તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારનું રાશિફળ:શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર વૃષભ જાતકો માટે શુભ રહેશે, આ લોકોને નવી ઓળખ મળી શકે છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

6 સપ્ટેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી કોઈ સાથે ચાલી રહેલાં ખરાબ સંબંધોમાં સુધાર આવશે. ઘરની સુખ-સુવિધાઓને લગતા કાર્યોમાં પણ તમારું ખાસ યોગદાન રહેશે. આ સમયે આર્થિક સ્થિતિ પણ યોગ્ય બની રહેશે. ભવિષ્યને લગતા રોકાણ માટે સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- બાળકોને લગતા થોડા કાર્યોમાં ખર્ચ વધારે રહેશે. તમારા ભાવુકતા જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો નહીંતર થોડા લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. બપોર પછી ગ્રહ સ્થિતિઓ થોડી વિપરીત રહેશે. મનમાં નકારાત્મક વિચાર પણ પરેશાન કરશે.

વ્યવસાયઃ- આ સમયે તમારા વ્યવસાયમાં માત્ર વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.

લવઃ- ઘરમાં અનુશાસિત તથા વ્યવસ્થિત વાતાવરણ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં થાક અને સોજાની તકલીફ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે થોડા સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે તમારું યોગદાન સમાજમાં તમને એક નવી ઓળખ આપશે. કોઈ પારિવારિક મુદ્દામાં પણ તમારી હાજરી ખાસ રીતે મહત્ત્વપૂર્ણ રહેશે. આ સમયે પરિસ્થિતિઓમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ નજીકના સંબંધીના કારણે ધનહાનિ થઈ શકે છે. લેવડદેવડ કરતી સમયે બેદરકારી ન કરો. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આ સમયે કોઈપણ યાત્રાને કરવા માટે સમય યોગ્ય નથી

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આવકના સાધનોમાં વધારો થઈ શકે છે.

લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- દૂષિત પાણી અને ખાનપાનના કારણે પેટને લગતી તકલીફ ઊભી થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારે મોટાભાગનો સમય તમારા વ્યક્તિત્વને વધારે નિખારવામાં પસાર કરવાનો રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રમાણે કોઈપણ નોકરી મળવાથી ચિંતા દૂર થશે. ધર્મ કર્મ તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ વધશે

નેગેટિવઃ- આ સમયે ધનની લેવડદેવડને લગતું કોઈ નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. જેના કારણે તણાવ અને ચીડિયાપણું રહેશે. તમારી અધિકાર પૂર્ણ વાણી અન્યને નિરાશ કરી શકે છે. તમારા સ્વભાવને સહજ અને નરમ જાળવી રાખો.

વ્યવસાયઃ- આજે કોઈપણ નવું કામ શરૂ ન કરો તો સારું રહેશે.

લવઃ- આર્થિક પરેશાનીને લઇને પતિ-પત્ની વચ્ચે થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે પરિવારને લગતી વસ્તુઓની ખરીદદારીમાં સારો સમય પસાર થશે. બધા સભ્યોની વચ્ચે મનોરંજનભર્યું વાતાવરણ રહેશે. તમે પરિવાર તથા વેપારની વચ્ચે સારો તાલમેલ જાળવી રાખશો. કામ વધારે હોવા છતાંય તમે બધા કાર્યો સહજ રીતે પૂર્ણ કરતા રહેશો.

નેગેટિવઃ- તમારા વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો, તમે કોઈ ષડયંત્ર કે ગેરસમજનો શિકાર થઈ શકો છો. કોઈ સંબંધી કે મિત્ર સાથે પણ કોઈ વિવાદ થવાના કારણે મનમાં નિરાશા રહેશે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસને લગતી થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ધનને લગતા મામલાઓ તથા યોજનાઓને શરૂ કરવા માટે સમય યોગ્ય છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય અને વ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાકના કારણે તણાવ અને નબળાઈ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારો પ્રભાવશાળી તથા મહત્ત્વપૂર્ણ લોકોની વચ્ચે થોડો સમય પસાર કરવો તમારા આત્મબળ અને કાર્યક્ષમતામાં અને વધારે વૃદ્ધિ કરશે. તમારી પણ પ્રભાવશાળી વાણી અન્ય ઉપર સારો પ્રભાવ છોડશે. સામાજિક ક્ષેત્રમાં તમારો સંપર્ક વધશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક એવું પ્રતીત થઈ શકે છે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. જેના કારણે તમે આત્મવિશ્વાસમાં થોડી ખામી આવશે. પરંતુ મનન કરો તો તમને અનુભવ થશે કે આ માત્ર તમારો વહેમ જ છે. આજે લાભના સ્ત્રોત થોડા ઓછા રહેશે.

વ્યવસાયઃ- મશીન તથા ખાનપાનને લગતા વ્યવસાયમાં સારા કરાર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અકારણ જ થોડા મનમુટાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ભૂખ ન લાગવી કે અપચા જેવી ફરિયાદ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા ઉત્તમ વ્યક્તિત્વ તથા પ્રભાવશાળી વાણીના પ્રભાવથી સામાજિક અને પારિવારિક ક્ષેત્રમા તમારું વર્ચસ્વ વધશે. તમારા થોડા મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક ગાઢ બનશે. મિત્રો તથા સંબંધીઓ સાથે મેલ-મિલાપ સાથે જ અનુભવ થશે અને તમને ફ્રેશ અનુભવ થઈ શકશે.

નેગેટિવઃ- થોડા વ્યક્તિગત કાર્યો સાથે-સાથે પારિવારિક સભ્યો સાથે સમય પસાર કરવો પણ તમારી જવાબદારી છે. રોકાણને લગતા મામલાઓમાં વધારે રૂપિયા ન લગાવો, કેમ કે આ સમયે નુકસાન થવાના અણસાર છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઇને વૈચારિક મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે ગેસ અને પેટમાં દુખાવો રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. તમારા બધા જ કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં જશે. તમારો વિનમ્ર સ્વભાવ લોકોમાં વખાણવા લાગય રહેશે. અધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે તમારો રસ વધશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક બેદરકારીના કારણે તમે ઘરે બેઠા જ કોઈ મુશ્કેલીમાં પડી શકો છો. તમારા ઉપર કોઈ બદનામી કે આરોપ પણ લાગી શકે છે. એટલે આ સમયે ખૂબ જ સમજદારીથી કામ પણ લેવાની જરૂરિયાત છે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ ઉપર અવશ્ય અમલ કરો.

વ્યવસાયઃ- આજે તમારી ઊર્જા માર્કેટિંગને લગતા કાર્યો તથા પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં લગાવો.

લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- બાળકોના ભવિષ્યને લઇને થોડી યોજનાઓ બનશે તથા રોકાણને લગતા કાર્યોમાં પણ રસ રહેશે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. હિંમત અને સાહસના બળ ઉપર અશક્ય કાર્ય પણ સરળતાથી શક્ય થઈ જશે.

નેગેટિવઃ- ભાવુકતામાં આવીને કોઈ નિર્ણય ખોટા થઈ શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે સામાન્ય વાતે વિવાદ થવાના કારણે પારિવારિક સંબંધ ખરાબ થઈ શકે છે. કોઈપણ બહારના વ્યક્તિ તમારી ભાવુકતાનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- કામકાજનું વાતાવરણ તમારા પક્ષમાં રહી શકે છે.

લવઃ- પરિવાર તથા વ્યવસ્થા બંનેમાં તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે. અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી રાહત મળી શકે છે. તમારા વ્યવહાર કુશળતા દ્વારા કોઈપણ પ્રકારનું કામ કઢાવવામાં તમે સક્ષમ રહેશો. કોઈ નજીકના વ્યક્તિના ઘરે જવાનું આમંત્રણ પણ મળી શકે છે.

નેગેટિવઃ- રૂપિયા આવવાની સાથે-સાથે થોડા ખર્ચ પણ તૈયાર રહેશે. ક્યારેક મનમાં નિરાશાજનક અને નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે. નજીકના સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો, કોઈ નાની વાત ઉપર વિવાદ થઈ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં થોડી સારી પરિસ્થિતિઓ બની રહી છે.

લવઃ- પારિવારિક જીવનમાં કોઈ સભ્યના નકારાત્મક વ્યવહારના કારણે તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી કોઈપણ યોજનાને શરૂ કરતા પહેલાં એકવાર ફરી વિચાર કરી લો. મોબાઈલ તથા ઈમેલ દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળશે, તે બિલકુલ પણ ઇગ્નોર ન કરો. તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- કોર્ટ કેસને લગતા મામલાઓમાં આજે ખૂબ જ વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. તમારા શુભચિંતકો સાથે આ વિષય અંગે ચર્ચા કરવાથી તમને યોગ્ય ફળ પ્રાપ્ત થઈ શકે છે. ઘરના વડીલોની યોગ્ય દેખરેખ કરવામાં પણ તમારો સમય લાગશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહને પણ ધ્યાનમાં રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે હાસ-પરિહાસ તથા મનોરંજનને લગતા કાર્યોમાં સમય પસાર થવાથી પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ઘરની જરૂરિયાતોને લગતા કાર્યોમાં પણ તમારો ખાસ સહયોગ રહેશે. બાળકો સાથે તેમની ક્રિયાઓમાં રસ જાહેર કરવો તેમના આત્મવિશ્વાસને વધારશે.

નેગેટિવઃ- ઘરની કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુ ન મળવાથી ચિંતા રહી શકે છે. પરંતુ કોઈના ઉપર આક્ષેપ કરવાની જગ્યાએ તેને શોધવાની કોશિશ કરો. ગ્રહ સ્થિતિ પ્રમાણે વસ્તુ તમારી પાસે જ છે. ઓફિસના થોડા કાર્યો કરવાનો સમય ઘરમાં રહીને આપવો પડી શકે છે.

વ્યવસાયઃ- કોઈપણ પ્રકારના વ્યવસાયમાં પેપર્સને વધારે ધ્યાનથી વાંચ્યાં પછી જ સહી કરો.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીવર્ગ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમને તમારી ગુપ્ત પ્રતિભા અને ક્ષમતાને નિખારવાનો અવસર મળશે. ઘર અને સમાજમાં તમારી કોઈ સફળતાને લઇને ચર્ચાઓ રહેશે. જેથી મન ઉમંગભર્યું રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતા યોગ પણ બની રહ્યા છે.

નેગેટિવઃ- તમારી સફળતાના કારણે થોડા લોકોમાં તમારા પ્રત્યે ઇર્ષ્યા અને નકારાત્મક પ્રવૃત્તિ ઊભી થઈ શકે છે. પરંતુ બધાને ઇગ્નોર કરીને તમે કાર્યશૈલીને વ્યવસ્થિત રૂપથી સંપન્ન કરતા જશે. તમારા રૂતબામાં કોઈ ખામી રહેશે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- તમારા ઉપર કામનો વધારે ભાર રહેવાના કારણે જીવનસાથીનું ઘરમાં અનુશાસન અને તાલમેસલ જાળવી રાખવામાં સંપૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન અને માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.