ અને ઉધરસની સ્થિતિ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે તમને તમારી લગન અને મહેનતનો લાભ પ્રાપ્ત થવાનો છે, એટલે તમારાં કામ પર સંપૂર્ણ રીતે સમર્પિત રહો. ઘરમાં કોઇ ધાર્મિક કાર્યક્રમ પણ સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ- વારસાગત સંપત્તિનાં કાર્યોમાં થોડું મોડું થશે, પરંતુ પછી કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ જશે. ધ્યાન રાખો કોઇ જૂની નકારાત્મક વાત સામે આવવાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ અને મીડિયાને લગતા લોકો પોતાનાં કાર્યોમાં વધારે ધ્યાન આપે.

લવઃ- થોડો સમય જીવનસાથી સાથે મનોરંજન અને શોપિંગમાં પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.