રવિવારનું રાશિફળ:કાલે બ્રહ્મ યોગ મિથુન સહિત 4 રાશિના જાતકોને ફાયદો કરાવશે, ધન લાભ પણ થશે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

7 ઓગસ્ટ, રવિવારના રોજ બ્રહ્મ યોગ સર્જાઈ રહ્યો છે. તેને કારણે મિથુન રાશિના જાતકો માટે પરિસ્થિતિઓ તેમને અનુકૂળ રહેશે. કર્ક રાશિના લોકોને મુશ્કેલીઓમાંથી રાહત અને અટવાયેલા પૈસા પરત મળવાના યોગ છે. ધન રાશિના જાતકોને એક્સ્ટ્રા ઇન્કમ થવાના યોગ છે. કુંભ રાશિના લોકો માટે પણ દિવસ સારો રહેશે. આ સિવાય તુલા રાશિના નોકરિયાત લોકો વધુ પડતા કામના ભારણને લીધે પરેશાન થઈ શકે છે. જ્યારે અન્ય રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે.

7 ઓગસ્ટ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિઓ તમને અનેક અવસર પ્રદાન કરશે. તેનું ભરપૂર સન્માન કરો. કોઇ બચત રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો તો તરત કરી દો. ભાઇઓ કે નજીકના સંબંધીઓ સાથે થોડી લાભકારી યોજનાઓ ઉપર ચર્ચા-વિચારણાં થઇ શકે છે.

નેગેટિવઃ- આળસના કારણે કોઇપણ કામને ટાળવાની કોશિશ ન કરો. કેમ કે, તેના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. બોલચાલની રીત નરમ રાખો. ખરાબ ભાષાના પ્રયોગથી થોડા લોકોમા નિરાશાનો ભાવ ઊભો થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો કામમાં પૂર્ણ સહયોગ અને સમર્પણ રહેશે.

લવઃ- કામનો ભાર વધારે હોવા છતાં તમે પરિવારને પ્રાથમિકતા આપશો.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે ગળામાં થોડું ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આર્થિક મામલે વધારે ફાયદો થવાથી મન પ્રસન્ન રહેશે. તમારો ધાર્મિક કે અધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધશે. જેના કારણે તમારા વિચારો પોઝિટિવ અને સંતુલિત થશે. આ સમયે બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે શરૂ કરીને ચાલો.

નેગેટિવઃ- ક્યારેક મન પ્રમાણે અતિ આત્મવિશ્વાસના કારણે દગો થઇ શકે છે. મિત્રો સાથે તમારો સમય ખરાબ ન કરો. તમારી ઊર્જાનો પોઝિટિવ રૂપમાં ઉપયોગ કરવાથી તમારા અનેક કાર્યો યોગ્ય રીતે ચાલતાં રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ વધારે સુધારની સંભાવના નથી.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને થાકના કારણે થોડું અસહજ અનુભવ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જો કોઇ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત નિર્ણય લો, પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. અન્યની સલાહની અપેક્ષા પોતાના મનનો અવાજ સાંભળો, તમને યોગ્ય સલાહ મળશે.

નેગેટિવઃ- આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. કોઇ બહારના વ્યક્તિની દખલ તમારા પરિવાર અને વ્યવસાય ઉપર થવા દેશો નહીં. તેના કારણે અકારણ જ ગેરસમજ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કરવામાં આવેલી મહેનત દ્વારા યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર નવો જોશ અને ઊર્જાનો અનુભવ કરશો. થોડા સમયથી ચાલી રહેલી ઘરેલુ સમસ્યાઓને તમે અનેક રીતે વ્યવસ્થિત કરવામાં સફળ રહેશો. વર્તમાન સમયના નકારાત્મક પ્રભાવથી બચવા માટે તમે તમારા પરિવારની સુરક્ષાને લગતાં જે નિયમ બનાવ્યાં છે, તે ખૂબ જ યોગ્ય રહેશે.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાઓના સમાધાનમાં તેમનો સહયોગ કરો, તેના દ્વારા તેમાં સુરક્ષાની ભાવના વધશે. ઘરના કોઇ વડીલ વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ આવવાથી તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી ન કરશો.

લવઃ- જીવનસાથીનો તમારા પ્રત્યે ભાવનાત્મક સહયોગ તમારી કાર્યક્ષમતાને નવી દિશા આપશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ પરેશાનીની ફરિયાદ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે ફાયનાન્સને લગતો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. સાથે જ તમારી કોઇ યોજના શરૂ થવાથી મનમાં સુખ અને ઉમંગ રહેશે. થોડો સમય પોતાના રસના કાર્યોને કરવામાં પણ પસાર કરો.

નેગેટિવઃ- તમારા ભાવુક સ્વભાવ ઉપર અંકુશ લગાવો. નહીંતર કોઇ તમારી ભાવુકતા અને ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે. મામા પક્ષ સાથે સંબંધોમાં ગેરસમજ ઊભી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- આ સમયે સારું રહેશે કે કાર્યક્ષેત્રમાં મોટાભાગના કામ જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- ખોટા પ્રેમના ચક્કરમાં કે મનોરંજનમાં સમય ખરાબ ન કરશો.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો અને બીપીની સમસ્યા રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી કાર્યકુશળતાના બળે અનેક કાર્ય યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. આ સમયે તમારા વિચારો સંપૂર્ણ રીતે વ્યવહારિક રાખો. શેરબજાર અને રિસ્કને લગતાં કાર્યોમાં લાભદાયક અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- અફવા ઉપર બિલકુલ ધ્યાન આપશો નહીં. થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારી પરેશાનીઓ વધારી શકે છે. પાડોસી સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતાં કાર્યોમાં વધારેમાં વધારે સમય પસાર કરો.

લવઃ- કોઇ જૂના મિત્રના મળવાથી યાદો ફ્રેશ થઇ જશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ થોડું સારું આપવાની કોશિશ કરી રહી છે. તમારી અંદર અદભુત આત્મવિશ્વાસ અનુભવ કરશો. દિવસની શરૂઆતમાં જ મહત્ત્વપૂર્ણ કામને લગતી તમારી યોજનાઓ બનાવી લો. બાળકોને લગતાં શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- ક્યારેક વધારે આત્મકેન્દ્રિત થવું કે સ્વાર્થીપણાની ભાવના આવવાથી મિત્રો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. સમય પ્રમાણે તમે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવો.

વ્યવસાયઃ- નોકરીમાં હાલ પરિસ્થિતિઓ થોડી વિપરીત રહેશે.

લવઃ- ઘર તથા પરિવારના લોકો સાથે થોડો સમય જરૂર પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ તથા યુવાઓને સ્પર્ધાને લગતાં કાર્યોમાં સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે. એટલે તમારી ઊર્જા તથા સમયનો ભરપૂર ઉપયોગ કરો. આજે થોડી ધનદાયક સ્થિતિઓ પણ બનશે. બપોર પછી અચાનક કોઇ કામ પૂર્ણ થવાની સંભાવના છે.

નેગેટિવઃ- વધારે વિચારવામાં સમય પસાર ન કરો તથા યોજનાઓને તરત શરૂ કરો. ખર્ચ વધારે રહેશે. સાથે જ લાભની સ્થિતિઓ પણ બનશે. એટલે વધારે પરેશાન થવાની જરૂર નથી.

વ્યવસાયઃ- પબ્લિક રિલેશન તમારા વ્યવસાયને લગતાં નવા સ્ત્રોત ઓપન કરી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને અપચાના કારણે પરેશાન રહેશો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી તમે જે કાર્યો માટે કોશિશ કરી રહ્યા હતાં, હવે તે કાર્યોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. આ વાતનું ધ્યાન રાખો કે કર્મ પ્રધાન તો થવું જ પડશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી શંકાશીલ પ્રવૃત્તિ અન્ય માટે પરેશાનીનું કારણ બની જાય છે. સમય પ્રમાણે પોતાના વિચારોમાં પણ લચીલાપણું જાળવો. ભાવનાઓમા વહીને કોઇ નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કર્મચારીઓ સાથે કોઇ વાદ-વિવાદ જેવી સ્થિતિ ઊભી થવા દેશો નહીં.

લવઃ- પતિ-પત્ની પોત-પોતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- ક્યારેક કામનો ભાર વધારે રહેવાના કારણે ચીડિયાપણું અને થાક હાવી થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મિશ્રિત પ્રભાવવાળો રહેશે. યોજનાબદ્ધ રીતે દિનચર્યાને વ્યવસ્થિત રાખો. આવકના સાધનો પ્રબળ થશે. સંબંધીઓ ઘરે આવી શકે છે.

નેગેટિવઃ- આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. થોડી જૂની નકારાત્મક વાત સામે આવવાથી સંબંધીઓ નિરાશ થઇ શકે છે. વિદ્યાર્થીઓએ આ સમયે તેમના અભ્યાસ ઉપર ધ્યાન આપવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે ઘરમાં થોડા રિનોવેશન કે દેખરેખને લગતાં ફેરફારની યોજના બનશે. પારિવારિક સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઇ પણ કાર્ય કરતાં પહેલાં બજેટનું ધ્યાન રાખો. કોઇ નજીકની લાભદાયક યાત્રા પણ સંભવ છે.

નેગેટિવઃ- વધારે વિચાર કરવાના કારણે સફળતા હાથમાંથી સરકી શકે છે. એટલે તરત નિર્ણય લેવાની કોશિશ કરો. તમારા મહત્ત્વપૂર્ણ કાગળિયાઓ કે ડોક્યૂમેન્ટને સાચવીને રાખો. આ સમયે કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ખોવાઇ જવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે વધારે વ્યસ્તતા બની રહેશે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ પ્રકારના મતભેદને વધવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- તણાવની અસર તમારી કાર્ય ક્ષમતા ઉપર તથા પાચનક્રિયા ઉપર પડી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘરમાં ધાર્મિક અનુષ્ઠાનને લગતાં કોઇ કાર્ય પૂર્ણ થઇ શકે છે જેના કારણે પોઝિટિવ ઊર્જા મળી શકશે. બાળકોની કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી મનમાં સુકૂન રહેશે. ઘરના વડીલોનું માન-સન્માન અને આદર જાળવી રાખો.

નેગેટિવઃ- ક્યારેક તમારી વધારે દખલના કારણે ઘરનું વાતાવરણ ખરાબ થઇ શકે છે. તમારા વ્યવહારને સંયમિત રાખો. ભાઇઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયમાં તમારા દ્વારા કરવામાં આવેલી કોશિશ દ્વારા સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પરિજનો સાથે થોડો સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

અન્ય સમાચારો પણ છે...